Travel Places : મુસાફરી દરમિયાન જરૂર સાથે રાખો આ ટ્રાવેલ ગેજેટ્સ, દરેક સ્થળે આવશે કામ

આજના આ સમયમાં ટ્રાવેલનો શોખ દરેક લોકો માટે ખાસ બની ગયો છે. ટ્રાવેલિંગના શોખીન લોકો માટે આ આર્ટિકલ ખાસ છે. આમ વાત કરવામાં આવે તો ટ્રાવેલ કરતી વખતે માત્ર કપડાં પર જ નહીં, પરંતુ બીજા અનેક ગેજેટ્સની જરૂર પડતી હોય છે. મોબાઇલ ફોન વિશે તો દરેક લોકો જાણતાં હોય છે, પરંતુ આ ગેજેટ્સ વિશે બહુ ઓછાં લોકો જાણતાં હોય છે. આ ગેજેટ્સ તમે સાથે રાખીને ટ્રાવેલિંગ કરો છો તો મુશ્કેલ સમયમાં તમને અનેક રીતે કામમાં આવી શકે છે. તો જાણો આ જરૂરી ગેજેટ્સ વિશે જે તમારે ટ્રાવેલિંગ સમયે ખાસ સાથે રાખવા જોઇએ.
આ ટ્રાવેલ ગેજેટ્સ ખાસ સાથે રાખો
સૌથી પહેલાં વાત કરવામાં આવે તો યુનિવર્સલ એડોપ્ટર અને કન્વર્ટરની. તમે વિદેશમાં ટ્રાવેલ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ વસ્તુ ખાસ સાથે લઈ જવી, કારણકે અલગ અલગ દેશના પ્લગ પોઇન્ટ તેમજ પ્લગ સોકેટ્સ અલગ હોઈ શકે છે. આ માટે તમને આ ગમે ત્યારે કામમાં આવી શકે છે.
પાવર બેન્ક સૌથી જરૂરી છે. કેમેરા, ફોન તેમજ બીજા ગેજેટ્સમાં બેટરી હોય તો એ જલદી પૂરી થઈ જાય છે. આ સમયે તમને પાવર બેન્ક અનેક રીતે કામમાં આવી શકે છે. ફોન તેમજ બીજા ગેજેટ્સની જ્યારે બેટરી પૂરી થઈ જાય ત્યારે તમને પાવર બેન્ક કામમાં આવી શકે છે. આ તમારી મુસાફરીને સરળ બનાવે છે.
ટ્રાવેલ એક્સટેન્શન કોર્ડ જે એક આઉટલેટથી અનેક ડિવાઇસ ચાર્જ કરવામાં મદદ કરે છે. મોબાઇલ, લેપટોપ, પાવર બેન્ક, ટેબ, ઇયરબડ્સ જેવા અનેક ગેજેટ્સ તમે એકસાથે ચાર્જ કરી શકો છો.
પોર્ટેબલ વાઇફાઇ હોટસ્પોટ પણ તમારા ટ્રાવેલ ગેજેટ્સ લિસ્ટમાં શામેલ કરો. આમ તમને જણાવી દઈએ કે પબ્લિક વાઇફાઇ સેફ નથી.
સેલ્ફી સ્ટિક ખાસ કરીને સાથે લઈ જાવો. સેલ્ફી સ્ટિકની મદદથી તમે અલગ અલગ એન્ગલથી તમે તસવીરો કેપ્ચર કરી શકો છો. આ તમારી મુસાફરીને યાદગાર બનાવી શકે છે.
આ સાથે તમે એકસ્ટ્રા મેમરી કાર્ડ લઈ જાવો
પોર્ટેબલ બ્લુટૂથ સ્પીકર પણ તમે સાથે લઈ જઈ શકો છો. મુસાફરી સમયે તમે ગીતો સાંભળવાનો આનંદ લઈ શકો છો.

