Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : Paradise for elephants This place in India is best for travel; Learn how to get here

VIDEO: World Elephant Day / હાથીઓ માટે સ્વર્ગ છે ભારતની આ જગ્યા, મુસાફરી માટે છે શ્રેષ્ઠ; જાણો અહીં કેવી રીતે પહોંચવું

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દર વર્ષે, 12 ઓગસ્ટને વિશ્વ હાથી દિવસ (World Elephant Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત હાથીઓનું રક્ષણ કરવા અને તેમની સંખ્યા વધારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતમાં સૌથી વધુ હાથી ક્યાં જોવા મળે છે અને ત્યાં કેવી રીતે પહોંચવું તે જાણો.

App Store

નગરહોલ ટાઇગર રિઝર્વ, કર્ણાટક

દક્ષિણ ભારતમાં ઘણા સુંદર રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને નાગરહોલ તેમાંથી એક છે. તે મૈસુર અને કોડાગુ વચ્ચે ફેલાયેલું છે. અહીં એશિયન હાથીઓની મોટી વસ્તી હોવાનું કહેવાય છે. કર્ણાટક ટુરીઝમ તેને વિશ્વના સૌથી મોટા એશિયન હાથીઓના ટોળામાંના એક તરીકે ગણાવે છે.

કાબિની પ્રદેશ પણ પ્રખ્યાત છે

આ રિઝર્વ પાર્કની મુલાકાત લેતી વખતે, કાબિની પ્રદેશની પણ મુલાકાત લો. ખાસ કરીને કાબિનીમાં જીપ અને બોટ સફારી બંનેનો આનંદ માણી શકાય છે. નાગરહોલમાં વન વિભાગ તરફથી સવાર અને સાંજ સફારી ચલાવે છે.

નાગરહોલ કેવી રીતે પહોંચવું

મૈસુર નાગરહોલથી માત્ર 80 થી 90 કિલોમીટર દૂર છે. ટ્રેન અથવા ફ્લાઇટ દ્વારા મૈસુર પહોંચ્યા પછી, તમે ટેક્સી દ્વારા નાગરહોલ પહોંચી શકો છો. બેંગલુરુથી અંતર આશરે 240 કિલોમીટર છે.

મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ક્યારે છે?

નાગરહોલની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર અને મે વચ્ચેનો છે. ચોમાસા પછી, હવામાન ખુશનુમા બને છે, અને શિયાળા સુધી તેનું કુદરતી સૌંદર્ય અકબંધ રહે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસ રહેવાની ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. તમે ફોરેસ્ટ લાઉન્જ, રિસોર્ટ, હોટલ અથવા હોમસ્ટેમાંથી પસંદ કરી શકો છો.