VIDEO: લગ્ન પછી ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો હનીમૂન માટે બેસ્ટ છે કેરળના આ 5 સ્થળો
લગ્ન બાદ હનીમૂન એ દરેક કપલના જીવનનો સૌથી ખાસ અને યાદગાર ક્ષણ હોય છે. જો તમે તમારી પહેલી સફરને રોમેન્ટિક, શાંતિપૂર્ણ અને સુંદર બનાવવા માંગતા હોવ, તો કેરળ તમારા માટે યોગ્ય સ્થળ છે. અહીં, તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો, આ સફરને જીવનભર માટે યાદગાર બનાવી શકો છો.
કેરળમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો
મુન્નાર
મુન્નાર એ કેરળના ઇડુક્કી જિલ્લામાં સ્થિત એક સુંદર હિલ સ્ટેશન છે, જે તેના ચાના બગીચાઓ અને ઠંડી ખીણો માટે પ્રખ્યાત છે. 1500-2500 મીટરની ઊંચાઈ પર સ્થિત, આ સ્થળ કપલ્સ માટે રોમેન્ટિક રજાઓ ગાળવા માટે બેસ્ટ છે, જ્યાં તેઓ ચાના બગીચાઓમાં ફરવા, ધોધની મુલાકાત લેવા અને ટ્રેકિંગનો આનંદ માણી શકે છે.
અલેપ્પી
ભારતના વેનિસ તરીકે પણ ઓળખાતું, અલેપ્પી કેરળમાં જોવા માટેના સૌથી સુંદર સ્થળોમાંનું એક છે. તે મુખ્યત્વે તેની અદ્ભુત હાઉસબોટ અને બેકવોટર માટે જાણીતું છે, જે અલેપ્પીને કેરળમાં જોવા માટેના સૌથી અનોખા સ્થળોમાંનું એક બનાવે છે. તમે જ્યાં પણ જુઓ, ત્યાં શાંતિ, પાણી, લીલાછમ ડાંગરના ખેતરો અને નારિયેળના બગીચાઓ જોવા મળશે.
વાયનાડ
કેરળમાં આવેલું વાયનાડ પ્રકૃતિ પ્રેમીઓ અને એડવેન્ચરના શોખિનો માટે એક ઉત્તમ સ્થળ છે, જે પશ્ચિમ ઘાટની હરિયાળી, ધુમ્મસવાળી ટેકરીઓ, દૂધિયા ધોધ અને મસાલાના વાવેતર માટે પ્રખ્યાત છે. ચેમ્બ્રા શિખર સુધી ટ્રેકિંગ, બાણાસુર સાગર ડેમ પર બોટિંગ, એડક્કલ ગુફાઓની મુલાકાત અને સફારી ટોપ એક્ટિવિટીમાંની એક છે.
કોવલમ
કોવલમ બીચ એક અર્ધચંદ્રાકાર આકારનો બીચ છે જેમાં 17 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે, જે તેની ત્રણ એકબીજા સાથે જોડાયેલી ખાડીઓ માટે જાણીતો છે. આ સ્થળ સન બાથ, સ્વિમિંગ અને કેટામરન ક્રુઝિંગ માટે લોકપ્રિય છે.
કોચી
કોચી એક એવી જગ્યા છે જ્યાં ઈતિહાસ અને આધુનિકતા સાથે જોવા મળે છે. તેમાં સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ પણ છે, જે ભારતનું સૌથી જૂનું યુરોપિયન ચર્ચ છે, જે વાસ્કો દ ગામાના છેલ્લા અવશેષોને રાખવા માટે પ્રખ્યાત છે.

