Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : A prayer that fills the heart with holiness

જ્યારે બધી આશા તૂટે ત્યારે ઈશ્વરનો આશરો: એક પ્રાર્થના જે હૃદયને પવિત્રતાથી ભરે

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
જ્યારે બધી આશા તૂટે ત્યારે ઈશ્વરનો આશરો: એક પ્રાર્થના જે હૃદયને પવિત્રતાથી ભરે
સોર્સ : gstv

હું પ્રવાહીમાં રસ છું, સૂર્ય અને ચાંદમાં પ્રકાશ, વેદોમાં, આકાશમાં અવાજ છું, લોકોમાં હિંમત છું, જમીનમાં સુગંધ, આગમાં તેની ચમક, તપસ્વીઓનું તપ અને જીવધારીઓનું જીવન છું.

App Store

- ભગવાન શ્રીકૃષ્ણ

પ્રભુના સિંહાસન પાસે દયા બે રીતે મેળવી શકાય છે: પાપના ખુલ્લા એકરારથી અને કરેલાં ખોટાં કર્મેાને સુધારી લેવાથી.

- ગુરુ ગ્રંથસાહેબ

હું ઈશ્વરથી ડરું છું અને ઈશ્વર પછી મુખ્યત્વે તેનાથી ડરું છું કે જે ઈશ્વરથી ડરતા નથી.

- શેખ સાદી

ઈશ્વરનું સરનામું હૃદય છે, મન નહીં.

- પાસ્કલ

એક સત્ય સ્વરૂપ પરમેશ્વરને વિજ્ઞાન અનેક નામે બોલાવે છે.

- ઋગ્વેદ

યોગી શિવને પોતાના આત્મામાં જુએ છે, પથ્થર માટીની મૂર્તિમાં નહીં. જેઓ તેને પોતાનામાં નથી જોતા તેઓ તેને તીર્થેામાં શોધે છે.

- શિવપુરાણ

પ્રથમ તું ઈશ્વરનો રાહ અને તેનું સત્ય શોધી કાઢ, પછી તને બધું મળી આવશે.

- બાઈબલ

આપણી જરૂરીયાતો જેટલી ઓછી એટલા માટે ઈશ્વરની નજીક હોઈએ છીએ.

- સોક્રેટીસ

ઈશ્વરનાં દર્શન આંખથી નથી થતાં, ઈશ્વરને શરીર નથી, તેથી તેનાં દર્શન શ્રદ્વાથી થાય છે.

- ગાંધીજી

જ્યાં સત્ય અને પ્રેમ છે ત્યાં ઈશ્વર છે.

- રેટી નોસ

તમારે પ્રભુને જોવા હોય તો તમારે પ્રભુમય બનવું જોઈએ.

- બર્નાડ શૅા

આપણે ઈશ્વર પાસે માંગણી નહીં, પણ ભેટ લઈને જઈએ, ત્યારે આપણને તેનો સાક્ષાત્કાર થાય છે.

- રવીન્દ્રનાથ ટાગોર

પરમાત્મા હંમેશાં કૃપાળુ છે. જે શુદ્વ અંતકરણથી તેની મદદ યાચે છે તેને તે અવશ્ય આપે છે.

- સ્વામી વિવેકાનંદ

જેવી રીતે પક્ષી દિવસ દરમિયાન ચારે તરફ ફરે છે, પરંતુ સાંજના સમયે તે પોતાના માળામાં આવીને સ્થિર થઈ જાય છે, તેવી રીતે જ જીવાત્મા જ્યારે સંસારના બધા પ્રકારનાં કામોમાં થાકીને ભટકી જાય છે ત્યારે વિશ્રામને માટે પરમેશ્વર પાસે પહોંચી જાય છે.

- વિનોબા ભાવે

હું કૈલાસમાં કે વૈકુંઠમાં નથી રહેતો, મારો વાસ ભક્તોના હૃદયમાં છે.

- અજ્ઞાત

જીભની ભાષા માણસો સારી રીતે સમજી શકે છે, હદયની ભાષાને ઈશ્વર ઉત્તમ રીતે સમજી શકે છે.

-વૉરરિક

માત્ર શાસ્ત્ર વાંચીને ઈશ્વરને જાણવો તે એવું છે કે જેમ નકશામાં બનારસ શહેરને જોઈને કોઈનેય એનું વિવરણ સંભળાવવું.

- રામકૃષ્ણ પરમહંસ

ઈશ્વર એક શાશ્વત બાળક છે, જે શાશ્વત બાગમાં શાશ્વત રમી રહ્યો છે.

- શ્રી અરવિંદ

ઈશ્વરના બે નિવાસસ્થાન છે: એક વૈકુંઠમાં અને બીજું નમ્ર અને કૃતજ્ઞા હૃદયમાં.

- આઈ ઝેક વૉટ્સન

હે ઈશ્વર! મારી દરેક જરૂરિયાત વખતે હું તારા તરફ આશાની મીટ માંડું છું અને મારી આશા કદી નકામી જતી નથી. હું તારો સ્પર્શ અને શાશ્વત પ્રેમ અનુભવું છું અને બધું ફરી રૂડું થઈ જાય છે.

-ર્લાંગફેર્લેા

ઈશ્વર મનુષ્યને કહે છે કે હું તારે માટે મનુષ્ય બનું છું. માટે તુ મારે માટે ભગવાન નહીં બને તો મને અન્યાય કરીશ.

- મિસ્ટર એકહાર્ડ

જ્ઞાન, ઉપાસના અને કર્મ- આ ઈશ્વરપ્રાપ્તિના ત્રણ જુદા જુદા માર્ગ નથી,આ ત્રણેય મળીને એક જ માર્ગ છે.

- લોકમાન્ય તિલક

કોઈએ એક સંતને ખંજર માર્યું. સંતે કહ્યું :'તું પણ ભગવાન છે.'

- રેનૉલ્ડ નીવર

ઈશ્વરની કોઈ બૌદ્વિક પરિભાષા આપી શકાય નહી. એની તો આત્માથી જ અનુભૂતિ થઈ શકે.

- ડૉ. રાધાકૃષ્ણન્

ઈશ્વર પોતાના બાળકોની આંખો કદી આંસુથી ધુએ છે, જેથી તેઓ તેની પ્રકૃતિ અને આદેશ બરાબર વાંચી શકે.

- કાઈલર

આ વિશ્વને જોઈને મને આશ્ચર્ય થાય છે. હું એ વિચારી પણ શક્તો નથી કે માણસ દેખાય છે, પણ એનો રચયિતા દેખાતો નથી.

- વૉલ્ટેર