Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Is Epilepsy marks hereditary?

Ravi Purti : શું ખેંચની બીમારી વારસામાં મળે છે? જાણો શું કહે છે નિષ્ણાતો?

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Ravi Purti : શું ખેંચની બીમારી વારસામાં મળે છે? જાણો શું કહે છે નિષ્ણાતો?
સોર્સ : gstv

- ડૉ.જયેશ શેઠ

App Store

૮  ફેબુ્રઆરી વર્લ્ડ એપિલેપ્સી દિવસ (World Epilepsyday) તરીકે મનાવવામાં આવ્યો... આનું મુખ્ય કારણ સામાન્ય લોકોમાં આ રોગ અંગેની જાણકારી તેનું સમયસર નિદાન અને સારવાર મળી રહે કે જેથી લોકો આ રોગ અંગે યોગ્ય સમજણ કેળવી શકે. આખા વિશ્વમાં લગભગ ૫ કરોડ લોકો અને ભારતમાં ૧ કરોડ લોકો આ રોગથી પીડાય છે. લગભગ ૫૦% ખેંચના દર્દીઓ લો અને મિડલ ઈન્કમ દેશોમાં જોવા મળવા છે. આ રોગમાં લગભગ ૩૦થી ૫૦ ટકા બાળકોમાં મગજમાં સોજો (Encephelopathy) આવ્યો હોય છે. આ ઉપરાંત આ રોગ થવાના કારણોમાં જનીનતત્ત્વોની ખરાબી જોવા મળે છે. જ્યારે વયસ્ક ઉંમરમાં આ રોગ વાતાવરણની અસર માનસિક તણાવ અને જનીન તત્ત્વોની ખામીથી થાય છે. આમાં SCN1A નામના જનીન તત્ત્વમાં સૌથી વધારે ખામી જોવા મળે છે. જેને Dravet syndrome કહેવાય છે. 

સાથે સાથે બીજા જનીન તત્ત્વો SCN8A SLC2A નામના જનીનમાં ફેરફાર થવાથી મગજમાં સોજો સાથે ખેંચ આવે છે. જેને Epileptic Encephalopathy કહેવાય છે. બીજા ઓછા જાણીતા જનીનો જેવાકે STXBP1, LDKL5 અને PCDH19 માં ખરાબી થાય ત્યારે નાની ઉંમરમાં ખેંચ આવે છે. અને જે વારસાગત પણ હોઈ શકે છે. જ્યારે કુટુંબમાં ઘણા બધા લોકોને Focal Epilepsy આવતી હોય તો  DEPDC5 નામના જનીનની ખરાબી હોઈ શકે છે. આ રોગમાં મુખ્યત્વે શરીરમાં સોડિયમ અને પોટેશિયમ Channelsમાં ખરાબી થાય છે જેમાં મગજના કોષોમાં અને સ્નાયુઓમાં એક જાતના Signals આવે છે જેથી કરીને દર્દીના સ્નાયુમાં અને મગજના કોષોમાં ઓક્સિજનનો અભાવ થાય છે અને તેમાં બંને કોષોમાં નબળાઈ આવે છે જે લાંબા ગાળે જો સારવાર ન મળે તો ખૂબ જ શારીરિક અને માનસિક નુકશાન કરે છે.

 તેથી જ સમયસર જો યોગ્ય નિદાન કરવામાં આવે તો જનીનમાં થતી ખરાબીના આધારે તેની સારવાર પણ મળી રહે છે. જેમાં મુખ્યત્વે સોડિયમ અને પોટેશિયમ Channel Blockers નો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે અમુક ખોરાક જેવા કે એનર્જી પીણા, કોફી આલ્કોહોલ, શર્કરા અને અતિશય મીઠાવાળા પદાર્થોથી આ દર્દીઓએ દૂર રહેવુ જોઈએ. આ રોગ થવાના કારણોમાં ઓટો સોમલ ડોમિનન્ટ, ઓટોસોમલ રીસેસિવ અથવા X-linked : ડી-નોવો (નવાજ ફેરફાર) પણ હોઈ શકે છે.

ટૂંકમાં નાની ઉંમરમાં બાળકોમાં ખેંચ આવતી હોય તો તેના જનીનીક કારણો શોધીને યોગ્ય સમયસર દવા આપવામાં આવે તો તેનાથી થતા નુકશાન, માનસિક તણાવ, સામાજિક ભય વગેરેને અટકાવી શકાય. એટલું જ નહીં બીજા બાળકમાં આ રોગ થશે કે નહીં તે પણ જાણી શકાય છે.