Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Dates contain vitamin A, which helps in the development of body organs

Sahiyar : ખજૂરમાં વિટામિન એ સમાયેલું છે જે શરીરના અંગોના વિકાસમાં સહાય કરે છે

Timeછેલ્લું અપડેટ : 20 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : ખજૂરમાં  વિટામિન એ સમાયેલું છે જે શરીરના અંગોના વિકાસમાં સહાય કરે છે
સોર્સ : GSTV

ખજૂરને મોટા ભાગે કુદરત ની મીઠાઇ કહેવામાં આવે છ.ે ખજૂર પોષક તત્વોથી ભરપુર હોય છે અને દરેક વયના લોકો માટે તે એક ઉત્તમ આહાર પુરવાર થયો છ.ે  આયુર્વેદમાં ખજૂરને મધુરપૌષ્ટિક, બલવર્ધક, શ્રમહારક,સંતોષ આપનાર, પિત્તનાશક, વીર્યર્ધ અને શીતલ ગુણો વાળો કહેવામાં આવે છે. ખજૂરમાં વિટામિન, પ્રોટીન, ફાબિર, કાર્બોહાઇડ્રેટ અને સર્કરા સમાયેલા હોવાથી તેને પૂર્ણ આહાર કહેવામાં આવે છે. 

App Store

ખજૂરમાં  વિટામિન એ સમાયેલું છે જે શરીરના અંગોના વિકાસમાં સહાય કરે છે.જ્યારે વિટામિન બી હૃદય માટે લાભદાયી નીવડે છે. તેના સેવનથી હૃદયની માંસપેશીઓ મજબૂત થાય છે અને ભૂખ વધે છે. વિટામિન સી રોગપ્રતિરોધક શક્તિ વધારે છે. ખજૂરનું સેવન ટીબીના રોગીઓની દુર્બળતા દૂર કરે છે તેને બળ પ્રદાન કરે છે. તે ધાતુવર્ધક તથા કફનાશક છે. 

ખજૂરનું સેવન સવારે નયણા કોઠે ૨-૩ ખજૂર ખાવું ઉત્તમ છે.

કબજિયાતથી રાહત પામવા રાતના પાંચ થી છ ખજૂરને પાણીમાં પલાળી દેવા અનેસવારે પાણી અને ખજૂર ખાઇ જવા. 

દૂધ સાથે પણ ખજૂર ખાવાથી ફાયદો થાય છે. 

ખજૂરના સેવનના ફાયદા

એનીમિયા

રક્તમાં હેમોગ્લોબિનની ઊણપ ઓછી થઇ જવાથી વધુ પડતો થાક, ગભરામણ, હૃદયની ધડકન તેજ થવી જેવી તકલીફો થાય છે. એામાં ૨૧ દિવસ સુધી નિયમિત ચારથી પાંચ ખજૂર ખાવાથી  ફાયદો થાય છે. લાંબા સમયથી એનીમિયાથી પીડાતી વ્યક્તિએ છ મહિના સુધી આહારમાં સાત થી આઠ ખજૂરનું સેવન કરવું જોઇએ. 

ગઠિયા

ગઠિયા રોગમાં ખજૂરનું સેવન ગુણકારી સાબિત થયું છ.ે પગમાં થતા દુખાવા તેમજ દુર્બળતા માટે એક કપ ગરમ દૂધમાં એક ચમચો ગાયનું ઘી અને એક બે-ત્રણ ખજૂર ભેળવીને ગરમ-ગરમ પીવું.

મહિલાઓની તકલીફ

મોટા ભાગની મહિલાઓમાં પગનો દુખાવો, કમરમાં દરદની ફરિયાદ હોય છે. તેમણે પાંચ ખજૂર અને અડધો ચમચી મેથીના દાણા  બે ગ્લાસ પાણીમાં ઉકાળવા. પાણી અડધો અડધ બળી જાય  પછી  હુંફાળું પીવાથી રાહત થાય છે. 

કબજિયાતથી છૂટકારો

પાંચ -છ ખજૂરને રાતના પાણીમાં પલાળી નીચોવી ખાવું તથા તે પાણી પી જવાથી પેટ સાફ થાય છે.

તરત ઊર્જા

ખદૂરમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ જેવી કુદરતી સાકર હોય છે જેના સેવનથી શરીરને તરત જ ઊર્જા મળવાથી થાક ઊતરે છે. 

પાચનક્રિયા

ખજૂરનું સેવન પાચનક્રિયાને સુધારે છે. તે આંતરડાને સ્વસ્થ રાખે છે અને પેટમાંના ગેસ અને અપચાથી રાહત આપે છ.ે 

હાડકાને મજબૂત કરે

ખજૂરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ સમાયેલા હોય છે. જેના સેવનથી હાડકા મજબૂત થાય છે અને ઓસ્ટિયોપોરોસિસી બચાવે છે. 

 સોજા ઊતારે

ખજૂરમાં સમાયેલા એન્ટીઓક્સીડન્ટસ શરીરમાંના સોજાથી રાહત આપે છ.ે 

ગર્ભાવસ્થામાં ગુણકારી

ગર્ભાવસ્થાના અંતિમ અઠવાડિયોમાં ખજૂરનું સેવન તબીબી સલાહ અનુસાર લેવાથી પ્રસવ પીડા ઓછી થાય છે અનેડિલીવરીમાં સરળતા થાય છે. 

રોગપ્રતિરોધક શક્તિ વધારે

ખજૂરમાં ફ્લેવોનોઇડ્સ, પોલીફેનોલ,  કૈરોટીનોયડ, ફેનોલિક એસિડ જેા એન્ટી ઓક્સીડન્ટ જેવા સ્ત્રોત માયેલા બોય છે. જે રોગ સામે લડવા અને વ્યક્તિના સ્વાસ્થ્યને બહેતર બનાવવામાં મદદ કરે છે. 

મગજનું સ્વાસ્થ્ય

સંશોધન દ્વારા જાણવા મળ્યું છ ેકે ખજૂરના સેવનથી અલ્ઝાઇમર રોગમાં રાહત આપે છે. 

ત્વચા અને વાળ

થજૂરમાં વિટામિન સી અને ડી સમાયેલા હોય છે. ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તે ત્વચા પરની કરચલીઓને ઓછી કરવામાં મદદ કરે છે. તેમજ વાળને મજબૂત અને ચમકીલા કરે છે. ખજૂરમાં સમાયેલા એન્ટી ઓક્સીડન્ટસ શરીરના વિષેલા પદાર્થોને બહાર કાઢે છે જેથી ત્વચા અને વાળની સામાન્ય તકલીફોને દૂર કરે છે. 

- મિનાક્ષી તિવારી