Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Identifying true religion in a world of appearances

Dharmlok :  અહંકારનું પોષણ કે આંતરિક શાંતિ? દેખાડાની દુનિયામાં સાચા ધર્મની ઓળખ

Timeછેલ્લું અપડેટ : 02 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok :  અહંકારનું પોષણ કે આંતરિક શાંતિ? દેખાડાની દુનિયામાં સાચા ધર્મની ઓળખ
સોર્સ : gstv

- તત્વચિંતક વી. પટેલ

App Store

આપણાં હૃદય પ્રદેશમાં પરમાત્મા આત્મા તરીકે વસે જ છે, જે તમારા તમામ કર્મો જોઈ જ રહ્યા છે, કદાચ તમો સમાજથી બચશો અથવા સમાજને દંભ કરી સારા ઉત્તમ સત્ય સ્વરૂપ દાની બતાવી શકશો, પણ તમો તમારા પરમાત્માને આત્માને બનાવી શક્શો જ નહીં, તે પરમ સત્ય છે. એટલે અસત્ય બનાવટી બની સમાજને બતાવવા કોઈ વ્યવહાર કરતા સો વાર વિચારો અને અસત્ય વ્યવહાર કરતા બચો, તમારા પોતાના અહંકારને પોષણ આપવા માટે સમાજને સારા દેખાવા ખોટા તાસીરા તો કરો જ નહિ. તે તમારા હિતમાં છે, કારણ તમારી તમામ પ્રવૃતિ તે જોઈ જ રહ્યા છે, તમારું પ્રવૃતિના ફળ તમારે જ ભોગવવાના છે. બીજો કોઈ તેમાં સાથ સહકાર આપનાર નથી.

તમારા દુ:ખ ચિંતા ઉદ્વેગ હતાશા બધાના કારણમાં તમો પોતે જ છો, તમારા સિવાય કોઈ તમોને દુ:ખી કે સુખી કરી શકે જ નહિ, તમો જે કઈપણ તાસીરા સમાજને સારા બતાવવા કરવા માંગો છો કે કરી રહ્યા છો, તમારા જ અંતકરણને શાંત ચિત્તે પુછો કે આ ડિંડક હું કરું છું. કે મારા આત્મિક સત્ય આધારિત છે કે કેમ?

હું ખોટું તો સમાજને બતાવવા નથી કરી રહ્યો ને, તમારું પરમ શાંત ચિત્તે જો સત્વ શુધ્ધ અંતર જો હા કહે તો જરૂર કરો. પણ આવા ખોટા ડિંડક કરવાની શુધ્ધ અંતરકરણ ના જ પાડશે, આમ તમારા જ અહમને પોષણ આપવાથી બચશો.

એટલું જાણો અને અહંકાર જ દુ:ખનું અને અસત્ય વ્યવહારનું ઘર છે. એટલે જ આત્મિક સત્ય સ્વરૂપ થવું અને તમામ વ્યવહાર અને આચરણ આત્મિક સત્યના આધારે જ કરવા એ જ જીવન જીવવાનો સર્વ શ્રેષ્ઠ માર્ગ છે, અને ખોટા દેખાવથી બચો, એજ ધર્મ.

આમ પરમાત્મા આપણને બધાને ત્રિગુણાત્મક માયાના ચક્ર ઉપર ચડાવીને આમ તેમ ગોળ ગોળ ધુમાવી રહ્યા છે, આ સ્થિતિમાં તમે જોઈ જ શકો છો કે તમારામાં પ્રકૃતિના ગુણો કઈ રીતે કામ કરી રહ્યા છે.