Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : A guide to the principle of karma, 11 things to understand

Dharmlok: કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન, જાણો 11 સમજવા જેવી વાતો

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Dharmlok: કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન, જાણો 11 સમજવા જેવી વાતો
સોર્સ : GSTV

 

App Store
  1. ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતાં, જીવનના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે.
  2. નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહીં થાય.
  3. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે એ જ, આપણા જીવનની સૌથી મોટી સફળતા છે.
  4. દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી થતો નથી.
  5. માણસાઈ દિલમાં હોય છે. હેસિયતમાં નહીં, ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે, વસિયત નહીં.
  6. તમે ગમે તેટલા શતરંજના મોટા ખેલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે.
  7. પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે અને સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે.
  8. જીવનમાં સ્વાર્થ પુરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છુટી ગયાં પછી કોઈ કોઈની રાહ જોતું નથી.
  9. જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે.
  10. ઇશ્વર જ્યારે આપે છે, ત્યારે સારું આપે છે અને નથી આપતો, ત્યારે વધુ સારુ મેળવવાનો રસ્તો આપે છે, પણ જ્યારે રાહ જોવડાવે છે... ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે.
  11. આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે, પણ આચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે.
ટોપિક્સ:principles of karmakarmagstv news