Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Life is a school in which we learn based on experiences

Dharmlok : જીવન એક પાઠશાળા છે. જેમાં અનુભવોના આધાર પર આપણે શિક્ષણ મેળવીએ છીએ

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : જીવન એક પાઠશાળા છે. જેમાં અનુભવોના આધાર પર આપણે શિક્ષણ મેળવીએ છીએ
સોર્સ : GSTV

યજ્ઞાનો અર્થ છે- સેક્રિફાઈસ. યજ્ઞા હોય છે કુરબાની માટે, બલિદાન માટે સેવા માટે માણસ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? માના પ્રેમમાંથી ઉત્પન્ન થાય છે. ત્યાગમાંથી ઉત્પન્ન થાય છે બલિદાન માંથી ઉત્પન્ન થાય છે. લાલ રંગના લોહી સફેદ રંગના દૂધમાં બદલીને નવ-દસ મહિના નારાજગીથી નહિ, ગુસ્સે થઈને નહિ, ખીજ કરીને નહિ પરંતુ પ્રેમથી છાતી સાથે વળગાડી રાખે છે અને કહે છે કે બેટા, દૂધ પી લે. દૂધ શું છે ? એના ચહેરાની યુવાની છે. છોકરી દૂબળી-પાતળી થતી જાય છે, ચહેરો મુરઝાઈ જાય છે, લાલરંગ મુરઝાઈ જાય છે આંખોમાં ખાડા પડી જાય છે. ચામડી ઢીલી થતી જાય છે ત્યારે પણ તે પોતાના બાળકને દૂધ પીવડાવતી રહે છે.

App Store

- Life is Short, Give It up To a Great Cause.

- જીવન એક પાઠશાળા છે. જેમાં અનુભવોના આધાર પર આપણે શિક્ષણ મેળવીએ છીએ.

- ઉપાસનાનો અર્થ ઇશ્વરની પાસે બેસવું એવો છે. ઉપાસના નિત્ય તથા નિયમિત રીતે કરતા રહેવાથી આપણાં કર્મોનો પરિપાક થાય છે.

- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ પુરુષાર્થ ચતુષ્ય્ય પ્રાપ્ત કરવા માટે આપણને માનવજીવન મળ્યું છે પરંતુ મોટાભાગના લોકોનું જીવન તો અર્થ અને કામની પાછળ દોડવામાં જ પૂરું થઈ જાય છે. લોકો ધર્મ અને મોક્ષને ભૂલી જાય છે. માત્ર અર્થ અને કામની પાછળ પોતાનું અમૂલ્ય જીવન વેડફી નાખનારા લોકો એવી દલીલો કરે છે કે જીવનમાં સુખોનો ઉપભોગ ન કરીએ તો એવી જિંદગીનો શો મતલબ અને એનાથી શો લાભ ?

- મૂર્ખનાં પાંચ લક્ષણ છે. પહેલું ગર્વ કરવો, બીજું કટુ વચનો બોલવાં, ત્રીજું- હઠ કરવી, ચોથું-કજિયા કંકાસ કરવા અને પાંચમું- કહેલા વચનનું પાલન ન કરવું.

- સાધનસામગ્રી વધવાથી જીવનમાં શાંતિ આવી જતી નથી. શાંતિ તો જીવનમાં કોઈ ઉદેશ્યને સિધ્ધ કરવાથી આવે છે.

- શ્રેષ્ઠ આદતોમાં સર્વપ્રમુખ છે નિયમિતતાની આદત.

- પ્રકૃતિ એટલી ક્રોધિત થઈ ઉઠી છે કે લાગે છે કે એ બધાને ઉદરસ્થ કરી નાંખશે. ક્યારેક સૌને પોષિત અને સંરક્ષિત કરનારી પ્રકૃતિ હવે કૃધ્ધ સિંહણની જેમ બધાના પ્રાણ લેવા તત્પર છે. તેના સિંહનાદથી ચારેય બાજુ ત્રાહિમામ થઇ રહ્યું છે. અસંતુલિત પર્યાવરણ પ્રાકૃતિક આપદાઓની ભરમાર આનું જ પરિણામ છે. દુષ્કાળનો પ્રકોપ, પૂરની ભયાનક વિભીષિકા, શૃંખલાબધ્ધ ભૂકંપોના આઘાત, ક્ષણ-ક્ષણ રંગ બદલવાનો કાચિંડા જેવો કરિશ્મા બનાવતી ઋતુ પ્રકૃતિના એ વિદ્રોહી તેવરને દર્શાવે છે.

- આજે જે પર્યાવરણની રક્ષા કરે છે તે ધાર્મિક છે. વૃક્ષો, ફૂલછોડ, તુલસી વગેરેનું વાવેતર કરવું જોઈએ.

- આજના દુર્બુધ્ધિપ્રધાન યુગમાં સદબુધ્ધિ આપનાર ગાયત્રીમંત્રની સાધના કરવી જરૂરી છે.

- ગૃહસ્થ જીવનમાં જેટલા પણ સુખ છે. તે બધા દામ્પત્યજીવનની સફળતા પર સન્નિહિત છે.

- જીવનમાં સફળતા મેળવવાનું મુખ્ય સૂત્ર છે. લગન અને શ્રમ કોઈ પણ કાર્યને કરવા માટે પૂરતો શ્રમ કરવો તથા લગન સાથે તેમાં લાગી રહેવું તે સફળતાની પહેલી સીડી છે.

- જયેન્દ્ર ગોકાણી