Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Know about the popular hymns of Gangasati

Dharmlok: જાણો ગંગાસતીના પ્રચલિત ભજન વિશે

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Dharmlok:  જાણો ગંગાસતીના પ્રચલિત ભજન વિશે

ગંગાસતી ભક્તિ આંદોલનના મધ્યકાલિન કવિયત્રી હતા. તેમનો જન્મ ભાવનગરના રાજપરા ગામમાં આશરે ૧૭૮૧માં થયો હતો. લગ્ન સમઢિયાળાના કહળસંગ સાથે થયા હતા. પાનબાઈ તેમના પુત્રવધૂ હતા. તેમજ બીજો અભિપ્રાય એવો છે કે, લગ્ન સમયે તેમના પીયરપક્ષ તરફથી જે દાસી/કામવાળી મોકલવામાં આવે તે 'વડારણ' હતા. ગંગાસતીએ તેમનાં બધાં ભજનો 'પાનબાઈ'ને ઉદ્દેશી રચાયેલાં છે. તેઓએ અનેક ભજનો લખ્યાં છે. તેમનાં ભજનો પૈકી 'વિજળીના ચમકારે મોતીડા પરોવી લો પાનબાઈ, અચાનક અંધારા થાશે.' જે ખૂબ જ પ્રચલિત છે અને ઉપદેશાત્મક પણ છે.

App Store

સમય મળે ત્યારે પ્રભુ ભજી લો, બધાં કામો પૂરાં કરી લો. મળેલો સમય લાંબો સમય ટકતો નથી. મોતીમાંથી દોરો પરોવવા માટે અજવાળું જોઈએ, તેથી વિજળી થાય ત્યારે તુરંત જ પરોવી લો. આપણાં જીવનના શૈશવકાળ, કિશોરાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા એમ મુખ્ય ભાગો છે. તેમાં જે કંઈ સમય મળે, અનુકૂળતા સર્જાય ત્યારે 'પ્રભુ ભજન' ઉપરાંત બધાં સંસારી કામો જેમકે, નાણાંકીય બાબતો, વીલ બનાવવું સંતાનો વચ્ચે મિલ્કતના ભાગ પાડવા, દિકરા-દિકરીઓના લગ્ન, શરીરની સાચવણી વગેરે વગેરે જે જે કાર્યો કરવાના ઉભા છે, તે બધાં સમય-સંજોગ મળતાં આટોપી લેવાં જોઈએ/પૂરાં કરી લેવાં જોઈએ. 'અચાનક અંધારા' થાશે એટલે ક્યારે કઈ ગંભીર બિમારી કે મૃત્યુ આવશે તે નક્કી નથી. વિજળીનો ચમકારો જેમ થોડી ક્ષણો માટે જ હોય છે, તેમ જ્યારે સંજોગ પ્રાપ્ત થાય ત્યારે 'પ્રભુ સેવા' સહિતના તમામ કામો પતાવી લેવાં જોઈએ. આપણા હાડમારી ભર્યાં આ જીવનમાં આ ઉપદેશ અમૂલ્ય છે.

- દિનેશ શાહ