Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Accurate information from contraception to body shape

Sahiyar / મૂંઝવણ : ગર્ભનિરોધકથી લઈને શારીરિક ઘાટ સુધીની સચોટ માહિતી

Timeછેલ્લું અપડેટ : 24 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar / મૂંઝવણ : ગર્ભનિરોધકથી લઈને શારીરિક ઘાટ સુધીની સચોટ માહિતી
સોર્સ : gstv

- અનિતા

App Store

હું ૩૨ વર્ષની પરિણીતા છું. લગ્નને ૮ વર્ષ થઈ ગયાં છે. મારે બે બાળકો છે. ગર્ભ ન રહે એટલા માટે હું છેલ્લાં ૩ વર્ષથી ગર્ભનિરોધક 'ઓવરલ' લઉં છું. મેં સાંભળ્યું છે કે લાંબા સમય સુધી ગર્ભનિરોધક ગોળીઓ લેતા રહેવાથી કેટલીક બીમારીઓ થઈ શકે છે, જેવી કે ગર્ભાશયમાં રસોળી થવી, લોહી જામી જવું વગેરે. શું આ સાચું છે? સાચી માહિતી આપી મારી આશંકા દૂર કરશો તો તમારી આભારી થઈશ.

એક યુવતી (સૂરત)

* હાલમાં  મળતી  ગર્ભનિરોધક ગોળીઓ જ સૌથી વિશ્વાસપાત્ર ઉપાય છે. તેમના પર ૯૯ ટકા ભરોસો રી શકાય છે અને તે રતિક્રિડામાં જરાય અડચણરૂપ નથી, તે તેનો મોટો ફાયદો છે. આથી જ ભણેલી-ગણેલી મહિલાઓમાં તે સૌથી લોકપ્રિય ગર્ભનિરોધક છે.

આમ છતાંય હકીકત તો એ જ છે કે આવી ગોેળીઓ સિન્થેટીક હોર્મોનમાંથી બને છે, એટલે શરીરનાં અંદરના અવયવો પર તે ઘણી રીતે અસર કરે છે.  એની કેટલીક સારી અસરોનીસાથે કેટલીક આડઅસરો પણ જોવા મળે છે. લાંબા સમય સુધી ગોળીઓ લેતાં રહેવાથી ગર્ભાશયનું કેન્સર થવાની વાત વારંવાર ચર્ચાયા કરે છે, પરંતુ સર્વેક્ષણો અને મળતા પુરાવાના આધારે આ વાત મોટી સાબિત થઈ છે. હા, શિરાઓમાં લોહી જામી જવાથી ફેંફસામાં લોહીનોે પ્રવાહ અવરોધાવાના મામલા ગર્ભનિરોધક ગોળીઓ લેતી મહિલાઓમાં પ્રમાણમાં વધારે જોવા મળે છે, પંરતુ એની સંખ્યા એટલી મોટી નથી હોતી કે એના લીધે ગર્ભનિરોધક ગોળીઓ લેવાનું છોડી દેવાય. ૩૫ થી વધારે વર્ષની અને ધૂમ્રપાન કરતી મહિલાઓ માટે આવું જોખમ ઊભું થઈ શકે છે. ૩૫ વર્ષની ઉંમર પછી બીજું કોઈ ગર્ભનિરોધક અપનાવવામાં જ સમજદારી છે.

ડોક્ટરોનું માનવું છે કે જો આવી ગોળીઓ લાંબા સમય સુધી લેવી જ હોય તો દર વર્ષે બે મહિના માટે બંધ કરી બીજું કોઈ સાધન અપનાવવું, જેથી શરીરની હોર્મોનલ પ્રણાલી થોડા  સમય માટે પ્રાકૃતિક અવસ્થામાં રહી શકે.

તમે તો આમેય ૩ વર્ષથી ગર્ભનિરોધક ગોળીઓ લઈ રહ્યા છો, એટલે મારી સલાહ છે કે તમે થોડા મહિના માટે આ ગોળીઓ લેવાનું બંધ કરી બીજું કોઈ સાધન અપનાવો.

જો તમને વાંધો ન હોય તો કોપર-ટી એ માટેનું સારું સાધન છે. તેના  પર  પણ ૯૫ થી ૯૭ ટકા વિશ્વાસ કરી શકાય છે અને તે સાધન પણ રતિક્રિડામાં અડચણરૂપ  બનતું નથી. કોપર-ટી કઢાવી નાખ્યા પછી તમે બહુ જલદી સંતાન ધારણ કરવા માટે સક્ષમ બની જાવ છો.

સમાગમ વખતે મને શિશ્નમાં દુખાવો અને પીડા થાય છે. શું મારા અંગની સાઈઝ બહુ મોટી હશે? અથવા એનું અંગ નાનું હશે? સમાગમ પૂરો થયા પછી ઓરલ સેક્સ કરી શકાય?

એક ભાઈ (મુંબઈ)

શિશ્ન કે યોનિમાર્ગ નાનામોટા હોવાથી પુરુષને પીડા થતી નથી. ક્યાં તો આપની લિંગની અગ્રત્વચા નાની અને ટૂંકી હશે આથી ઉપર સરકવામાં તકલીફ પડતી હશે અથવા તો અગ્રત્વચા શિશ્ન સાથે જ્યાં જોડાય છે તે પેશી ટૂંકી હશે. જેના ખેંચાણથી તમને દુખાવો થતો હશે. આનો ઉપાય સરળ છે. સર્જનને બતાવી દો. એમને જરૂરી જણાશે તો સુન્નતનું ઓપરેશન ફ્રેન્યુલોપ્લાસ્ટી કરીને આપની તકલીફ મટાડી શકાશે. એ પહેલાં પ્રયોગ કરવો હોય તો કોઈ સાદી લ્યુબ્રિકન્ટ જેલીનો ઉપયોગ કરીને જોઈ લો. જો કેવળ ઘર્ષણનો દુખાવો હશે તો લ્યુબ્રિકેશનના યોગ્ય ઉપયોગથી મટી જશે.

હું ૨૪ વર્ષની યુવતી છું, મારા સ્તન બહુ નાનાં છે, એથી હું લઘુતાગ્રંથિ અનુભવું છું. શું કોઈ એવી દવા, કસરત નથી, જેથી સ્તનનું કદ વધારી શકાય? મને ચિંતા થાય છે કે મારાં લગ્ન થશે ત્યારે શું કરીશ?

એક યુવતી (માંડવી)

* ચહેરાના ઘાટની જેમ સ્તનોનું કદ  પણ વારસાગત હોય છે અને કોઈ દવાથી ઘટાડી કે વધારી શકાતું નથી. વળી સ્તન કંઈ સ્નાયુઓના બનેલાં નથી હોતાં કે કોઈ કસરત દ્વારા એમને મોટાં કરી શકાય. હા, નિયમિત સામાન્ય કસરત કરતાં  રહેવાથી શરીરની ચુસ્તી જાળવી શકાય છે. મારું કહ્યું માનશો? આકર્ષક દેખાવા માટે સૌથી વધુ જરૂર આત્મવિશ્વાસની હોય છે. તમારા સ્તન નાનાં છે એટલા ખાતર લઘુતાગ્રિંથિ અનુભવો તે ખોટું છે. તેનાથી જાતીય સુખમાં પણ કોઈ મુશ્કેલી પડતી નથી.