Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : Drastic increase in air passengers in Ahmedabad

અમદાવાદમાં હવાઈ મુસાફરોનો ધરખમ વધારો, 10 વર્ષમાં ઈન્ટરનેશનલ ટ્રાવેલર 50% વધ્યા

Timeછેલ્લું અપડેટ : 02 Apr 2025
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં હવાઈ મુસાફરોનો ધરખમ વધારો, 10 વર્ષમાં ઈન્ટરનેશનલ ટ્રાવેલર 50% વધ્યા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી મુસાફરોની અવર-જવરમાં 10 વર્ષમાં બમણો વધારો થયો છે. વર્ષ 2015 માં 60.15 લાખ મુસાફરોની અવર-જવર નોંધાઈ હતી જ્યારે 2024 માં વધીને 1.27 કરોડ થઈ ગઈ છે. બીજી તરફ ફ્લાઈટ મૂવમેન્ટ પણ 2024 માં 96,977 નોંધાઈ છે, જે 2015 માં 44,998 હતી. 

App Store

ઈન્ટરનેશનલ મુસાફરોની અવર-જવરમાં પણ 50% નો વધારો નોંધાયો છે. 2015 માં 9764 ફ્લાઈટમાં 14.68 લાખ મુસાફરોની અવર-જવર નોંધાઈ હતી. આમ, એ વખતે પ્રત્યેક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં સરેરાશ 150 મુસાફરો હતા. બીજી તરફ 2024 માં 14,616 ઈન્ટરનેશનલ ફ્લાઇટમાં 21.64 લાખ મુસાફરોની અવર-જવર હતી. 

આ સ્થિતિએ 2015 કરતાં 2024 માં ઈન્ટરનેશનલ ફ્લાઈટની અવર-જવરમાં પણ 50% થી વધુનો વધારો થયો છે. બીજી તરફ ડોમેસ્ટિક ફ્લાઈટની અવર-જવર 2024 માં 82,361 નોંધાઈ હતી જ્યારે 2015 માં 34,934 ફ્લાઈટ હતી. 

આમ, 10 વર્ષ અગાઉ દરરોજની સરેરાશ 95 ફ્લાઈટની અવર-જવર હતી અને તે 2024 માં વધીને 225 થઈ ગઈ છે. હાલ અમદાવાદ એરપોર્ટમાં દરરોજની સરેરાશ 240 થી વધુ ફ્લાઈટની અવર-જવર નોંધાય છે. 

2024 માં પ્રત્યેક ડોમેસ્ટિક ફ્લાઈટમાં સરેરાશ 129 જેટલા મુસાફરો નોંધાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે ઉનાળાના વેકેશનનો પ્રારંભ થવામાં છે ત્યારે મુસાફરો અને ફ્લાઈટની અવર-જવરમાં ખૂબ જ વધારો જોવા મળશે. ગયા વર્ષે એપ્રિલમાં 8.44 લાખ જ્યારે મે માં 9.15 લાખ મુસાફરો નોંધાયા હતા.