Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Infertility in men is

Sahiyar : શુક્રાણુઓની ખામી અને પુરુષ વંધ્યત્વ: ગભરાશો નહીં, આયુર્વેદમાં છે સચોટ ઈલાજ

Timeછેલ્લું અપડેટ : 10 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : શુક્રાણુઓની ખામી અને પુરુષ વંધ્યત્વ: ગભરાશો નહીં, આયુર્વેદમાં છે સચોટ ઈલાજ
સોર્સ : gstv

પુરુષોમાં વંધ્યત્વ એટલે શું? યોગ્ય માહિતી અને ઉપચાર જણાવશો.

App Store

- એક યુવક (નડિયાદ)

* પહેલાના વખતમતાં એવું માનવામાં આવતું કે બાળક ન થવા પાછળ ફક્ત સ્ત્રી જ જવાબદાર  છે. આજના જમાનામાં પણ ઘણાં લોકો આવું જ માને છે. પણ આ પાશ્ચાત્ય વિજ્ઞાાનને સાબિત કર્યું છે કે પુરુષની શારીરિક ખામીને લીધે પણ વંધ્યત્વ હોઈ શકે અને બાળકો પણ ન થાય. લગ્ન પછી થોડા વર્ષોમાં બાળકો ન થાય તો પતિ-પત્નીએ બંનેએ પોતાની શારીરિક તપાસ કરાવી જોઈએ. કેટલીક વાર પતિ-પત્ની બંનેમાં પણ શારીરિક ખામી હોઈ શકે. પુરુષોમાં વંધ્યત્વના કારણો નીચે મુજબ છે. વીર્ય પાતળું હોવું, ઓલિગોસ્પર્મીયા એટલે કે વીર્યમાં શુક્રાણુની સંખ્યા જોઈએ એના પ્રમાણમાં ઓછી હોવી, એઝોઝસ્પર્મીયા એટલે શુક્રાણુ બિલકુલ ન હોવા, નપુંસકતા, જાતીય ખામી અથવા જાતીય રોગ, શુક્રાણુની ગતિશીલતા બીલકુલ ન હોવી અથવા ઓછી હોવી અથવા કાર્યશીલતા સંતોષકારક ન  હોવી, વીર્ય લઈ જતી નળી કોઈ કારણસર  દબાઈ જવી અથવા બ્લોક થઈ જવી. જાયફળનું ચૂર્ણ ૧ ગ્રામ, સવાર સાંજ બે વખત દૂધ સાથે લેવું. જાયફળમાં એવો ગુણ છે કે જે શુક્રધાતુને શરીરમાંથી જતી અટકાવે છે. શુક્ર અપકવાવસ્થામાં બહાર નીકળી જાય છે.  જાયફળ કાચારસને પકાવી ધાતુને સ્થિર કરીને શરીરમાંથી બહાર નીકળતું અટકાવે છે. જાયફળ શુક્રસ્ત્રાવ થવાને કારણે જે અશક્તિ આવી ગઈ હોય તે શક્તિનું પુનર્નિમાર્ણ કરે છે. કાળી તુલસીના બીનું ચૂર્ણ ૫૦ ગ્રામ, અસર અક્કલગરો ચૂર્ણ ૧૦ ગ્રામ, અસલ સફેદ મુસળી ૫ ગ્રામ, અશ્વગંધા ચૂર્ણ ૧ ચમચી, કૌચા ચૂર્ણ ૧/૨ ચમચી અને ગોખરુ ચૂર્ણ ૧/૨ ચમચી સવાર-સાંજ દૂધની ખીર સાથે લેવું. વંધ્યત્વ દૂર કરવા માટે ધીરજપૂર્વક અને શ્રધ્ધાથી ઉપચાર કરવામાં ઘણી સારી સફળતા મળે છે. પુરુષના વંધ્યત્વ દૂર કરવાના ધીરજ અને શ્રધ્ધા ખૂબ જ જરૂરી અને મહત્ત્વની છે. શુક્રજનન ઘનવટી તથા પુષ્પઘન્વારસનું પણ સેવન ચિકિત્સકની સલાહ મુજબ કરી શકાય.

મારા શરીરની ચામડી ખંજવાળી ખંજવાળીને લાલ થઈ જાય છે. રાત્રે ઊંઘ પણ આવતી નથી અને ચેન પણ પડતું નથી. ઘણી વખત ઢીમચાં થઈ જાય છે. યોગ્ય સારવાર બતાવવા વિનંતી. 

- એક યુવતી (પાલનપુર)

* આપના પ્રશ્નો ઉપરથી લાગે છે કે આપને શીળસ-અર્ટીકીચ્યાની તકલીફ હોય તેવું જણાય છે. આ રોગમાં આખા શરીર ઉપર ક્યારેક કેટલાક ભાગમાં લાલ ઢીમચાં, ચકામા થાય છે. જેને લીધે ખૂબ જ ખંજવાળ આવી ક્યારેક લોહી નીકળે છે. ચકામા વાળી ચામડી સુજી જાય છે ક્યારેક ઉબકા, ખાટાં ઓડકાર, શરદી પણ જણાય છે. આ રોગ ઓગસ્ટ, ડિસેમ્બર, જાન્યુઆરી જેવા મહિનાઓમાં ખાસ થાય છે. સામાન્ય રીતે આ રોગથી પીડિત દર્દી એન્ટી એલર્જીક દવાઓ ખાતો હોય છે. જેનાથી રાહત પણ જણાય છે.  પણ ઘણી વખત દોષો વિકૃત બનતા રોગ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થતા ફરી ફરીને થતો હોય છે. આ રોગથી  બચવા માટે તમામ પ્રકારની ખટાશ બંધ કરવી.  મીઠું ઓછું કરી ધીમે ધીમે બંધ કરવું. સીંધવ વાપરવું. આથાવાળી વસ્તુઓ ન ખાવી. ઠંડા પીણાં, મીઠાઈ, આઈસ્ક્રીમ, ઠંડુ પાણી ન લેવું. સ્પે.હરીટ્ટાખંડ ચૂર્ણ ૧ ચમચી, મંજીષ્ટાદી ચૂર્ણ ૧/૨- ચમચી, ચોપચિન્યાદી ચૂર્ણ ૧/૨ ચમચી, બંગભસ્મ ૧ ચોખાભાર, પ્રવાલ પ્રીષ્ટી ૧/૪- ચમચી સવાર-સાંજ લેવું હરડે ચૂર્ણ ૧ થી ૨ ચમચી રાત્રે સૂતી વખતે લેવું. આરોગ્ય વર્ધીની નં-૧  એક એક ત્રણવાર લેવી.

 પ્રશ્ન : હું ૩૩ વર્ષનો યુવાન છું, દોઢેક વર્ષથી હું મારી ગર્લફ્રેન્ડ સાથે સેક્સ માણું છું, પરંતુ મને લાગે છે કે મારું શિશ્ન યોગ્ય  માત્રામાં કડક નથી થતું, એની લંબાઈ ઓછી છે અને મને શીઘ્રસ્ખલનની તકલીફ છે. આ કારણોસર હું તેને પૂરો સંતોષ નથી આપી શકતો. આ સિવાય મને બીજો કોઈ રોગ નથી. મને યોગ્ય માર્ગદર્શન આપશો.

એક યુવાન (રાજકોટ)

ઉત્તર : સ્ત્રીના યોનિમાર્ગની સેક્સ્યુઅલ લંબાઈ છ ઈંચ છે. એમાંથી આગલા એક-તૃતીયાંશ ભાગમાં જ જ્ઞાાનતંતુ છે, અંદરનો ચાર ઈંચનો ભાગ બિલકુલ જડ છે. (સંવેદનરહિત છે).  આનો અર્થ એ કે પુરુષની ઈન્દ્રિય ઉત્તેજિત થાય ત્યારે એની લંબાઈ બે ઈંચ હોય તો પણ પૂરતી છે. દુનિયાની દરેક સ્ત્રી સંભોગના સુખમાં રસ ધરાવતી હોય છે, નહીં કે લિંગની લંબાઈમાં. તમારી  ઈન્દ્રિય ઉત્તેજિત અવસ્થામાં બે ઈંચ કે એથી વધુ હોય તો સામેવાળી સ્ત્રીને સંતોષ  આપવામાં કોઈ તકલીફ નહીં પડે.

વીર્યનું સ્ખલન જલદી થઈ જતું હોય તો એનાં ચાર કારણો છે:

(૧) વધુ પડતી માનસિક ઉત્તેજના (૨) લિંગના  આગળના લાલ ભાગ પર વધુ પડતી સંવેદના (૩) પ્રોસ્ટેટમાં ઈન્ફેક્શન અને (૪) ડાયાબિટીઝની શરૂઆત. જે કારણ હોય એ શોધીને  એનો ઈલાજ થોડા દિવસોમાં જ થઈ શકે. ત્યાં સુધી તમે તમારી ગર્લફ્રેન્ડને આંગળીથી, જીભથી કે વાઈબ્રેટરથી સંતોષ આપી શકો છો. મહત્ત્વની વસ્તુ સંતોષ છે, સંભોગ નથી. સંભોગ કેટલો લાંબો ચાલે છે એ મહત્ત્વનું નથી, પણ એ કેટલો આનંદદાયક છે એ મહત્ત્વનું છે.

- અનિતા