Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Mobile is not the solution to baby's crying

Parenting Tips : બાળકના રડવાનો ઉકેલ મોબાઈલ નથી, જાણો તેને શાંત કરવાની સાચી રીત

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
Parenting Tips : બાળકના રડવાનો ઉકેલ મોબાઈલ નથી, જાણો તેને શાંત કરવાની સાચી રીત
સોર્સ : gstv

વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજ હંમેશા સંતાનોના ઉછેર સાથે સંકળાયેલી બાબતો પર પોતાના વિચારો રજૂ કરતાં રહે છે. પ્રેમાનંદ મહારાજ દ્વારા આપવામાં આવેલી સલાહ માત્ર વાલીઓને માર્ગદર્શન જ નથી આપતી, પરંતુ તેમને પોતાની ભૂલનો અહેસાસ પણ કરાવે છે.

App Store

જો આજના સમયની વાત કરીએ તો, મોટાભાગના માતા-પિતાની એક સમસ્યા સામાન્ય છે કે, તેઓ બાળકોને સાચવે કે પછી પોતાનું કામકાજ કરે. આખરે કંટાળીને માતા-પિતા બાળકના હાથમાં મોબાઈલ પકડાવીને પોતાનું કામ કરવા લાગે છે. આ જ કારણોસર દોઢ-બે વર્ષના બાળકો પણ મોબાઈલમાં જ ખોવાયેલા જોવા મળી રહ્યા છે.

એક ભક્ત દ્વારા સંત પ્રેમાનંદ મહારાજને આજ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં ભક્તે પ્રેમાનંદ મહારાજને પૂછ્યું હતું કે, શું નાના બાળકો રડવા લાગે, ત્યારે તેમને મોબાઈલ આપવો કેટલો યોગ્ય છે? જેનું એક કારણ એ છે કે, હવે સંયુક્ત પરિવારો રહ્યા નથી. આવી સ્થિતિમાં માતા-પિતા માટે એકલા હાથે બાળકોને ઉછેર મોટી જવાબદારી બની જાય છે.

આ પ્રશ્ન પર પ્રેમાનંદ મહારાજે સુંદર જવાબ આપતા જણાવ્યું કે, આજથી 35 વર્ષ પહેલા પણ બાળકો હતા. આ સમયે પણ લોકો કામ પર જતા જ હતા. અરે લોકો દેશ-વિદેશમાં કામ કરતા હતા.

પહેલા પણ લોકો પોતાના કામકાજમાં જ એટલા જ વ્યસ્ત રહેતા હતા, જેટલા આજે જોવા મળે છે. આથી જ તે સમયે બાળકોની દેખભાળ માટે કેર ટેકર તરીકે બાઈ રાખતા હતા. જે બાળકોની સેવા કરવાની સાથે-સાથે તેમનો ઉછેર પણ કરતી હતી. જેથી લોકો પોતાની નોકરી પરથી ઘરે આવીને બાળકો સાથે સમય પસાર કરતાં હતા.

જો કે તે સમયે તો ફોન પણ નહતા. આથી નાના બાળકોને ફોન પકડાવવો યોગ્ય નથી. આજના સમયમાં બાળકના હાથમાં મોબાઈલ આપવાથી તેના સંસ્કાર બગડી રહ્યા છે. આ જ કારણ છે કે, આજકાલના બાળકો ના તો માતા-પિતાના ચરણ સ્પર્શ કરે છે અને ના તો તેમને પ્રણામ કરે છે.

દરરોજ સવારે ઉઠીને ધરતીને પગે લાગવું, માતા-પિતાના ચરણ સ્પર્શ કરવા, ભગવાનનું સ્મરણ કરવું, આવી દિનચર્ચા આજના સમયમાં કોઈ પણ બાળકોમાં જોવા નથી મળતી. આજના બાળકો તો સવારે ઉઠ્યા ત્યારથી જ મોબાઈલમાં ખોવાયેલા રહે છે અને 9 વાગ્યા સુધીમાં સૂઈ જાય છે.

વધુમાં પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે, દોઢ-બે વર્ષના બાળકને મોબાઈલ આપવો કોઈ મજબૂરી નથી, પરંતુ હવે તો આદત બનતી જઈ રહી છે. માતા-પિતા વિચારે છે કે, બાળકને ફોન દેખાડવાથી તે વ્યસ્ત રહેશે, પરંતુ આમ કરવાથી અવનવી બીમારીઓ પણ જન્મી રહી છે, જેનો તેમને ખ્યાલ જ નથી.