Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Signs are visible before breakup by identifying them you can save relationship

Relationship Tips / બ્રેકઅપ પહેલા દેખાય છે 3 સંકેતો, સમયસર ઓળખીને બચાવી શકો છો તમારો સંબંધ

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Relationship Tips / બ્રેકઅપ પહેલા દેખાય છે 3 સંકેતો, સમયસર ઓળખીને બચાવી શકો છો તમારો સંબંધ
સોર્સ : GSTV

આજકાલ, સંબંધો જેટલા જલ્દી બને છે, તેટલા જ જલ્દી તૂટી પણ જાય છે. શું તમે પણ તમારા સંબંધમાં તે જૂની હૂંફ નથી અનુભવી રહ્યા? શું તમને લાગે છે કે બધું બદલાઈ ગયું છે? જો હા, તો આ લેખ તમારા માટે છે, કારણ કે બ્રેકઅપ પહેલા, કેટલાક એવા સંકેતો જોવા મળે છે, જેને ઓળખીને તમે તમારા તૂટેતા સંબંધને ફરીથી જોડી શકો છો. ચાલો જાણીએ કે તે ત્રણ મોટા સંકેતો કયા છે.

App Store

વાતચીતમાં ઘટાડો અથવા સાવ બંધ થઈ જવી

તે દિવસો યાદ છે જ્યારે તમે કલાકો સુધી વાતો કરતા હતા. એકબીજા સાથે દરેક નાની-મોટી વાત શેર કરતા હતા. જો હવે તે વાતચીત ઓછી થઈ ગઈ છે, તો તે એક સંકેત છે. જો તમારા પાર્ટનર પાસે હવે તમારા માટે સમય નથી અથવા તમારી વાતોમાં રસ નથી બતાવતા, તો સમજો કે ક્યાંક કંઈક ખોટું છે.

નાની-મોટી વાતો પર ઝઘડો

જ્યારે પ્રેમ ઓછો થવા લાગે છે, ત્યારે સહનશીલતા પણ ઓછી થઈ જાય છે. જો તમે બંને દરેક મુદ્દા પર દલીલ કરવા અથવા લડવા લાગ્યા છો, તો આ બીજો મોટો સંકેત છે. પહેલાં, જ્યાં તમે એકબીજાની ખામીઓને અવગણતા હતા, હવે એ જ બાબતો તમને દુઃખી કરવા લાગી છે.

ભવિષ્ય વિશે વાત કરવાનું બંધ કરવું

સંબંધમાં હંમેશા ભવિષ્યના સપના હોય છે - 'આપણે લગ્ન કરીશું', 'આપણે અહીં ફરવા જઈશું', 'આપણું ઘર આવું હશે'... જો તમારા પાર્ટનરે અચાનક આ રીતે વાત કરવાનું બંધ કરી દીધું હોય, તો તેનો અર્થ એ છે કે કદાચ તેને તમારી સાથે તેનું ભવિષ્ય નથી દેખાતું. આ સૌથી દુઃખદ અને સ્પષ્ટ સંકેત છે કે સંબંધ સમાપ્ત થવાની આરે છે.

જો તમને આ સંકેતો દેખાય છે, તો શાંત મનથી તમારા પાર્ટનર સાથે વાત કરો. તેમને તમારી લાગણીઓ જણાવો અને તેમના દિલમાં શું છે તે જાણવાનો પ્રયાસ કરો. કદાચ ખુલ્લીને વાતચીત કરવાથી તમારા સંબંધને તૂટતો બચાવી શકાય છે.