Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Junk food is the enemy of DNA

Ravi Purti: જંકફૂડ છે DNAનું દુશ્મન! શરીરમાં થતા આ ગંભીર નુકસાન વિશે જાણીને બહારનું ખાવાનું છોડી દેશો

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
Ravi Purti: જંકફૂડ છે DNAનું દુશ્મન! શરીરમાં થતા આ ગંભીર નુકસાન વિશે જાણીને બહારનું ખાવાનું છોડી દેશો
સોર્સ : gstv

- ડૉ.જયેશ શેઠ

App Store

આજકાલ આપણે જંકફૂડ એટલે કે જેમાં રીફાઇન્ડ સુગર, ટ્રાન્સફેટ, વધારે પડતું મીઠું અને ખૂબ જ લો ક્વોલિટી ઓઇલથી થતા નુકસાન વિશે બહુ સાંભળીએ છીએ અને તેનાથી થતા ક્રોનિક રોગો જેવા કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, માનસિક તણાવ, મોટાપો અને કેન્સર જેવા રોગો વિષે પણ જાણીએ છીએ. પરંતુ આ કેવી રીતે થાય છે? તે આપણા શરીરમાં શું ફેરફાર કરે છે કે જેથી જાતજાતના રોગોનું ઘર આપણા શરીરમાં થાય છે. આ માટે મુખ્યત્વે જવાબદાર છે તે DNA દ્વારા થતો તણાવ (DNAStrees). જનીનનું ખોટી રીતે થતું રેગ્યુલેશન (faultygene regulation), ક્રોનિક ઇન્ફલેમેશન અને મેટાબોલિક ડિસફંકશન કે જેનાથી શરીરમાં અનેક જાતના રોગો થાય છે. આમાં જંકફૂડ મુખ્યત્વે આપણા શરીરના કોષોમાં રિએક્ટિવ ઓક્સિજન Ros) નું પ્રમાણ વધારીને આપણા DNA ને નુકસાન કરે છે. જેનાથી આપણા DNAમાં નાના નાના ટુકડા થાય છે, DNAના કોડમાં અક્ષરોમાં ફેરફાર થાય છે. (mutation) તેમજ નુકસાન પામેલા DNAની સુધારો કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. આ બધા નુકસાનથી મુખ્યત્વે DNAને રીપેર કરતા એન્ઝાઇમ જેને   8-OHDG (8-Hydroxyguanine) કહેવાય છે તેમાં ઘટાડો થાય છે. તેથી જ જ્યારે આપણે વારંવાર જંકફૂડ, પ્રોસેસસ્ડ ફૂડ લઈએ છીએ ત્યારે શરીરમાં ક્રોનિક ઓક્સિડેટીવ સ્ટ્રેસ પેદા થાય છે. જે થકી આપણે ડાયાબિટીસ, હૃદયના રોગો, ફેટી લીવર, માનસિક રોગો કેન્સર વિગેરેના ભોગ બનીએ છીએ. સાથે સાથે આનાથી આપણા નુકસાન પામેલા DNAમાં રીપેર કરવાની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. મુખ્યત્વે પ્રોસેસ્ડ ફૂડ શરીરમાં ઈન્ફલેમેટરી ભાગને સ્ટિમ્યુલેટ કરીને સાઇરોકાઇન્સ, નાઇટ્રિક ઓકસાઇડનું પ્રમાણ વધારીને DNA માં epigenetic ફેરફાર કરે છે. જે થકી આપણને જાતજાતના ક્રોનિક રોગો થાય છે. જેથી આપણને થાક, શારીરિક ક્ષમતામાં ઘટાડો લીકિગટ (Leaky Gut) જેવા રોગો પણ થાય છે. આ માટે આપણે આપણા ખોરાકમાં મુખત્વે ફોલિક એસિડ (જે લીલા પાંદડાવાળા શાકભાજી)માં જોવા મળે છે. તેમાં વિટામિન B12, ઝીંક, સેલેનિયમ, પોલીફિનોલ્સ તેમજ ઓમેગા-૩ ફેટી એસિડનું પ્રમાણ વધારે હોય તેવો ખોરાક લેવાથી નુકસાન પામેલ DNAની રીપેરીંગ ક્ષમતામાં વધારો કરીને આપણને જંકફૂડથી થતા ક્રોનિક રોગોથી બચાવે છે. મુખત્વે ફ્રૂટ, નટ્સ, સીડ્સ, હળદર, મીલેટ્સ, ફર્મેન્ટેડ ખોરાક તેમજ આપણું ટ્રેડિશનલ ફૂડ જેમાં વધારે ફાઈબર હોય તે લેવું જોઈએ.

ટૂંકમાં જંક પ્રોસેસ્ડ ફૂડ આપણા શરીરમાં ક્રોનિક cellular નુકસાન કરીને શરીરના બધા અંગોને નુકસાન કરે છે. જેને બચાવવાનું કામ આપણા હાથમાં છે.