Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : A 'Vastu-oriented' bedroom is a great source of comfort

Sahiyar: ઉત્તમ સુખકારી 'વાસ્તુલક્ષી' બેડરૂમ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: ઉત્તમ સુખકારી 'વાસ્તુલક્ષી' બેડરૂમ
સોર્સ : GSTV

જો દંપતિ પોતાના બેડરૂમની સજાવટ કરતી વખતે  વાસ્તુશાસ્ત્રના  કેટલાક નિયમોનું  ધ્યાન રાખે તો તેમના અંગત જીવનને ચાર ચાંદ લાગી શકે છેપરિણીત વ્યક્તિઓ માટે બેડરૂમ અત્યંત મહત્ત્વની અનેસંવેદનશીલ જગ્યા છે. નિંદ્રાવસ્થા વખતે વ્યક્તિના શરીરમાંથી કેટલાક તરંગો નીકળે છે અને કેટલાક તરંગોનું શોષણ પણ થાય છે. જો વ્યક્તિના શારીરિક તરંગો અને અલગ-અલગ દિશાઓમાંથી બાહ્ય રીતે આવતા તરંગો વચ્ચે તાલમેલ સધાયતોજસારી રીતેનિંદર આવેછેઅને સેક્સજીવનનો સંપૂર્ણ આનંદ માણી શકાય છે. જાણીતા વાસ્તુશાીઓ ભાર દઈને કહે છે કે બેડરૂમનીસજાવટવાસ્તુશાપ્રમાણેજથવીજોઈએ કારણ કે તેનો સીધો સંબંધ દાંમ્પત્યજીવન અને દંપતિના જાતીય જીવન સાથે છે.

App Store

 વાસ્તુશાસ્ત્રમાં શયનખંડની સજાવટ માટે કેટલાક ખાસ નિયમો આપેલા છે. આ નિયમ પ્રમાણે શયનખંડ ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં હોવો જોઈએ અને પલંગ શયનખંડના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં અને સુતી વખતે માથાનો ભાગ દક્ષિણ દિશામાં રાખવો જોઈએ અને રૂમનો ઉત્તર-પૂર્વભાગ ખાલી રાખવો જોઈએ. આ સિવાય શયનખંડમાં તિજોરી બને ત્યાં સુધી રાખવાનું ટાળવું જોઈએ અને જો રાખવી જ પડે તો એને પશ્ચિમ, દક્ષિણ કે પછી પશ્ચિમ-દક્ષિણ ખૂણામાં જ રાખવી જોઈએ. શયનખંડમાં વાસ્તુશાના નિયમ પ્રમાણે જો સામાન રાખવામાં આવે તો સારી નિંદર આવે છે અને સેક્સમાં પણ આનંદ મળેછે. આ સિવાય યોગ્ય વ્યવસ્થાને કારણે સકારાત્મક વિચાર આવેછે અને સંતાન ઉત્પતિ પર સારી અસર પડે છે. વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે શયનખંડની વ્યવસ્થાની વિગતવાર વાત કરીએ તો શયનખંડમાં  બાથરૂમ દક્ષિણ, પશ્ચિમ કે પછી દક્ષિણ-પૂર્વ ખૂણામાં જ બનાવવું જોઈએ. ડ્રેસિંગ ટેબલ કે અરીસો ઉત્તર કે પૂર્વ દિશાના સહારે જ રાખવો જોઈએ. આ સિવાય પલંગમાં અરીસો ન હોવો જોઇએ. કેટલાક લોકોને સેક્સ પ્રક્રિયા દરમિયાન અરીસામાં જોવું ગમતું હોયછે, પણ વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે સેક્સ પ્રક્રિયા વખતે રૂમના બધા અરીસા ઢાંકી દેવા જોઈએ નહીંતર લગ્નેત્તર સંબંધની સમસ્યા ઉભી થવાની શક્યતા વધે છે. એક સંશોધન પ્રમાણે શયનખંડમાં હળવું સંગીત, ઝાંખી રોશની, ઉત્તેજનમાં વધારો કરતી ફોટોફ્રેમ અને હળવા રંગના પડદાની હાજરી જાતીય જીવનને વધારે રસપ્રદ બનાવેછે.

સર્વોત્તમ સેક્સ પ્રક્રિયા માટે ચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો અને સેક્સોલોજિસ્ટોનો મત પણ  વાસ્તુશાસ્ત્રના નિયમોને મળતો આવે છે. ઉત્તમ સેક્સ માટે ટિપ્સ આપતા જાણીતા મનોચિકિત્સક કહે  છે કે 'ઉત્તમ જાતીય જીવન માટે શયનખંડમા હળવા લીલા રંગના પડદા રાખવા જોઈએ અને પલંગ પર સાફ અને ખુલતા રંગની ચાદર પાથરવી જોઈએ. શયનખંડમાં પલંગ ખૂણા પર હોય તો પુરુષ પોતાનો સંપૂર્ણ અધિકાર સમજે છે અને પુરુષ પણ  સ્ત્રીનું સંપૂર્ણ સમર્પણ પામીને રોમાંચિત થઈ જાયછે.

આ પ્રકારની વ્યવસ્થાથી પુરુષમાં એસ્ટ્રોજનનામના અંત:સ્ત્રાવ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે જે જાતીય જીવનને વધારે રોમાંચક બનાવી દે છે. બેડરૂમની દિવાલ પર એકાદ ફ્રેમ લગાડવાથી ફોરપ્લેની પ્રક્રિયાને વધારે રોમાંચક બનાવી શકાય છે.

જાતીયજીવનમાં શયનખંડના મહત્ત્વ વિશે વાત કરતા જાણીતા ગાયનેકોલોજિસ્ટ કહે છે કે આકર્ષક શયનખંડનું જાતીય જીવનમાં ભારે મહત્ત્વ છે. શયનખંડમાં પ્રવેશતા જ તાણમુક્ત પતિ-પત્નીમાં મધુરવાતો અને છેડછાડની શરૂઆત થઈ જાય છે અને ટેસ્ટોસ્ટેરોન તથા એસ્ટ્રોજન અંત:સ્ત્રાવનો પ્રવાહ વધી જાય છે. આ અંત:સ્ત્રાવોની અસર મગજના કેટલાક ખાસ કેન્દ્રો પર થાય છે અને શરીર સેક્સ પ્રક્રિયા માટે તૈયાર થઈ જાય છે.  

જાતીય જીવનને રસપ્રદ બનાવતી મહત્ત્વની વાસ્તુ ટિપ્સ

શયનખંડ વ્યક્તિને માનસિક અને શારીરિક આરામ આપતી એક અંગત જગ્યા છે, પણ જો એની વ્યવસ્થા વાસ્તુ પ્રમાણે ન કરવામાં આવી હોય તો એ આરામ આપવાને બદલે તણાવમાં વધારો કરે છે અને ત્યાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થવા લાગેછે. આમ, શયનખંડને વાસ્તુની મદદથી યોગ્ય રીતે ગોઠવવા અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે. 

* પલંગ લાકડાનો જ હોવો જોઈએ કારણ કે ધાતુના પલંગથી દંપતિ વચ્ચે ઇગોની સમસ્યા ઉભી થાયછે.

* પલંગને દિવાલ સાથે ટેકવીને રાખવાથી સંબંધો મજબૂત થાય છે.

* પલંગ જે દિવાલ સાથે ટેકવેલો હોય એમાં બારી ન હોવી જોઈએ કારણ કે જો બારી હોય તો વા લગ્નેત્તર સંબંધોની આશંકા ઉભી થાય છે.

* શયનખંડનો દરવાજો દક્ષિણ કે પશ્ચિમ દીવાલ પર ન હોવો જોઈએ.

* પલંગની સામે અરીસો ન હોવો જોઈએ. 

* શયનખંડમાં દક્ષિણ તરફ માથું રાખવાથી સેક્સની પ્રક્રિયામાં વધારે  આનંદ આવેછે.

 * પશ્ચિમ તરફ માથું  રાખવાથી  જાતીયજીવન સામાન્ય રહે છે, પણ નિંદર  બહુસરસ રીતે આવે  છે.

* ઉત્ત૨ તરફ માથું રાખવાથી જાતીયજીવનની સાથેસાથે સ્વાસ્થ્ય ઉપર પણ નકારાત્મક અસર પડે છે અને વધારે થાક લાગે છે.

* પૂર્વ દિશામાં માથું રાખીને સુવાથી હતાશા અનુભવાય છે.

* શયનખંડમાં ઓછામાં ઓછો  ઇલેકટ્રોનિક સામાન રાખવો જોઈએ.

* બેડરૂમમાં મંદિર કે  શ્રીયંત્ર જેવી પૂજા સામગ્રી રાખવાનું ટાળવું જોઈએ. જો કદાચ લાકડાનું મંદિર રાખવું જ પડે તો એને પડદાથી ઢાંકી દેવું જોઈએ. 

* શયનખંડની દીવાલોનો  રંગ  ગ્રે, બ્લેક કે બ્લુ રાખવાને બદલે હંમેશા હળવાશભર્યો રાખવાથી જાતીય જીવન સારું રહેછે.

* શયનખંડમાં ભ૨પૂર રોશની હોવી જોઈએ. - શયનખંડ હંમેશા સ્વચ્છ અને ક્રિએટિવ  વસ્તુઓથી સુસજ્જ હોવો જોઈએ.

* રોજસુતી વખતે દંપતિએ નાહીધોહીને હળવા રંગના કપડાં પહેરીને  સુવું જોઈએ અને કાળા કે  પછી ડાર્ક  રંગના કપડાં પહેરવાનું હંમેશા ટાળવું જોઈએ.