કુંભ મેળો 2026: નોંધી લો શાહી સ્નાન અને અમૃતસ્નાનની તમામ મહત્ત્વની તારીખો!

ક્યારેથી ક્યારે ?
શરૂઆત : શનિવાર, ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ - રામકુંડ, પંચવટી ખાતે બપોરે ૧૨.૦૨ વાગ્યે ધ્વજવંદન
સમાપ્ત : ૨૪ જુલાઈ, ૨૦૨૮ - ધ્વજારોહણ
એટલે કે કુંભ મેળો ૨૨ મહિના સુધી ચાલશે તેને 'ત્રિખંડી સિંહસ્થ' કહેવામાં આવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન ગુરૂ ગ્રહ ૩ વખત પોતાની રાશિ બદલશે.
મુખ્ય અમૃતસ્નાન/શાહી સ્નાન તારીખ ૨૦૨૭
નાસિક અને ત્ર્યંબકેશ્વર બંને એક જ દિવસે
૧. પ્રથમ અમૃતસ્નાન : સોમવાર ૨ ઓગસ્ટ, ૨૦૨૭ - અષાઢ સોમવતી અમાવાસ્યા
૨. બીજું અમૃતસ્નાન : મહાકુંભસ્નાન - મંગળવાર, ૩૧ ઓગસ્ટ ૨૦૨૭, શ્રાવણ અમાવાસ્યા
૩. ત્રીજું અમૃતસ્નાન
નાસિક : શનિવાર, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૭
ત્ર્યંબકેશ્વર : શનિવાર, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૭
અન્ય મહત્વની તારીખો
સાધુગ્રામ ધ્વજવંદન : શનિવાર, ૨૪ જુલાઈ ૨૦૨૭
નગર પ્રદક્ષિણા : ગુરૂવાર, ૨૯ જુલાઈ ૨૦૨૭
કુલ પર્વસ્નાન : નાસિકમાં ૪૪ મુહૂર્ત અને ત્ર્યંબકેશ્વરમાં ૫૩ મુહૂર્ત
આ વર્ષની ખાસ વાત :
સામાન્ય રીતે સિંહસ્થ ૧૩ મહિનાનો હોય છે, પરંતુ આ વર્ષે ગુરૂ ૨ વાર વક્રી થશે એટલે કે તે ૨૨ મહિનાનો છે. આ ત્રિખંડી યોગ ૭૧ વર્ષ પછી આવ્યો છે.

