Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : These places are perfect for family trip in December

Travel Places / ડિસેમ્બરમાં પરિવાર સાથે મુસાફરી કરવા માટે પરફેક્ટ છે આ જગ્યાઓ, બજેટમાં પ્લાન કરો ટ્રિપ

Timeછેલ્લું અપડેટ : 17 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Travel Places / ડિસેમ્બરમાં પરિવાર સાથે મુસાફરી કરવા માટે પરફેક્ટ છે આ જગ્યાઓ, બજેટમાં પ્લાન કરો ટ્રિપ
સોર્સ : GSTV

ડિસેમ્બર વર્ષનો છેલ્લો મહિનો છે, તેથી જે લોકો પોતાની રજાઓ બચાવીને રાખે છે તેઓ ફરવા જવાનું આયોજન કરવા માટે ઉત્સુક હોય છે. જો તમે પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો અમે તમને ભારતના કેટલાક સુંદર સ્થળો વિશે જણાવીશું. તમે આ સ્થળોએ બજેટમાં યાદગાર યાત્રાનો આનંદ માણી શકો છો, ત્યાંની શાંતિ અને સુંદરતા તમારું દિલ જીતી લેશે.

App Store

આસામ

જો તમે લીલાછમ જંગલો, ચાના બગીચાઓ અને ઊંચા પર્વતો જોવા માંગતા હોવ, તો આસામ જાઓ. આસામમાં ફરવા માટે ચાના બગીચા, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, કામાખ્યા મંદિર અને શિવસાગર સહિત ઘણી જગ્યાઓ છે. તમે તમારા બજેટના અહીંની ટ્રિપ પ્લાન કરી શકો છો.

દાર્જિલિંગ

દાર્જિલિંગ ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશનોમાંનું એક છે. અહીંનું હવામાન હંમેશા સુખદ હોય છે. તમે અહીં ટોય ટ્રેન, ટાઈગર હિલ્સ, તાસિયા લૂપ, જાપાનીઝ મંદિર અને રોક ગાર્ડન વગેરેનો આનંદ માણી શકો છો. જો તમે દાર્જિલિંગ જાઓ, તો અહીંના સ્થાનિક ખોરાકનો સ્વાદ માણવાનું ન ભૂલશો.

ઉદયપુર

તમે તમારા પરિવાર સાથે રોયલ સિટીની મુલાકાત પણ લઈ શકો છો. ઉદયપુર પણ પરિવાર સાથે ફરવા માટે શ્રેષ્ઠ સ્થળોમાંથી એક છે. ઉદયપુરને તળાવોના શહેર તરીકે ઓળખવામાં આવે છે. તેના ઐતિહાસિક મહેલો તમને ઈતિહાસનો પરિચય કરાવશે.

શિમલા

જો તમે તમારા પરિવાર સાથે બરફવર્ષાનો આનંદ માણવા માંગતા હોવ, તો હિમાચલ પ્રદેશના સુંદર શહેર શિમલાની મુલાકાત લો. ફરવા ઉપરાંત, તમે સ્નો સ્પોર્ટ્સનો પણ આનંદ માણી શકો છો. અહીં બરફવર્ષાનો નજારો પણ અદ્ભુત લાગે છે.

જેસલમેર

રાજસ્થાનનું સુવર્ણ શહેર, જેસલમેર, ડિસેમ્બરમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંથી એક છે. ડિસેમ્બરમાં પણ જેસલમેરમાં ખૂબ ઠંડી નથી પડતી. અહીં તમે રણમાં ઊંટની સવારીનો આનંદ માણી શકો છો. તમે જેસલમેરમાં ઐતિહાસિક સ્થળો પણ જોઈ શકો છો.

કેવી રીતે આયોજન કરવું?

તમે જે સ્થળની મુલાકાત લેવા માંગો છો તેની સંપૂર્ણ માહિતી એકત્રિત કરો. ત્યાંના હવામાન અને મુલાકાત લેવા માટેના સ્થળો વિશે જાણો. આનાથી તમારા માટે સ્થળ પસંદ કરવાનું સરળ બનશે. તમે જે પણ સ્થળ પસંદ કરો છો, તત્યાં હોટેલ અગાઉથી બુક કરવાનું ન ભૂલશો. ડિસેમ્બર દરમિયાન પ્રવાસન સ્થળો પર ભીડ વધુ હોઈ શકે છે, તેથી યોગ્ય તૈયારી સાથે જ ફરવા જાઓ.