Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : A personality without pride and a heart without deceit

Dharmlok : અભિમાન વિનાનું વ્યક્તિત્વ અને કપટ વગરનું હૃદય: શ્રેષ્ઠ જીવન જીવવા માટેનો અનિવાર્ય મંત્ર

Timeછેલ્લું અપડેટ : 12 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : અભિમાન વિનાનું વ્યક્તિત્વ અને કપટ વગરનું હૃદય: શ્રેષ્ઠ જીવન જીવવા માટેનો અનિવાર્ય મંત્ર
સોર્સ : gstv

- રાજ સંઘવી

App Store

 હું તને તારી ભક્તિથી ખુશ થઇને એવું વરદાન આપું છું કે દુનિયામાં જે પણ બિમાર છે, તે બિમારમાંથી જેમનો પણ તું સ્પર્શ  કરીશ તે બિમારનો રોગ તત્કાળ દૂર થઈ જશે,

એક સંત. નાનકડું તેમનું મંદિર  અને તેમાં એકદમ નાનકડાં પરમાત્મા. જોકે પરમાત્માની પ્રતિમા નાની પણ સંતનો સમર્પણ ભાવ ખૂબ જ ઊંચો. જયારે સમય મળે ત્યારે પ્રભુની ભક્તિ કરે.

એક દિવસ સંતની પરમ ભક્તિથી પરમાત્મા પ્રસન્ન થઈ ગયા. તેમણે સંતને વરદાન માંગવા કહ્યું તો સંતે વિનમ્રભાવે ના કહી કે, 'પ્રભુ ! આપ પ્રસન્ન થયા છો, એ જ મારા માટે આનંદની વાત છે. આનાથી વધુ મારે કંઈ જ નથી જોઈતું.બસ આપની કૃપાદ્રષ્ટિ સતત મારા ઉપર વરસતી રહે !' 

પરમાત્માએ સસ્મિત સંતને કહ્યું, 'હ્ય્હ્ર્ખ્તઠ્ઠછ ખ્તશ્નૈ્ીદ્યહ્રશ્ર' અર્થાત્ પરમાત્માનાં દર્શન ક્યારેય નિષ્ફળ જતા નથી. તેથી કંઈક તો તમારે માંગવું જ પડશે.' પરમાત્મા આપવા તૈયાર જ હતા. હવે લીધા વિના ચાલે તેમ ન હતું, તો સંતે પરમાત્માને કહ્યું, 'પ્રભુ ! મારે તો કંઈ જોઈતું નથી છતાં આપને કંઈ આપવું જ હોય તો આપો, આપ જે આપો તે લેવા હું તૈયાર છું.'

સંતનો ઉચ્ચતમ ભાવ જાણીને પરમાત્મા  ખુશ થઈ ગયા. પરમાત્માએ સંતને વરદાન આપતા કહ્યું, 'વત્સ ! હું તને તારી ભક્તિથી ખુશ થઇને એવું વરદાન આપું છું કે દુનિયામાં જે પણ બિમાર છે, તે બિમારમાંથી જેમનો પણ તું સ્પર્શ  કરીશ તે બિમારનો રોગ તત્કાળ દૂર થઈ જશે, તે બિમારની બિમારી તરત દૂર થઈ જશે, તે બિમાર સુશીઘ્ર સ્વસ્થ થઈ જશે. માત્ર મનુષ્યની જ વાત નથી, કોઈ બિમાર પશુ-પક્ષીનો સ્પર્શ કરીશ, તો તે પણ સ્વસ્થ થઈ જશે. અરે, તું પાનખર ઋતુમાં પર્ણ વિનાના વૃક્ષનો સ્પર્શ કરીશ તો તે વૃક્ષ પણ પર્ણોથી હર્યું-ભર્યું થઈ જશે - લીલુછમ થઈ જશે !'

વરદાનનું શ્રવણ થતાં જ આપણે હોઈએ તો ખુશખુશ થઈ જઈએ, પણ સંત ચિંતિત થઈ ગયા. તેમણે પરમાત્માને વિનંતી પૂર્વક કહ્યું, 'પ્રભુ ! આપે આટલી કૃપા કરી છે તો થોડી હજી વધુ કૃપા કરો. સૌના રોગો દૂર થાય એ સારું જ છે, પણ તે મારા પોતાના સ્પર્શથી નહીં પણ મારી છાયાથી થાય તેવું કરો. આવું કરવા પાછળ કારણ પ્રભુ ! આટલું જ છે કે જો મારી છાયાના સ્પર્શથી થશે તો તે મારી પાછળ થશે, અને મારી સામે સતત આવું થતું રહેશે તો ક્યારેક મારી ભીતર અહંકાર પ્રગટ થઈ જશે, અને જો અહંકાર થશે તો મારા પ્યારા પ્રભુ, આપ મારાથી દૂર થઈ જશો. આપ દૂર ના થાઓ એટલા માટે મારી આ ભાવના છે !! ભક્ત માટે અહંકાર એ આગ સમાન છે.