Long Weekend / ગુડ ફ્રાઈડેના લોંગ વીકએન્ડ પર આ ઓછા ખર્ચાળ સ્થળોની લો મુલાકાત

ફરવાના શોખીનો માત્ર તકની રાહ જોતા હોય છે. નોકરી કરતા લોકો માટે, લોંગ વીકએન્ડ એક સુવર્ણ તક સમાન છે, જ્યારે તમે કોઈપણ રજા લીધા વગર કે પૈસા કપાયા વિના પ્રવાસનું આયોજન કરી શકો છો. ભારતમાં આવા ઘણા સ્થળો છે, જ્યાં મુલાકાત લેવા માટે બેથી ત્રણ દિવસની રજા પૂરતી છે. આવતીકાલે એટલે કે 29મી માર્ચે ગુડ ફ્રાઈડે ઉજવવામાં આવશે. જો તમારી પાસે શનિવાર-રવિવારે રજા હોય તો આ ઓછી ખર્ચાળ અને શાંતિનો અનુભવ કરાવતી જગ્યાઓ પર ફરવા જઈ શકો છો. અહીં તમે સાહસિક પ્રવૃત્તિઓ પણ કરી શકો છો.
મુક્તેશ્વર
ઓછા બજેટમાં લોંગ વીકએન્ડની રજાઓ ગાળવા માટે મુક્તેશ્વર શ્રેષ્ઠ છે. મુક્તેશ્વર ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલું છે. આ સ્થળ ખાસ કરીને તેની સાહસિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત છે. અહીં આવીને તમે રેપેલિંગ, રોક ક્લાઈમ્બિંગ તેમજ ટ્રેકિંગનો આનંદ માણી શકો છો. આ સિવાય તમે મુક્તેશ્વર મંદિર જોઈ શકો છો.
પાલમપુર
હિમાચલમાં આવેલું પાલમપુર ખૂબ જ સુંદર અને બજેટ ડેસ્ટિનેશન છે. આ સ્થળને જોવા માટે બેથી ત્રણ દિવસ પૂરતા છે. ચાના બગીચા જોવા માટે દક્ષિણ ભારતમાં જવાની જરૂર નથી, તમે પાલમપુર આવીને પણ આ સુંદર નજારો જોઈ શકો છો. જો તમે ટ્રેકિંગના શોખીન છો, તો કરેરી તળાવ તરફ જાવ. આ સિવાય તમે બીર બીલિંગમાં આવીને પેરાગ્લાઈડિંગનો અનુભવ પણ કરી શકો છો.
ટિહરી
ઉત્તરાખંડમાં ધનોલ્ટીથી થોડા કલાકોની મુસાફરી કરીને, તમે ટિહરી પહોંચી શકો છો, જે મિત્રો સાથે મોજ-મસ્તી કરવા માટેનું એક ઉત્તમ સ્થળ છે. તમે અહીં ઘણી સાહસિક પ્રવૃત્તિઓ અજમાવી શકો છો. રહેવા માટે, અહીં ફ્લોટિંગ હટ અજમાવો, જે તમને માલદીવમાં હોવાનો અહેસાસ કરાવે છે. તમે ધનોલ્ટીથી ટિહરી જતા માર્ગમાં કાનાતલને પણ આવરી શકો છો.
ગોશાલ
સિમલા-મનાલીમાં લોંગ વીકએન્ડમાં સૌથી વધુ ભીડ હોય છે, જેના કારણે અહીં હોટલથી લઈને ખાવા-પીવાની દરેક વસ્તુ મોંઘી થઈ જાય છે, આવી સ્થિતિમાં તમે નાની ટ્રિપમાં પણ ઘણા પૈસા ખર્ચી નાખશો, તેથી મનાલી નજીકમાં આવેલા ગોશાલ ગામ તરફ જાઓ. જે જૂની મનાલીથી માત્ર 4 કિમી દૂર છે. ચારે બાજુ બરફથી ઢંકાયેલા પહાડો અને સફરજનના બગીચા આ ગામની સુંદરતામાં વધારો કરે છે. અહીં આવીને તમે હિમાચલની સંસ્કૃતિને વધુ નજીકથી જોઈ શકો છો.

