Travel Places / નવેમ્બરમાં ફરવા જવાનું મન છે? તો એક્સપ્લોર કરી શકો છો ભારતની આ 6 જગ્યાઓ

નવેમ્બર મહિનાથી શિયાળાની શરૂઆત થાય છે. આ સમયે હવામાન સુખદ અને મુસાફરી માટે યોગ્ય હોય છે. ભલે તમે પર્વત પ્રેમી હોવ, સમુદ્ર પ્રેમી હોવ કે ઈતિહાસ પ્રેમી હોવ, દરેક માટે કોઈને કોઈ ખાસ જગ્યા હોય છે. નવેમ્બર એ ભારતમાં મુસાફરી કરવાનો અદ્ભુત સમય છે. તેથી, જો તમે પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો અહીં ભારતના કેટલાક સુંદર સ્થળો છે જ્યાં નવેમ્બરમાં ફરવા જઈ શકાય છે.
ઋષિકેશ, ઉત્તરાખંડ
જો તમે પ્રકૃતિ અને આધ્યાત્મિકતાની સાથે એડવેન્ચરની શોધમાં છો, તો ઋષિકેશ કરતાં વધુ સારી કોઈ જગ્યા નથી. નવેમ્બરમાં અહીંનું હવામાન સુખદ હોય છે. જો તમે અહીંની મુલાકાત લો છો, તો ગંગાના કિનારે યોગ, રિવર રાફ્ટિંગ, બંજી જમ્પિંગ અને કાફે સંસ્કૃતિનો આનંદ માણવાનું ભૂલશો નહીં. અહીંના મુખ્ય આકર્ષણોમાં લક્ષ્મણ ઝુલા, બીટલ્સ આશ્રમ અને નીલકંઠ મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે. અહીં ગંગા આરતીમાં સામેલ થવાનું પણ ન ભૂલશો.
ગોવા
નવેમ્બર એ ગોવાની સાચી સિઝનની શરૂઆત છે. આ પાર્ટી અને બીચ વાઈબ્સની સિઝન છે. નવેમ્બર એ ગોવાની ઓછી ભીડ, ઠંડા હવામાન અને બીચ વોટર એક્ટિવિટીઝ માટે યોગ્ય સમય છે. જો તમે ગોવાની મુલાકાત લઈ રહ્યા છો, તો બીચ પાર્ટી, વોટર સ્પોર્ટ્સ, ફોર્ટ અગુઆડા, બાગા બીચ અને લોકલ ફૂડનો આનંદ જરૂર માણો.
મનાલી, હિમાચલ પ્રદેશ
નવેમ્બરના અંતમાં મનાલીમાં બરફના સ્તરો દેખાવા લાગે છે. બરફની પહેલી ઝલક અનુભવવા માટે, મનાલીની મુલાકાત લેવાનું ન ભૂલશો. બરફથી ઢંકાયેલા પર્વતો, ધોધ અને કાફે તમને ફિલ્મ જેવો અનુભવ આપશે. મનાલીની મુલાકાત દરમિયાન, રોહતાંગ પાસ, સોલાંગ વેલી, વશિષ્ઠ મંદિર અને મોલ રોડ જરૂર એક્સપ્લોર કરો.
ઉદયપુર, રાજસ્થાન
ઉદયપુરને તળાવોના શહેર કહેવામાં આવે છે, શિયાળામાં વતે ધુ સુંદર બની જાય છે. નવેમ્બરમાં ઉદયપુરના તળાવો, હવેલીઓ અને સિટી પેલેસના નજારા જ અલગ હોય છે. ઠંડી સાંજ અને અરવલ્લી ટેકરીઓનો નજારો તેને કપલ્સ માટે એક પરફેક્ટ સ્થળ બનાવે છે. અહીંના મુખ્ય આકર્ષણોમાં પિછોલા તળાવની બોટ રાઈડ, ફતેહસાગર તળાવ, સિટી પેલેસ અને અંબરાઈ ઘાટ કાફેનો સમાવેશ થાય છે.
જેસલમેર, રાજસ્થાન
રણના રોમાંચક અનુભવ માટે જેસલમેરની મુલાકાત લો. નવેમ્બરમાં અહીંનું તાપમાન આરામદાયક હોય છે. થારના રણની સોનેરી રેતી અને હવેલીઓનો ઈતિહાસ દરેક પ્રવાસીને મોહિત કરે છે. અહીંતમે સેમ સેન્ડ ડ્યુન્સ, રણ સફારી, જૈન મંદિરો અને જેસલમેર કિલ્લાની મુલાકાત લઈ શકો છો.
વારાણસી, ઉત્તર પ્રદેશ
વારાણસી આસ્થા, સંગીત અને સંસ્કૃતિનો સંગમ છે. નવેમ્બરમાં ગંગા કિનારે ઠંડા પવનનો અનુભવ લેવો અને દીપદાન ઉત્સવનો નજારો જોવો મનમોહક છે. અહીંનું આધ્યાત્મિક વાતાવરણ મનને શાંત કરે છે. વારાણસી જાઓ તો ત્યાં ગંગા આરતી, કાશી વિશ્વનાથ મંદિર, ઘાટ પર બોટ રાઈડ અને સ્થાનિક બનારસી ભોજનનો આનંદ માણો.

