એપ્રિલમાં આ સ્થળોએ રજાઓ માણવાનો પ્લાન બનાવો, અહીંના અદ્ભુત નજારા જોઈને પાછા આવવાનું મન નહીં થાય

ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. આવા ગરમ ઉનાળામાંથી રાહત મેળવવા માટે લોકો રજા મળતાં જ હિલ સ્ટેશનો પર જવાનું પસંદ કરે છે. દિલ્હીની આસપાસ રહેતા લોકો ઉત્તરાખંડ અને હિમાચલને શ્રેષ્ઠ સ્થળો માને છે, પરંતુ આને કારણે આ સ્થાનો સૌથી વધુ ભીડવાળા હોય છે અને જો તમે લાંબા વીકએન્ડ દરમિયાન અહીં જવાની યોજના બનાવો છો, તો તમારે ઘણા કલાકો ટ્રાફિકમાં પસાર કરવા પડશે. આ દરમિયાન અહીંની હોટેલોમાં પણ જગ્યા નથી મલ્ટી. જેના કારણે ફરવાનો યોગ્ય આનંદ મેળવી શકાતો નથી. આવી સ્થિતિમાં અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે આરામથી તમારી રજાઓ માણી શકો છો. અહીંના નજારા એટલા અદ્ભુત અને શાનદાર છે કે તેને જોઈને તમને ત્યાંથી પાછા આવવાનું મન નહીં થાય.
મેઘાલય
મેઘાલયની મુલાકાત લેવા માટે પણ એપ્રિલ શ્રેષ્ઠ મહિનો છે, જ્યારે તે ન તો ખૂબ ઠંડો હોય છે કે ન તો ખૂબ ગરમ. આ સ્થળ સાહસ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ છે. અહીં દરેક ટૂંકા અંતરે તમને ધોધ જોવા મળશે. જો કે તમારે કેટલાક ધોધ જોવા માટે લાંબી ટ્રેકિંગ કરવી પડી શકે છે, પરંતુ ત્યાં પહોંચ્યા પછી તમને એક અલગ જ નજારો જોવા મળશે તેમાં કોઈ શંકા નથી. આ સિવાય અહીં આવીને તમે દુનિયાનું સૌથી સ્વચ્છ ગામ જોઈ શકો છો.
કાશ્મીર
તમે માર્ચ-એપ્રિલમાં કાશ્મીર આવી શકો છો અને અહીંની લીલીછમ ખીણો જોઈ શકો છો. તેને ‘ધરતી પરનું સ્વર્ગ’ કેમ કહેવામાં આવે છે, તેનો ખ્યાલ અહીં આવ્યા પછી જ આવશે. તમે ચોમાસા સિવાય ગમે ત્યારે કાશ્મીર જવાનો પ્લાન બનાવી શકો છો, પરંતુ શિયાળામાં આ જગ્યા સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ જાય છે, જેના કારણે કેટલીક વાર મુસાફરી કરવી મુશ્કેલ બની જાય છે, પરંતુ એપ્રિલ મહિનો શ્રેષ્ઠ છે. પહલગામ, ગુલમર્ગ, સોનમર્ગ જેવી ઘણી જગ્યાઓ છે જ્યાં સુંદરતા અદ્ભુત છે.
પચમઢી
જો તમે માત્ર હિલ સ્ટેશનો પર જ જવા માંગતા હોવ, પરંતુ જ્યાં ભીડ ન હોય અને રહેવા માટે કોઈ સંઘર્ષ ન હોય, તો તમે મધ્યપ્રદેશના એકમાત્ર હિલ સ્ટેશન પચમઢી જવાનો પ્લાન બનાવી શકો છો. સતપુડા પહાડીઓ પર સ્થિત પચમઢીના શિખરો પરથી દૂર દૂર સુધી હરિયાળીનો નજારો તમને મંત્રમુગ્ધ કરી દેશે. પચમઢી આવીને તમે પ્રકૃતિની નજીક અનુભવશો. પચમઢીમાં તમને ઘણા ધોધ અને ગુફાઓ જોવા મળશે. જો તમે ટ્રેકિંગના શોખીન છો, તો તમને તેના માટે પણ અહીં તક મળશે.
ઊટી
ઊટી માત્ર હનીમૂન ડેસ્ટિનેશન નથી, પરંતુ તમે અહીં પરિવાર કે મિત્રો સાથે આવીને પણ રજાઓ માણી શકો છો. પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આ સ્થળ સાહસ પ્રેમીઓને પણ ગમશે. ઊટી જવાની સીઝન એપ્રિલથી જ શરૂ થાય છે. જો કે અહીં ફરવા માટેના સ્થળોની કોઈ કમી નથી, પરંતુ અહીં આવીને ડોડબોટ્ટા પીક અને ટાઈગર હિલ્સ જોવાનું ચૂકશો નહીં અને ચાના બગીચાઓના ફોટો પાડવાનું પણ ન ભુલતા, તે તમારી સફરને યાદગાર બનાવશે.

