Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Think about these 5 things before getting married

Relationship Tips : સુખી લગ્નજીવનની ચાવી: લગ્નગ્રંથિએ બંધાતા પહેલા આ 5 બાબતો પર જરૂર વિચારજો

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Relationship Tips : સુખી લગ્નજીવનની ચાવી: લગ્નગ્રંથિએ બંધાતા પહેલા આ 5 બાબતો પર જરૂર વિચારજો
સોર્સ : gstv

લગ્ન એ જીવનનો સૌથી મહત્વનો નિર્ણય છે, જે માત્ર બે વ્યક્તિઓને જ નહીં પણ બે પરિવારોને પણ જોડે છે. અવારનવાર લોકો સમાજની બીક, ઉંમર વધી જવાની ચિંતા અથવા તો લાગણીમાં વહી જઈને લગ્નનો નિર્ણય લઈ લે છે, પરંતુ આ પગલું ખૂબ જ વિચારીને ભરવું જોઈએ. એક નાની ભૂલ આખા જીવનને અસર કરી શકે છે.

App Store

આજના સમયમાં સંબંધોમાં સમજણ, સન્માન અને તાલમેલ હોવો પહેલા કરતાં વધુ જરૂરી બન્યો છે. લગ્ન એ માત્ર પ્રેમનું નામ નથી, પરંતુ જવાબદારીઓ, સમજૂતીઓ અને આજીવન સાથ નિભાવવાનું વચન પણ છે. તેથી લગ્ન માટે "હા" કહેતા પહેલા તમારી જાતને કેટલાક જરૂરી સવાલો પૂછવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ સવાલો તમને એ સમજવામાં મદદ કરશે કે તમે માનસિક, ભાવનાત્મક અને સામાજિક રીતે આ સંબંધ માટે તૈયાર છો કે નહીં. જો તમે યોગ્ય સમયે યોગ્ય સવાલો પૂછી લીધા, તો તમે એક સુખી અને સંતુલિત વૈવાહિક જીવન જીવી શકશો. અહીં જાણો 5 મહત્વપૂર્ણ સવાલો, જે દરેક વ્યક્તિએ લગ્ન પહેલાં પોતાની જાતને જરૂર પૂછવા જોઈએ:

પહેલો સવાલ: શું હું માનસિક રીતે લગ્ન માટે તૈયાર છું?

લગ્ન એ માત્ર એક વિધિ નથી પણ જીવનમાં આવતો એક મોટો બદલાવ છે. જો તમે હજુ પણ તમારી જાતને સમજવાની પ્રક્રિયામાં હોવ અથવા તમને તમારી સ્વતંત્રતા ગુમાવવાનો ડર હોય, તો તમારે થોડો વધુ સમય લેવો જોઈએ.

બીજો સવાલ: શું હું મારા પાર્ટનરને બરાબર ઓળખું છું?

સંબંધમાં માત્ર પ્રેમ પૂરતો નથી. તમારા પાર્ટનરની આદતો, તેમની વિચારસરણી અને વર્તનને સારી રીતે સમજવું જરૂરી છે, જેથી ભવિષ્યમાં મતભેદો ઓછા થાય.

ત્રીજો સવાલ: શું અમારા જીવનના લક્ષ્યો (Life Goals) સમાન છે?

જો તમારા અને તમારા પાર્ટનરના જીવનના લક્ષ્યો અલગ-અલગ હોય, તો આગળ જતાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. કરિયર, પરિવાર અને લાઈફસ્ટાઈલને લઈને સ્પષ્ટતા હોવી ખૂબ જરૂરી છે.

ચોથો સવાલ: શું હું જવાબદારીઓ ઉઠાવવા માટે તૈયાર છું?

લગ્ન પછી જવાબદારીઓ વધી જાય છે. આર્થિક, પારિવારિક અને ભાવનાત્મક જવાબદારીઓ નિભાવવા માટે તમારી તૈયારી હોવી ખૂબ જરૂરી છે.

પાંચમો સવાલ: શું હું સમજૂતી (Compromise) કરવા માટે તૈયાર છું?

દરેક સંબંધ પરસ્પર સમજૂતી પર ચાલે છે. જો તમે હંમેશા તમારી જ વાત મનાવવા માંગતા હોવ, તો લગ્ન જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. સંબંધને ટકાવી રાખવા માટે ક્યારેક જતું કરવાની ભાવના પણ કેળવવી પડે છે.