આજે World Environment Day: જાણો ક્યારે થઈ હતી તેની શરૂઆત, આ વર્ષે કઈ થીમ સાથે ઉજવાશેતેની શરૂઆત

પર્યાવરણ સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂને ઉજવવામાં આવે છે. પર્યાવરણીય સંરક્ષણ એ આપણા બાળકો અને ભાવિ પેઢીઓ માટે વધુ સારું અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. મનુષ્ય અને પર્યાવરણ વચ્ચેના ઊંડા જોડાણને સમજવું મહત્ત્વપૂર્ણ છે. તો જ લોકો તેના પ્રત્યેની જવાબદારી સમજશે.
વિશ્વ પર્યાવરણ દિવસનો ઈતિહાસ
વર્ષ 1972માં, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) એ માનવ પર્યાવરણ પર સ્ટોકહોમ કોન્ફરન્સ દરમિયાન 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો હતો. જે પછી દર વર્ષે આ દિવસની ઉજવણી થવા લાગી. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ 1973માં "Only One Earth" થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો.
વિશ્વ પર્યાવરણ દિવસ 2024ની થીમ
દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ એક થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ 'Land Restoration, Desertification, and Drought Resilience' છે. વર્ષ 2023 માં, આ દિવસ 'Beat Plastic Pollution' થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો.
વિશ્વ પર્યાવરણ દિવસનું બીજું નામ
5મી જૂને ઉજવાતા વિશ્વ પર્યાવરણ દિવસને 'વનમહોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
પર્યાવરણ દિવસનું મહત્ત્વ
ભારત સહિત અન્ય ઘણા દેશોમાં પ્રદૂષણની સમસ્યા જોવા મળી રહી છે. સતત વધી રહેલું પ્રદૂષણ માત્ર મનુષ્યો માટે જ નહીં પરંતુ આપણી પ્રકૃતિ માટે પણ જોખમી છે. સ્વસ્થ અને સ્વચ્છ પ્રકૃતિ માનવ જીવનનો આધાર છે. કુદરત આપણને જીવન જીવવા માટે જરૂરી તમામ વસ્તુઓ પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં, તેનું શોષણ આપણા જીવનને અસર કરી શકે છે. પર્યાવરણ દિવસની ઉજવણી પ્રકૃતિને પ્રદૂષણ અને અન્ય જોખમોથી બચાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી.
સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ અને ઉર્જા સંરક્ષણ જેવા પગલા અપનાવીને આપણે પર્યાવરણના રક્ષણમાં મોટો ફાળો આપી શકીએ છીએ.

