Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : Avoid these 5 mistakes before going on an international trip

Travel Tips / આંતરરાષ્ટ્રીય પ્રવાસનું આયોજન કરી રહ્યા છો? તો મુસાફરીને મનોરંજક બનાવવા માટે ટાળો આ 5 ભૂલો

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Travel Tips / આંતરરાષ્ટ્રીય પ્રવાસનું આયોજન કરી રહ્યા છો? તો મુસાફરીને મનોરંજક બનાવવા માટે ટાળો આ 5 ભૂલો
સોર્સ : GSTV

દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક વાર આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર જવા માંગે છે. આ વિચાર આવતાની સાથે જ મન એડવેન્ચર, નવી જગ્યાઓ, સંસ્કૃતિ, ખોરાક અને સુંદર તસ્વીરોથી ભરાઈ જાય છે. જોકે, આ એડવેન્ચરને વધુ સારો અનુભવ બનાવવા માટે યોગ્ય આયોજન અને તૈયારી જરૂરી છે. નાની ભૂલો તમારી સફરને મુશ્કેલ અને તણાવપૂર્ણ બનાવી શકે છે. ચાલો જાણીએ તે 5 સામાન્ય ભૂલો વિશે જે તમારે આંતરરાષ્ટ્રીય સફર પહેલા ટાળવી જોઈએ.

App Store

ટ્રાવેલ ડોક્યુમેન્ટ અને વિઝાને અવગણવા કરવી

આ સૌથી મોટી અને સૌથી મોંઘી ભૂલ હોઈ શકે છે. ઘણા પ્રવાસીઓ પાસપોર્ટ, વિઝા અને અન્ય મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ પ્રત્યે બેદરકાર હોય છે. તેને ટાળવા માટે, સૌ પ્રથમ, તપાસો કે તમારો પાસપોર્ટજ્યારે તમે ટ્રાવેલ કરવા માંગો છો ત્યારથી ઓછામાં ઓછા 6 મહિના સુધી માન્ય છે.

તમારી ડેસ્ટિનેશનના વિઝા નિયમો વિશે જાણી લો. કેટલાક દેશો ઓન-અરાઇવલ વિઝા આપે છે, જ્યારે કેટલાક માટે અગાઉથી અરજી કરવી પડે છે. પાસપોર્ટ, વિઝા, ફ્લાઈટ ટિકિટ, હોટેલ બુકિંગ વગેરે જેવા તમારા મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટની ફોટોકોપી અને સોફ્ટ કોપી હંમેશા તમારી સાથે રાખો અને એક કોપી નજીકના વ્યક્તિને મોકલો.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ન લેવો

મેડિકલ ઈમરજન્સી, ફ્લાઈટ કેન્સલ થવી, અથવા વિદેશમાં સામાન ખોવાઈ જવાના કિસ્સામાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારો સૌથી મોટો આધાર છે. તેના વિના, એક નાનો અકસ્માત પણ તમારા પર મોટો નાણાકીય બોજ લાવી શકે છે. તેથી, તમારી સફરના સમયગાળા અને એક્ટિવિટી અનુસાર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લો.

ફાઈનાન્શિયલ પ્લાનિંગ ન કરવું

બજેટ વિના ટ્રિપ પર જવું અથવા ફક્ત રોકડ રકમ સાથે રાખવી એ અન્ય એક સામાન્ય ભૂલ છે. તેથી તમારી સફર માટે અગાઉથી બજેટ બનાવો, જેમાં હોટલ, ભોજન, પરિવહન અને જોવાલાયક સ્થળોનો ખર્ચ શામેલ છે. તમારી સાથે લોકલ કરન્સી  રાખો, સાથે જ ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન માટે તમારું ડેબિટ/ક્રેડિટ કાર્ડ પણ એક્ટિવ કરો. તમારી બેંકને તમારી મુસાફરીની તારીખો અને ડેસ્ટિનેશન વિશે જાણ કરો જેથી તેઓ તમારા કાર્ડને ફ્રોડ ન માને અને તેને બ્લોક ન કરે.

સ્થાનિક સંસ્કૃતિ વિશે ન જાણવું

દરેક દેશની પોતાની અનોખી સંસ્કૃતિ, રિવાજો અને મુલાકાતના નિયમો હોય છે. ત્યાંના રિવાજો વિશે જાણ ન હોવી અને તેનું પાલન ન કરવું એ ફક્ત તમારી છબી જ ખરાબ નહીં કરે, પરંતુ ક્યારેક કાનૂની મુશ્કેલીનું કારણ પણ બની શકે છે. તેથી, તમે જે દેશમાં જઈ રહ્યા છો તેના વિશે થોડી રિસર્ચ કરો. તેમના ડ્રેસ કોડ, ખાવાની આદતો, મીટિંગ સ્ટાઇલ અને ધાર્મિક સ્થળોના નિયમો વિશે ચોક્કસ જાણો.

ઓવરપેકિંગ

જરૂર કરતાં વધુ સામાન પેક કરવો એ એક મોટી ભૂલ છે. એરપોર્ટ પર તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે, સાથે જ ભારે સૂટકેસને દરેક જગ્યાએ ખેંચીને લઈ જવી પણ એક ઝંઝટ છે. તેથી હળવા અને મિક્સ એન્ડ મેચ કપડાં પેક કરો. તમને ખરેખર જોઈતી વસ્તુઓની ચેકલિસ્ટ બનાવો.