Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Brahma-Vishnu-Mahesh attain unending power through worship of Mother Amba

Dharmlok: બ્રહ્મા-વિષ્ણુ-મહેશ માઁ અંબાની ઉપાસનાથી પ્રાપ્ત કરે છે અવિરત શક્તિ, માતાજીની શક્તિ પ્રતીતિનું મહાપર્વ એટલે નવરાત્રિ

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Dharmlok: બ્રહ્મા-વિષ્ણુ-મહેશ માઁ અંબાની ઉપાસનાથી પ્રાપ્ત કરે છે અવિરત શક્તિ, માતાજીની શક્તિ પ્રતીતિનું મહાપર્વ એટલે નવરાત્રિ
સોર્સ : GSTV

- પ્રદ્યુમ્ન શુક્લ

App Store

અશ્વિની નોરતા એટલે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ પણ શક્તિ પ્રાપ્ત કરવા માટે જેમની પૂજા કરે છે એ બ્રહ્માંડ વ્યાપક શક્તિનું મહાપર્વ એટલે બ્રહ્માજીના ગુરુ માઁ ની શક્તિ પ્રાપ્તિનું અવસર છે.

માઁ અંબા સમગ્ર માનવ જાતિ, પ્રાણી, પક્ષી દરેકને ગતિ દેવા માટે ઋગ્વેદ કહે છે, રૂદ્ર, વસુ, આદિત્ય, વિશ્વદેવ, સચરાચર બ્રહ્માંડમાં બળ સ્વરૂપ, વરૂણ, ઇન્દ્ર, અગ્નિ, અશ્વિનીકુમારને રૂપ જુદા જુદા માં અંબાએ આપી બ્રહ્માંડમાં દરેક વસ્તુને બળ આપે છે.

અંબા - નો ભાવાર્થ :

અંતરિક્ષ માં રહેલ અનંત શક્તિ દ્વારા માં દરેક વસ્તુના કલ્યાણ માટે પાલન-પોષણ કરે છે. આવી શક્તિ એટલે માતાની શક્તિ. જેને અંબા કહીએ છીએ.

ભારતનાં ઋષિગણ કહે છે, માઁ જગદંબાને જે ભાવે ભજે તે ભાવે તેમને શક્તિ મળે છે. આથી બુદ્ધિ અને બળસ્વરૂપે દુર્ગા સ્વરૂપ શક્તિ પૂજન કરીએ છીએ. કાલ-ચક્ર રચે છે, સસાંરચક્ર વિસ્તારે છે. સજ્જન માનવને શુદ્ધિબુદ્ધિ આપી કરૂણા સાથે તેમના જીવનમાં શુદ્ધભાવ પ્રગટ કરશે. શુદ્ધ ભાવ જીવનયાત્રામાં મહાકાળી સ્વરૂપ શિવ સાથે એક કરશો - મહાલક્ષ્મી સ્વરૂપ વિષ્ણુ ભગવાન સાથે એક કરે માં સરસ્વતી સ્વરૂપ બ્રહ્મજ્ઞાન આપી બ્રહ્માની સાથે એક કરે છે. જીવન પર્યાપ્ત શક્તિ પામવા દુર્બુદ્ધિ દુર કરવા દુર્ગાપૂજા કરીએ છીએ.

આથી ઋષિગણ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ સાથે મળી માઁ જગદંબાને પૂછે છે, માઁ દેવી આપ કોણ છો ? કેવી રીતે પ્રાપ્તિ કરવી? આ સમયે માઁ જગદંબા વિરાટ સ્વરૂપ બ્રહ્માંડનું બતાવી કહે છે, સમગ્ર બ્રહ્માંડ મારી જ પ્રકૃતિમાંથી ઉત્પન્ન કરું છું. બુદ્ધિજીવી માનવને શુદ્ધ બુદ્ધિ આપું છું અને જીવનમાં આનંદ સ્વરૂપ છું. જ્યારે મલિન લોકોને ખોટા કાર્ય કરાવી બળ આપી તેમનું કાળ-ચક્ર ફેરવું છું. વિશ્વ અને બ્રહ્માંડ ત્યાગી જે વિકાસ વિજ્ઞાન છે. તે વિજ્ઞાનને છે. દરેક માનવની શક્તિનાં બળસ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ કર્મ છું. જન્મ-મૃત્યુ-કર્મ બળ સ્વરૂપ મળી કાળચક્ર પણ રચું. જે લોકો શુદ્ધ ભાવ હોય એમને વાત્સલ્યભાવે રાખું છું.