Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી : Tricks to remove holi colors

Holi 2024 / હોળીનો ગમે તેવો પાક્કો રંગ હશે તો પણ નિકળી જશે, બસ અપનાવજો આ ટ્રિક્સ

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2024
લાઇવ ટીવીGoogle News
Holi 2024 / હોળીનો ગમે તેવો પાક્કો રંગ હશે તો પણ નિકળી જશે, બસ અપનાવજો આ ટ્રિક્સ

રંગોનો તહેવાર હોળી આપણને સૌને તેની ખુશીઓમાં ડુબાડી દે છે. પરંતુ હોળી રમ્યા બાદ સૌથી મોટી સમસ્યા રંગોને દૂર કરવાની છે. કેટલાક રંગો એટલા પાક્કા હોય છે કે તે સરળતાથી ઉતરી શકતા નથી. જેના કારણે ત્વચાને પણ નુકસાન થઈ શકે છે. પરંતુ, અમે તમારા માટે 5 સરળ ટ્રિક્સ, લાવ્યા છીએ જે ખૂબ જ હઠીલા રંગને પણ મિનિટોમાં ગાયબ કરી દેશે. આ ટિપ્સ અપનાવવાથી તમે ન માત્ર રંગો સરળતાથી દૂર કરી શકશો, પરંતુ તમારી ત્વચા પણ ચમકદાર અને સુંદર દેખાવા લાગશે. તો આવો જાણીએ તે ટ્રિક્સ, વિશે.

App Store

નાળિયેર તેલ અથવા સરસવનું તેલ

હોળી રમતા પહેલા તમારી ત્વચા પર નારિયેળ અથવા સરસવનું તેલ લગાવો. આ તેલ ત્વચા પર એક રક્ષણાત્મક સ્તર બનાવે છે, જેના કારણે રંગ સરળતાથી ચોંટતો નથી. પછી જ્યારે તમે રંગ દૂર કરો છો, ત્યારે તે કોઈપણ મુશ્કેલી વિના દૂર થઈ જશે. આ રીતે તમે તમારી ત્વચાને રંગના નુકશાનથી પણ બચાવી શકો છો.

ચણાનો લોટ અને દહીં

ચણાના લોટ અને દહીંનું પેક રંગ દૂર કરવામાં ખૂબ અસરકારક છે. ચણાના લોટમાં થોડું દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને રંગ લગાવ્યો હોય તે જગ્યા પર લગાવો. 20 મિનિટ પછી ધોઈ લો, રંગ સરળતાથી ઉતરી જશે.

લીંબુનો રસ

લીંબુનો રસ રંગ દૂર કરવા અને ત્વચાને તાજી રાખવાનો એક ઉત્તમ ઉપાય છે. જો રંગ લાગવેલી જગ્યા પર લીંબુનો રસ લગાવો અને થોડી વાર પછી ધોઈ લો. લીંબુની અંદર રહેલું એસિડ રંગને સરળતાથી દૂર કરે છે અને તમારી ત્વચાને સ્વચ્છ અને તાજી બનાવે છે.

ચંદન પાવડર અને ગુલાબજળ

ચંદનના પાવડરમાં ગુલાબજળ ભેળવીને પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર અથવા શરીરના તે ભાગ પર લગાવો જ્યાં રંગ લગાવ્યો છે. તેને સુકાવા દો અને પછી ધોઈ લો. તેનાથી તમારી ત્વચાને ઠંડક મળશે અને રંગ પણ સરળતાથી ઉતરી જશે.

બટાકાની સ્લાઈસ

જો હોળીનો રંગ સરળતાથી દૂર ન થતો હોય તો તેને બટાકાની સ્લાઈસથી ઘસો. બટાકામાં કુદરતી બ્લીચિંગ ગુણ હોય છે જે રંગને નિખારવામાં મદદ કરે છે. આ પદ્ધતિ ખૂબ જ સરળ અને અસરકારક છે. બટાકાને જ્યાં રંગ લગાવવામાં આવ્યો છે તે જગ્યા પર સારી રીતે ઘસો અને થોડી વાર પછી ધોઈ લો. આનાથી રંગ ઉતરી જશે અને તમારી ત્વચા સાફ દેખાશે.