Self Care Tips / તમારો દરેક દિવસ બનશે ખુશહાલ, બસ ફોલો કરો આ 5 ટિપ્સ

'દરરોજ કસરત કરીશ', 'દરરોજ મેડિકટેશન કરીશ', 'ત્રણ કે ચાર મહિનામાં એક વાર સોલો અથવા મિત્રો સાથે ટ્રિપ પર જઈશ'. લોકો આવા ઘણા સંકલ્પો કરે છે, પરંતુ તેને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે. જરૂરી નથી કે તમે મોટા ફેરફાર કરો, નાની-નાની વસ્તુઓ કરીને પણ તમે તમારા દિવસને ખુશહાલ બનાવી શકો છો, જે આજકાલ અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગયું છે. તણાવપૂર્ણ દિવસ તમને થકાવી શકે છે, તેથી દરેક દિવસને ખુશહાલ બનાવવો મહત્ત્વપૂર્ણ છે. આ માટે મોટા પ્રયત્નોની જરૂર નથી, નાના પ્રયત્નો પૂરતા હોઈ શકે છે, અને દરેક મોટો ફેરફાર નાની આદતોથી શરૂ થાય છે.
કામ અને કૌટુંબિક જવાબદારીઓની ધમાલ વચ્ચે, વ્યક્તિ જે સૌથી મોટી ભૂલ કરે છે તે છે પોતાની સંભાળ ન રાખવી. આવી સ્થિતિમાં જ્યારે તમે ખુશ નથી રહી શકતા, ત્યારે તમારી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ તેમજ તમારા સ્વાસ્થ્ય પર પણ તેની અસર થાય છે. અહીં કેટલીક ટિપ્સ છે જેને ફોલો કરીને તમે દરેક દિવસને ખુશહાલ બનાવી શકો છો.
સવારની ધીમી શરૂઆત કરો
સવારે ઘણીવાર ભાગદોડ હોય છે, ખાસ કરીને જેઓ નોકરી કરતા હોય તેમના માટે. તમારી દિનચર્યા સુધારવા માટે, થોડા વહેલી ઉઠો. એક કે બે દિવસ મુશ્કેલ લાગી શકે છે, પરંતુ પછી તમને આદત પડી જાય છો. જાગ્યા પછી, 8-10 મિનિટ શાંતિથી બેસો. બેથી ત્રણ મિનિટ શ્વાસ લેવાની કસરત કરો. થોડું સ્ટ્રેચિંગ કરો, અને પછી તમારી ચા કે કોફીનો આનંદ માણો. તે પછી, બાકીના રૂટિન પર ધ્યાન આપો.
દરેક નાની ક્ષણનો આનંદ માણો
ઘણીવાર, કામના તણાવમાં, આપણે નાની વસ્તુઓનો આનંદ માણવાનું ભૂલી જઈએ છીએ, પરંતુ આ એવી વસ્તુઓ છે જે આપણને ખુશી આપી શકે છે. જેમ કે ઝાડના પાંદડામાંથી પસાર થઈને તમારા હાથ પર પડતો સૂર્યપ્રકાશ, સૂર્યાસ્ત, સૂર્યોદય, સ્લો મ્યુઝિક, બાળકોનું હસવું, હરિયાળી, આ બધી વસ્તુઓનો આનંદ માણો. તેમની સાથે સમય વિતાવો.
અઠવાડિયામાં એકવાર પોતાને ટ્રીટ આપો
અઠવાડિયામાં એકવાર તમારી જાતને ટ્રીટ આપો.સેલ્ફ કેર રૂટિનમાં વાળ અને ત્વચાની સંભાળ, જેમ કે માથાની માલિશ, ફેસ પેક, ગરમ પાણીમાં તમારા પગ પલાળવા અને આરામ કરવો વગેરેનો સમાવેશ કરો. વૈકલ્પિક રીતે, તમે એક કે બે કલાક માટે મિત્રોને મળી શકો છો, અથવા એકલા બહાર જઈ શકો છો અને તમારા મનપસંદ ભોજનનો આનંદ માણી શકો છો. આ એવી વસ્તુઓ છે જે તમને આગામી અઠવાડિયા માટે તૈયાર કરશે.
નાની વસ્તુઓને અવગણો
જે વસ્તુઓ તમારા જીવન પર મોટી પર વધુ પ્રભાવન પાડતી હોય, તેને અવગણવાનું શીખો. જો કોઈ કંઈક કહે, તો તેને દિલ પર ન લેવાની આદત પાડો. આજકાલ ઓવરથિકિંગ એ તણાવનું એક મુખ્ય કારણ છે. આમાં સૌથી વધુ જરૂરી છે કે તમારી ઓફિસનું કામ ત્યાં જ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો અને પ્રોફેશનલ લાઈફમાં કહેવામાં આવેલી વાતને દિલ પર ન લો.
સૂતા પહેલા સ્ક્રીનથી દૂર રહો
ઘણા લોકો આખો દિવસ કમ્પ્યુટર પર કામ કરે છે. વધુમાં, કેટલાક તેમના ફોન પર લાંબો સમય વિતાવે છે. આ તમારી આંખો માટે હાનિકારક અને તણાવપૂર્ણ બંને હોઈ શકે છે. આવી સ્થિતિમાં સ્ક્રીન ટાઈમ ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે સૂવાના સમયના 1થી 1.5 કલાક પહેલા તમારા ફોનને દૂર રાખો. આનાથી સારી ઊંઘ આવશે અને સવારની શરૂઆત સારી થશે.

