Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : IRCTC tour package to visit South India

પરિવાર સાથે બજેટમાં લઈ શકશો દક્ષિણ ભારતના સુંદર સ્થળોની મુલાકાત, IRCTC લાવ્યું છે ટૂર પેકેજ

Timeછેલ્લું અપડેટ : 05 Nov 2024
લાઇવ ટીવીGoogle News
પરિવાર સાથે બજેટમાં લઈ શકશો દક્ષિણ ભારતના સુંદર સ્થળોની મુલાકાત, IRCTC લાવ્યું છે ટૂર પેકેજ

દક્ષિણ ભારતમાં સંગીત, નૃત્ય, સંસ્કૃતિ, શિલ્પ અને કોસ્ચ્યુમનો સમૃદ્ધ ઈતિહાસ છે. જે દક્ષિણ પૂર્વ એશિયામાં પણ ફેલાયેલ છે. તમિલનાડુ અને કેરળ રાજ્યોના પ્રખ્યાત મંદિરની શૈલી પણ ખૂબ પ્રખ્યાત છે.

App Store

આ પણ વાંચો: નવેમ્બરમાં કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ એક્ટિવિટી એક્સપ્લોર કરવાનું ન ભૂલતા

આ સાથે દક્ષિણ ભારતમાં ફરવા માટેના ઘણા સ્થળો છે. તેથી જો તમે તમારા પરિવાર સાથે લોંગ વીકએન્ડ ટ્રિપ કરી રહ્યા છો, તો અમે તમને IRCTCના એક શાનદાર ટૂર પેકેજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ ટૂર પેકેજમાં ઘણી સુવિધા મળશે

IRCTC એ તિરુપતિ, રામેશ્વરમ-કન્યાકુમારી સહિત ઘણા સ્થળોની મુલાકાત લેવા માટે ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. આ ટૂર પેકેજનું નામ 'દક્ષિણ દર્શન યાત્રા' છે. આ ટૂર પેકેજમાં તમને હોટલની, ભોજનની અને ટ્રાવેલિંગની પણ સુવિધા મળશે. 

ટૂર પેકેજ કેટલા દિવસ ચાલશે?

આ ટૂર પેકેજ 9 રાત અને 10 દિવસનું હશે. આ ટૂર પેકેજ 16મી ડિસેમ્બરે ઈન્દોરથી શરૂ થશે.

ટૂર પેકેજમાં સામેલ સ્થળો

  • તિરુપતિઃ તિરુપતિ બાલાજી મંદિર અને પદ્માવતી મંદિર.
  • રામેશ્વરમ: રામનાથસ્વામી મંદિર.
  • મદુરાઈ: મીનાક્ષી મંદિર.
  • કન્યાકુમારી: વિવેકાનંદ રોક મેમોરિયલ, ગાંધી મંડપમ, કન્યાકુમારી મંદિર.
  • ત્રિવેન્દ્રમ: પદ્મનાભસ્વામી મંદિર.

કેટલા રૂપિયા ચૂકવવા પડશે?

આ ટૂર પેકેજમાં ટ્રેન દ્વારા મુસાફરી કરવાની હશે. તેથી જો તમે સ્લીપર ક્લાસમાં ટિકિટ બુક કરાવો છો તો 18,000 રૂપિયા ચૂકવવા પડશે. થર્ડ એસીમાં ટિકિટ બુક કરાવવા માટે 29,500 રૂપિયા અને સેકન્ડ એસીમાં ટિકિટ બુક કરાવવા માટે 39,000 રૂપિયા ચૂકવવા પડશે.

કેન્સલેશન પોલીસી

જો તમે પેકેજની શરૂઆતના 15 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરો છો, તો પેકેજના ચાર્જમાંથી 250 રૂપિયા કાપવામાં આવશે. જો પેકેજ શરૂ થવાના 08થી 14 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવશે તો 25 ટકા કાપવામાં આવશે. જો પેકેજ શરૂ થવાના 04થી 7 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવશે તો 50 ટકા કાપવામાં આવશે. જો તમે પેકેજની શરૂઆતના 4 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરાવો છો, તો તમને એક રૂપિયો પણ પાછો નહીં મળે.