Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : Best places to visit near mumbai with partner on new year

Travel Places / તમારા પાર્ટનર માટે ખાસ બનાવો નવું વર્ષ, મુંબઈ નજીક આ જગ્યાઓની લો મુલાકાત

Timeછેલ્લું અપડેટ : 02 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Travel Places / તમારા પાર્ટનર માટે ખાસ બનાવો નવું વર્ષ, મુંબઈ નજીક આ જગ્યાઓની લો મુલાકાત
સોર્સ : GSTV

દરેક વ્યક્તિ નવા વર્ષની શરૂઆત ખાસ રીતે કરવા માંગે છે. તેથી, મોટાભાગના લોકો તેમના મિત્રો, પરિવાર અથવા પાર્ટનર સાથે પ્રવાસનું આયોજન કરે છે. આ એકસાથે સમય વિતાવવા અને તેનો આનંદ માણવાની તક પૂરી પાડે છે, ખાસ કરીને તમે તમારા પાર્ટનર સાથે નવી જગ્યાઓ એક્સપ્લોર કરીને ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો. આ સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરે છે. કેટલાક લોકો 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી બાદ પ્રવાસનું આયોજન કરે છે. જો તમે તમારા પાર્ટનર સાથે ફરવા માટે કોઈ સારી જગ્યાઓ શોધી રહ્યા હોવ, તો તમે મુંબઈની નજીક આવેલી આ જગ્યોની મુલાકાત લઈ શકો છો.

App Store

લોનાવલા

મુંબઈથી લોનાવલાનું અંતર આશરે 90 કિલોમીટર છે, જે તેને બે કે ત્રણ દિવસની સફર માટે યોગ્ય સ્થળ બનાવે છે. લોનાવલા ખૂબ જ સુંદર સ્થળ છે. અહીં તમે પ્રકૃતિની સુંદરતા વચ્ચે તમારા પાર્ટનર સાથે શાંતિપૂર્ણ સમયનો આનંદ માણી શકો છો. અહીં તમને ઘણી ઐતિહાસિક અને સુંદર જગ્યાઓ એક્સપ્લોર કરવાની તક પણ મળશે. અહીં ટાઈગર્સ લીપ, ભૂશી ડેમ, પાવના તળાવ, રાજમાચી કિલ્લો, કુને વોટરફોલ, તુંગારલી તળાવ, વલવન ડેમ, કેન્યોન વેલી, કારલા ગુફાઓ અને ભાજા ગુફાઓ જેવા સ્થળો ફરી શકાય છે.

માથેરાન

માથેરાન પ્રદૂષણમુક્ત હિલ સ્ટેશન તરીકે જાણીતું છે, જે મુંબઈથી લગભગ 90 કિમી દૂર સ્થિત છે. લીલાછમ જંગલો અને શાંત વાતાવરણ તમને મોહિત કરશે. તમે ટોય ટ્રેન રાઈડ અને રોક ક્લાઈમ્બિંગનો પણ આનંદ માણી શકો છો. તમે લુઈસા પોઈન્ટ, શાર્લોટ લેક, ઈકો પોઈન્ટ અને મંકો પોઈન્ટ જેવા સ્થળો પણ એક્સપ્લોર કરી શકો છો. પેનોરમા પોઈન્ટ અહીંનું મુખ્ય આકર્ષણ છે, જે માથેરાનના સૌથી ઊંચા સ્થળોમાંનું એક છે, જે આસપાસના લેન્ડસ્કેપનું 360-ડિગ્રી પેનોરેમિક દૃશ્ય પ્રદાન કરે છે.

ઇગતપુરી

તમે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સ્થિત હિલ સ્ટેશન ઇગતપુરીની પણ મુલાકાત લઈ શકો છો. આ સ્થળ મુંબઈથી લગભગ 150 કિમી દૂર છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી અહીંની મુલાકાત લેવાનો આદર્શ સમય છે. અહીં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે, જેમાં ત્રિંગલવાડી કિલ્લો, ભાત્સા નદીની ખીણ, કેમલ ખીણ, કસારા ઘાટ અને કલસુબાઈ શિખરનો સમાવેશ થાય છે. અશોક ધોધ અને વિહિગાંવ ધોધના નજારા મનમોહક છે. તમને અહીં તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની તક મળશે.