International Trip / મહિલા સોલો ટ્રાવેલર માટે સુરક્ષિત છે આ દેશો, બજેટમાં પ્લાન કરી શકો છો ટ્રિપ

જે લોકોને ફરવા જવું પસંદ છે, તેઓ ચોક્કસપણે વિદેશ પ્રવાસનું સ્વપ્ન જુએ છે. મોટાભાગની સ્ત્રીઓ વિદેશી નજારાઓને લઈને ઉત્સાહિત હોય છે અને વિદેશ પ્રવાસનું સ્વપ્ન જુએ છે. જોકે, એકલા મુસાફરી કરવી હજુ પણ મહિલાઓ માટે સરળ કાર્ય નથી. સુરક્ષા, નાણાકીય પરિસ્થિતિ અને અન્ય વિવિધ સામાજિક અને કૌટુંબિક કારણો મહિલાઓને એકલા મુસાફરી કરતા અટકાવે છે. છતાં કેટલાક વિદેશી સ્થળો છે જે તેમને આકર્ષે છે.
આ વિદેશી સ્થળોની મુલાકાત લેવા માટે ઓછા બજેટની જરૂર પડે છે અને તે સુરક્ષા પણ પ્રદાન કરે છે. તેથી, જે મહિલાઓ સોલો ટ્રાવેલ અથવા ગર્લ્સ ટ્રિપ પસંદ કરે છે તેઓ વિદેશ યાત્રા માટે વિકલ્પો શોધી શકે છે. ચાલો તમને આવા કેટલાક દેશો વિશે જણાવીએ.
બાલી
આ સુંદર ઈન્ડોનેશિયન સ્થળ મહિલાઓ માટે પરફેક્ટ વિકલ્પ હોઈ શકે છે. અહીં તમને વિઝા ઓન અરાઈવળની સુવિધા મળે છે અને તે પણ 2500 રૂપિયામાં. ફ્લાઈટનું ભાડું 25,000થી 28,000 રૂપિયા હોઈ શકે છે. હોટેલ રહેવાનો ખર્ચ પ્રતિ રાત્રિ 1,500 રૂપિયા હોઈ શકે છે અને ખાણીપીણી માટે પ્રતિ દિવસ 800 રૂપિયાનો ખર્ચ થઈ શકે છે.
મલેશિયા
ભારતીય પ્રવાસીઓ માટે મલેશિયા વિઝા ફ્રી દેશ છે. અહીં પહોંચવા માટે ફ્લાઈટ ભાડું 18,000 રૂપિયા હોઈ શકે છે, જ્યારે રહેવાનો ખર્ચ પ્રતિ રાત્રિ 1,800 રૂપિયા અને ખાવાનો ખર્ચ પ્રતિ દિવસ 1,000 રૂપિયા હોઈ શકે છે.
ભૂટાન
ભારતીય મહિલાઓ ભૂટાનમાં પણ વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે. જોકે, તેમણે રોડ અથવા હવાઈ માર્ગે મુસાફરી કરવા માટે પરમિટ મેળવવી છે. ભારતથી પારો માટે ફ્લાઈટ ઉપલબ્ધ છે. ટિકિટનો ખર્ચ આશરે 25,000 રૂપિયા, રહેવાનો ખર્ચ પ્રતિ રાત્રિ 1,000 રૂપિયા અને ભોજનનો ખર્ચ પ્રતિ દિવસ 600 રૂપિયા હોઈ શકે છે. અહીં તમે હિમાલયના દૃશ્યો, સાંસ્કૃતિક સુંદરતા જોઈ શકો છો અને ભૂટાનની શાંતિનો અનુભવ કરી શકો છો.
વિયેતનામ
વિયેતનામ મુસાફરી માટે ઈં-વિઝા અથવા વિઝા ઓન અરાઈવલ ઉપલબ્ધ છે. દિલ્હી, મુંબઈ અને કોલકાતાથી હનોઈ અથવા હો ચી મિન્હ સિટી સુધીની સીધી ફ્લાઈટ્સ ઉપલબ્ધ છે. વિયેતનામ માટે ફ્લાઇટ ટિકિટનો ખર્ચ લગભગ 9,000 રૂપિયા છે. રહેવા અને ખાવાનો ખર્ચ પ્રતિ દિવસ 1,000થી 1,500 રૂપિયા હોઈ શકે છે.

