Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : beautiful places in Gujarat lovers of beauty that blooms in the rain

Travel: ચોમાસમાં ટ્રાવેલ પ્રેમીઓ માટે ગુજરાતના આ સુંદર સ્થળો છે અદ્દભૂત, સફર બનાવશે યાદગાર

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Travel: ચોમાસમાં ટ્રાવેલ પ્રેમીઓ માટે ગુજરાતના આ સુંદર સ્થળો છે અદ્દભૂત, સફર બનાવશે યાદગાર
સોર્સ : Google

અત્યારે ચોમાસાની સીઝન ચાલી રહી છે. એવામાં વરસાદના પ્રેમીઓ પોતાના બેગ્સ પેક કરીને આ સુંદરતાને વખોળવા નીકળી પડે છે. પણ અમુક વખત એ વિચારવામાં થોડી Confusion થાય છે કે, કયા સ્થળની મુલાકાત લેવી સારો Option રહેશે? તો આજે આપણે અહીં જાણીશું કે ચોમાસાની ઋતુમાં ગુજરાતના કયા કયા સ્થળોની મુલાકાત લેવી તમારી આ Monsoon ટ્રીપને ખાસ બનાવશે.

App Store

ગુજરાતમાં ચોમાસાની મોજ્જ માણવાલાયક સ્થળો

આપણું ગુજરાત સાંસ્કૃતિ અને વિકાસ સાથે સાથે જોવા જેવી ઘણી જગ્યાઓ ધરાવે છે. અહીં માત્ર અમદાવાદ કે પોરબંદર જેવી જગ્યાઓ જ નહીં, પરંતુ એવી ઘણી બધી જગ્યાઓ છે જે monsoonમાં મુલાકાતીઓને કંઈક અલગ જ અનુભવ કરાવે છે.

કેમ Monsoonમાં ગુજરાતની મુલાકાત લેવી જોઈએ?

ગુજરાતમાં ઘણી એવી જગ્યાઓ છે જે ચોમાસાના વરસાદમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. અને તેની સુંદરતા નિહળવી પર્યટકો માટે ખુબ લાભદાયક રહે છે.

  • લીલોતરી અને કુદરતી સૌંદર્ય: વરસાદ દરમિયાન ગુજરાતની લીલીછમ ભૂમિ, ધીમી હવાઓ અને ધૂળવાળી જમીનનું ખુબ જ સુંદર અને અદ્દભુત નયનરમ્ય બની જાય છે.
  • ઠંડુ હવામાન અને ઓછા પ્રવાસીઓ: પ્રભાવશાળી સ્થળો સામાન્ય રીતે ભીડભાડમાં હોય છે, અને મોનસૂનમાં લોકો ઓછા હોય છે એટલે શાંતિથી ફરવું શક્ય છે. આ ઉપરાંત ઠંડા હવામાન અને ભેજવાળી જમીનની ભીની સુગંધ મનને પ્રસન્ન કરે છે.
  • અનન્ય અનુભવો: કચ્છનું રણ, વરસાદથી પૂરાયેલી નદી અને સ્વચ્છ ધારો, અને ઝળઝળ વહેતા પાણીનાં દર્શન, આ બધું Monsoonનાં અનુભવોને ખાસ બનાવે છે.

 
ગુજરાતમાં અદ્દભુત અને સુંદર સ્થળો

1. Saputara (સાપુતારા) – ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન

GOOGLE

વરસાદની પૂર્ણ સૌંદર્યતા અનુભવવી હોય તો, સાપુતરા જેવી જગ્યાઓની મુલાકાત લેવી ખુબ લાભદાયી રહેશે. આ હિલ સ્ટેશન ધુમ્મસ ભરેલા, સપના જેવા દ્રશ્યો, વહેતા ઝરણાઓ અને અદ્દભુત વાદળછાયા દ્રશ્યો આપે છે. ગુજરાતમાં Monsoon દરમિયાન મુલાકાત લેવા માટે આ શ્રેષ્ઠ સ્થળોમાંથી એક છે.

2. Gir National Park(ગીર નેશનલ પાર્ક)

GOOGLE

સાપુતરા જેવી જ રીતે, ગીર નેશનલ પાર્ક પણ Monsoon દરમિયાન જીવંત થઈ ઉઠે છે. દુર્લભ જાતિના પશુઓ કુદરતની શાંતિનો અનુભવ લેવા માટે તેમના છુપાયેલા સ્થળોમાંથી બહાર આવે છે. આ  પાર્કમાં તમે સાંભર, મગર અને એશિયાઈ સિંહોને તેના કુદરતી નિવાસસ્થાને જોઈ શકો છો.

3. Vadodara (વડોદરા)

GOOGLE

જો તમે Monsoon દરમિયાન ગુજરાતમાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક લાગણી સાથે જગ્યાઓની મજા માણવા ઇચ્છો છો, તો વડોદરાની મુલાકાત લો. અહીંના મંદિર શ્રેષ્ઠ દૃશ્યો અને માનસિક રીતે શાંત અને અદ્દભુત અનુભવ આપે છે. Monsoon એવો સમય છે જ્યારે અહીં સાંજની આરતી દરમિયાન ભીડ ટાળી શકાય છે.

4. Aqua Imagicaa Surat (એક્વા ઈમેજીકા સુરત)

GOOGLE

સુરતમાં આવેલ આ એક ઉમદા વોટર પાર્ક છે જે monsoon ટ્રીપમાં થોડી ઉમેરે છે. Jungle Boat, Pond of Life, Kamikaze, King Kobra જેવી રાઇડ્સ અને ખાસ ડિસ્કાઉન્ટ ઓફર્સ સાથે આજ-કાલ પરિવાર અને મિત્રો માટે આ એક આકર્શક સ્થાન બની ગયું છે. 

5. Daman & Diu ( દમણ અને દીવ)

GOOGLE

દમણ અને દીવ તેના શાંતિભર્યા સમુદ્રકાંઠા માટે પ્રસિદ્ધ છે. Monsoon દરમિયાન અહીંનો દરિયાકાંઠો વધુ ઠંડો અને નયનરમ્ય દૃશ્યો સાથે ખીલી ઉઠે છે,  જ્યાં દરિયાના નજારાઓ માણવા લાયક હોય છે. અહીંના કાળી રેતીના બીચ Monsoon દરમિયાન જરૂરથી જોવા જેવા હોય છે.

6. Kutch (Rann of Kutch) (કચ્છનું રણ)

GOOGLE

કચ્છ તેની અખૂટ ખારા રણભૂમિ માટે પ્રખ્યાત છે. મોનસૂન દરમિયાન આ વિસ્તારમાં પાણી ભરાઈને તે એક વિશાળ ભેજાળ જમીન બની જાય છે, જે ગુજરાતનાં શ્રેષ્ઠ Monsoon સ્થળોમાંનું એક છે. સફેદ રણ આકાશ સાથે લુકાછુપી રમતું લાગે છે અને આ સમય દરમિયાન હજારો પ્રવાસી પક્ષીઓ અહીં આવે છે, જે કચ્છને વરસાદી ઋતુ માટે આદર્શ સ્થળ બનાવે છે.

સામાન્ય ઋતુમાં ગુજરાત પાસે આપ માટે ઘણી વસ્તુઓ છે, પરંતુ Monsoon દરમિયાન આ અનુભવ વધી જાય છે. મોજમજાની ટ્રીપથી લઈને લીલીછમ કુદરતી ડ્રાઈવ સુધી, ગુજરાતમાં Monsoon દરમિયાન મુલાકાત લેવા લાયક જગ્યાઓ આ વર્ષે તમારી યાદગાર રજાની ઇચ્છાને પૂરું કરવાની સંપૂર્ણ તૈયારી ધરાવે છે.