Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Confusion/gstv

Sahiyar : મૂંઝવણ 

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar : મૂંઝવણ 
સોર્સ : GSTV

- છેલ્લા કેટલાક સમયથી એક વિચિત્ર સમસ્યા ઉત્પન્ન થઈ છે. હું સેક્સ પ્રત્યે વધારે પડતી ખેંચાતી જાઉ છું. 

App Store

* હું ૪૭ વર્ષની વિધવા છું. ૧૨ વર્ષ પહેલાં મારા પતિ એક અકસ્માતમાં અવસાન પામ્યા. મારી બે પરિણીતા પુત્રીઓ છે. છેલ્લા કેટલાક સમયથી એક વિચિત્ર સમસ્યા ઉત્પન્ન થઈ છે. હું સેક્સ પ્રત્યે વધારે પડતી ખેંચાતી જાઉ છું. મારી દીકરીઓ મને પુર્નલગ્ન કરી લેવાનું કહે છે. શું આમ કરવું ઉચિત ગણાશે?

એક સ્ત્રી (મુંબઈ)

* કેટલીક સ્ત્રીઓને રજોનિવૃત્તિ (મેનોપોઝ) નો સમય નિકટ આવે ત્યારે આવી ઈચ્છા જાગ્રત થતી હોય છે, જોકે થોડા સમય પછી આ ઈચ્છા આપોઆપ શાંત થઈ જાય છે. આથી માત્ર યૌનેચ્છા શાંત કરવા માટે પુનર્લગ્ન કરવાનું ઉચિત નથી. હા, દીકરીઓનાં લગ્ન બાદ તમે એકલાં પડી ગયાં હો અને તમને કોઈ સાથીની જરૂરિયાત જણાતી હોય, તો પુનર્લગ્ન કરવામાં કંઈ ખોટું નથી.

* હું ૧૯ વરસનો કુંવારો યુવક છું, મેં આજ સુધી કોઈની સાથે સંભોગ નથી કર્યો. હું છેલ્લા ચાર-પાંચ વર્ષથી હસ્તમૈથુન કરું છું, પણ મને એમાં મજા નથી આવતી. મને એવો રસ્તો બતાવો જેનાથી સંભોગ કર્યાનો આનંદ પ્રાપ્ત થાય. 

એક યુવક (સૂરત)

* જ્યારે તમે હસ્તમૈથુન કરવાની કોશીશ કરો ત્યારે તમારી મનગમતી વ્યક્તિની કલ્પના પણ સાથે કરો. કલ્પના કરવાથી ઘણો ફરક પડી જશે. કદાચ એવું બને કે સંભોગ કરતાં પણ તમને એમાં વધારે આનંદ આવે, કારણ કે હકીકત કરતાં હકીકતની કલ્પના વધારે રંગીન હોય છે. 

આજના એઈડ્સના યુગમાં અજાણી સ્ત્રી જોડે સંભોગ કરતાં હસ્તમૈથુનની આદત ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ અને બિનનુકસાનકારક છે. મારા ખ્યાલથી આ તમારા માટે ઉત્તમ વિકલ્પ બની જશે. 

* મારા લગ્નને ૧૦ વર્ષ થઈ ગયા છે. મારે બે બાળક છે. હું એ જાણવા ઈચ્છું છું કે નસબંધીને કારણે કામેચ્છા અને પુરુષાતન પર અસર થાય ખરી?

એક યુવક (મુંબઈ)

* ના. વૃષણકોથળીમાં બે પ્રકારના કોષો આવેલા હોય છે. એક પ્રકારના કોષમાંથી ટેસ્ટોસ્ટેરોન પેદા થાય છે, જે સીધું રક્તપ્રવાહીમાં ભળી જાય છે. કામેચ્છા અને પુરુષાતન માટે આ જ પ્રક્રિયા જવાબદાર છે. અન્ય પ્રકારના કોષ વીર્ય પેદા કરે છે, જેનું વેસ નામે ઓળખાતી નલિકામાંથી વહન થાય છે. આથી જ આ વહન અટકાવી દેવાથી એની કામેચ્છા કે પુરુષાતન પર અસર થતી નથી. નસબંધી પછી સેક્સલાઈફ યથાવત્ રહે છે. શિશ્નોત્થાન, વીર્યસ્ત્રાવ અને આનંદ-આ બધા પર નસબંધીની કોઈ અસર થતી નથી.

વળી, ગર્ભરહી જવાનો ડર, ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ વગેરેને કારણે ઘણીવાર કામક્રીડાની તીવ્રતા ઘટી જતી હોય છે. નસબંધી કરાવ્યા બાદ આ પ્રકારનો ડર અને અવરોધ દૂર થઈ જતાં પુરુષનો સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ સુધરી શકે છે.

* હું ૧૨ વર્ષની છોકરી છું. મને રાત્રે ઓછું દેખાય છે. દિવસે વાંચતી વખતે પણ મુશ્કેલી પડે છે. અને ધૂંધળું દેખાય છે. અમારી સ્કૂલમાં આવેલા આંખોના ડોક્ટરે કહ્યું કે વિટામીન 'એ'ની ઊણપને લીધે આમ થાય છે. ઉપચારમાં તેમણે દૂધની સાથે વિટામીન 'એ'ની ગોળીઓ લેવાનું કહ્યું છે, પણ એનાથી કોઈ ફરક પડયો નથી. હું બહુ પરેશાન છું.

એક કન્યા (વીસનગર)

* તમે આંખોના કોઈ નિષ્ણાત ડોક્ટરને મળો. આંખની તકલીફ સામાન્ય રીતે વિટામીન 'એ'ની ઉણપથી થાય છે. એ વાત સાચી, પરંતુ આંખના નિષ્ણાત ડોક્ટર પૂરતી તપાસ પછી જ તમારી તકલીફનું કારણ અને તેનો ઈલાજ સૂચવશે.

- અનિતા

ટોપિક્સ:Sahiyargstv newsmagazineConfusion