Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : IRCTC is giving a chance to visit rajasthan on new year

IRCTC આપી રહ્યું છે નવા વર્ષે રાજસ્થાનની મુલાકાત લેવાની તક, આ રીતે બુક કરો ટૂર પેકેજ

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2024
લાઇવ ટીવીGoogle News
IRCTC આપી રહ્યું છે નવા વર્ષે રાજસ્થાનની મુલાકાત લેવાની તક, આ રીતે બુક કરો ટૂર પેકેજ

લોકો મોટાભાગે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તેમના મિત્રો અને પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે બહાર જાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ રજાઓમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો IRCTCનું રંગીલા રાજસ્થાન પેકેજ તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ પેકેજમાં તમને રાજસ્થાનના મોટા શહેરોની મુલાકાત લેવાનો મોકો મળશે. આ ટૂર પેકેજ રહેવા, જમવા અને ફરવા માટે ખાસ સુવિધાઓ પણ આપવામાં આવશે. 

App Store

આ પણ વાંચો: New Year 2025 / નવા વર્ષની ઉજવણી માટે બેસ્ટ છે આ 4 સ્થળો, તમે પણ બનાવો મુલાકાત લેવાનો પ્લાન

IRCTC 8 દિવસનું ટૂર પેકેજ લાવ્યું

IRCTCએ રાજસ્થાનની મુલાકાત લેવા માટે નવું ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. આ પેકેજનું નામ છે 'રંગીલા રાજસ્થાન', જેમાં તમને 7 રાત અને 8 દિવસની રાજસ્થાની ટ્રિપનો મોકો મળશે. તમને જણાવી દઈએ કે, આ યાત્રા લખનૌથી શરૂ થશે અને તમારી સુવિધા અનુસાર તમે 19 ડિસેમ્બર અથવા 3 જાન્યુઆરીથી શરૂ થતા બે પેકેજમાંથી એક પસંદ કરી શકો છો. બંને પેકેજ 8 દિવસ માટે છે. આ ટૂર પેકેજમાં તમે જયપુર, પુષ્કર, બિકાનેર, જેસલમેર, જોધપુર વગરે સ્થળોની મુલાકાત લઈ શકો છો.

આ ટૂર પેકેજનું ભાડું શું છે?

આ ટૂર પેકેજમાં વિવિધ કેટેગરી અનુસાર કિંમતો આપવામાં આવી છે.

  • સિંગલ ઓક્યુપન્સીઃ 63,000 રૂપિયા
  • ડબલ ઓક્યુપન્સીઃ 48,600 રૂપિયા
  • ટ્રિપલ ઓક્યુપન્સીઃ 63,000 રૂપિયા
  • 5થી 11 વર્ષનું બાળક (અલગ બેડ):42,200 રૂપિયા
  • 5થી 11 વર્ષનું બાળક (બેડ વગર): 39,500 રૂપિયા

કેન્સલેશન ચાર્જ

જો તમે ટ્રિપની શરૂઆતના 21 દિવસ પહેલા તમારી ટિકિટ કેન્સલ કરશો, તો તમને 70 ટકા રિફંડ મળશે. જો 15-21 દિવસ અગાઉ કેન્સલ કરવામાં આવે તો 45 ટકા રિફંડ મળશે, જો 8-14 દિવસ અગાઉ કેન્સલ કરવામાં આવે તો 20 ટકા રિફંડ મળશે અને જો 7 દિવસ પહેલા કેન્સલ કરવામાં આવે તો કોઈ રિફંડ નહીં મળે.

ટૂર પેકેજ કરવી રીતે બુક કરવું?

આ ટૂર પેકેજ બુક કરવા માટે, તમે IRCTC વેબસાઈટ અથવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. ટૂર પેકેજ બુક કરતા પહેલા, તમારે પેકેજ સંબંધિત તમામ નિયમો અને શરતોને ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ. આ ટૂર પેકેજ વિશે વધુ માહિતી માટે તમે IRCTC વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.