Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Jhaverba was devoted to her husband, but incidents occurred that were destined to destroy her married life!

Ravi Purti: ઝવેરબા પતિ પરાયણ હતાં, પણ એવી ઘટનાઓ ઘટી જે તેમના લગ્નજીવનમાં ભંગાણ પાડનારી હતી!

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ravi Purti: ઝવેરબા પતિ પરાયણ હતાં, પણ એવી ઘટનાઓ ઘટી જે તેમના લગ્નજીવનમાં ભંગાણ પાડનારી હતી!
સોર્સ : GSTV

- સરદાર @150

App Store

- હસિત મહેતા

ઈ. સ.૧૯૦૮ના ઓગસ્ટમાં વિઠ્ઠલભાઈ બેરિસ્ટર ભણીને ઇંગ્લેન્ડથી પાછા આવ્યા. પણ હવે આ બેરિસ્ટરને બોરસદ કોર્ટનું કાર્યક્ષેત્ર નાનું પડે તેમ હતું. વળી તેઓ ઇંગ્લેન્ડથી પોતાના માટેની સારી એવી ભલામણ પણ લખાવી લાવ્યા હતા. તેથી વિઠ્ઠલભાઈને પાછા આવ્યા પછી બોરસદને બદલે મુંબઈને પોતાની વકીલાત માટે યોગ્ય ગણ્યું.

આ કારણે હવે, અઢી વર્ષ પછી દિવાળીબા પોતાના પતિ સાથે રહેવા માટે બોરસદથી મુંબઈ ગયા. તેથી છેલ્લા અઢી વર્ષથી વલ્લભભાઈના પત્ની ઝવેરબા જે ફરજિયાત પિયરવાસ સહી ગયા હતા, તેમાંથી છૂટ્યા, અને બે બાળકો સાથે વળી પાછા બોરસદ રહેવા આવી ગયા. વળી પાછો વલ્લભનો સહજીવન સંસાર શરૂ થયો. વળી પાછી વલ્લભની વકીલાતમાં ઉછાળો આવ્યો. વળી પાછો વલ્લભ-ઝવેરના લગ્નસંસારને વેગ મળવાની ધારણા બંધાઈ.