Dharmlok: જોગમાયા આઈ શ્રી ખોડિયાર જ્યંતિ મહાસુદ આઠમ

સોર્સ : GSTV
જય જય જોગમાયા ખોડિયાર
આદ્યશક્તિનો તું અવતાર
ભક્તજનો સૌ કરે પુકાર
કૃપા કરજો મા ખોડિયાર
ભાવનગર પંથકમાં બોટાદ પાળિયાદ પાસે રોહિશાળા નામના નાનકડા ગામમાં આદ્યશક્તિ મા ખોડિયારનું સ્થાનક છે. વિક્રમ સંવત ૮૩૬ની મહાસુદ આઠમના રોજ ખોડિયાર માતાજીનો જન્મ દિવસ મનાય છે. આ નાનકડા ગામમાં પશુપાલક મામડિયો ચારણ રહેતો હતો. ચારણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ મહાદેવે તેને આંઠ સંતાનો આપી તેનું વાંઝિયામેણું દૂર કર્યું હતું. સાતબેનો અને એક ભાઈએ અહિંયા પારણામાં જન્મ લીધો હતો. સૌથી નાનીબેન એ જોગમાયા ખોડિયાર છે. આજે પણ આ ગામમાં ખોડિયાર જ્યંતિ ઉજવાય છે.

