Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Dharmlok : If you don't walk with someone, God will walk with you

Dharmlok : સાથ ન જીસકે ચલતા કોઈ ઉસકે સાથ ભગવાન ચલે

Timeછેલ્લું અપડેટ : 29 May 2025
લાઇવ ટીવીGoogle News
Dharmlok : સાથ ન જીસકે ચલતા કોઈ ઉસકે સાથ ભગવાન ચલે

એક વસ્તુ જીવનમાં સ્પષ્ટ છે કે જો તમે ભગવાન નો, હાથ જાલ્યો તો ભગવાન તમારો હાથ મૂકશે નહીં. જીવનમાં ગમે તેટલા પાપ કર્યા હોય, પાપો અને દૂરાચાર કરવા છતાં પ્રભુ કહે છે, કોઈ વાંધો નહીં. જાગ્યા ત્યારથી સવાર હજીપણ તૂં મારા શરણે આવીજા..! જગત તારો બહિષ્કાર કરશે પણ હું તારો સ્વીકાર જ કરીશ. યેન કેન પ્રકારે તૂં મારા શરણે આવીજા. તૂં એક હાથ આગળ વધીશ તો હું તને મળવા માટે ચાર હાથ આગળ આવીશ.

App Store

આ જગતે ભગવાન ના ભક્તોને બહુત્રાસ આપ્યો છે. નરસિંહ મહેતાને નાત બહાર મૂક્યા, ધ્રુવજીનું હળહળતું અપમાન, તુકારામને શેરડીના શાઠાથી પત્નિએ માર્યા છતાં મૂંગે મોઢે તમામ ભક્તોએ સહન કર્યું છે.

લખી રાખજો આ જગત તમારા કોઈ સારા કામમાં સાથ નહિ આપે. તમને બદનામ કરવામાં બાકિ નહીં રાખે. તમારા દુઃખમાં ભાગીદાર નહીં થાય. તમારી આબરૂને બટ્ટો લગાડતા પણ અચકાશે નહીં.

આવા સમયે આ જીવ ક્યાં જાય.. ! જીવનમાંથી છૂટી જવાનાં વિચારો આવે. પ્રભુ તૂં બોલાવી લે.. ! તારા સિવાય મારો કોઈ આધાર નથી. હવે પ્રભુ હદ થાય છે. આ સંસાર અને સંસારીઓ એ બહુત્રાસ આપ્યો છે. પણ આવા સમયે તે જ આપણને શક્તિ પૂરી પાડે છે. અને કહે છે હે જીવ ! ઉઠ..! હું તારી સાથે છું. સંસારે સાથ ન આપ્યો તો શું થયું? મારા ઉપર તને વિશ્વાસ નથી? જો કોઈ તારી સાથે નહીં ચાલે તો હું તારી સાથે ચાલીશ. તારે એકલા જ મારી સાથે ચાલવાનું છે. તને મેં એકલો મોકલ્યો છે તો તારે એકલા એજ મારી સાથે ચાલવાનું છે. લાખોમાં કોઈકજ મને ઓળખી શકે છે અને એમાં એકાદ મનુષ્ય જ મને મેળવી શકે છે. માટે મૂંઝાઈશ નહીં ! સંસાર છે ચાલ્યા કરે. આવેલા સમયને માન દેવુ જ પડે છે. એક વાત યાદ રાખજે!' આ સમય પણ ચાલ્યો જશે. એ તું યાદ રાખીશ એટલે તારા આપત્તિ કે વિપત્તિ કાળને જતા વાર નહીં લાગે.

- નૈષધ દેરાશ્રી