Diwali Gifts / મિત્રો માટે ખાસ બનાવો દિવાળીનો તહેવાર, તમારી લાગણી વ્યક્ત કરવા આપો આ ગિફ્ટ

દિવાળીનો તહેવાર પ્રિયજનો સાથે ખુશી, પ્રકાશ અને પ્રેમ વહેંચવાનો સમય છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનમાં મિત્રો કેટલા ખાસ હોય છે. તેઓ જ આપણા સુખ હોય કે દુ:ખ, તે દરેક પરિસ્થિતિમાં આપણી પડખે ઉભા રહે છે, દરેક ક્ષણને યાદગાર બનાવે છે. આ દિવાળી પર તેમને ખાસ ગિફ્ટ આપવી એ તમારી લાગણીઓ વ્યક્ત કરવાની એક શ્રેષ્ઠ રીત છે.
જો તમે પણ વિચારી રહ્યા છો કે તમારા મિત્રોને શું ગિફ્ટ, તો ચિંતા ન કરશો. અમે તમારા માટે 5 ગિફ્ટ આઈડિયા લાવ્યા છીએ જે તેમને ફક્ત ગમશે જ નહીં પણ વિચારશીલ પણ લાગશે.
ડ્રાયફ્રુટ્સ અને સ્પેશિયલ નાસ્તા હેમ્પર
દિવાળીની મીઠાશને હેલ્ધી ટ્વીસ્ટ સાથે રજૂ કરો. તમે બજારમાંથી તૈયાર ડ્રાયફ્રુટ હેમ્પર પસંદ કરીને અથવા કેટલીક ખાસ વસ્તુઓ જાતે ઉમેરીને એક ગિફ્ટ બાસ્કેટ બનાવી શકો છો. તેમાં બદામ, કાજુ, અખરોટ અને પિસ્તા જેવા ડ્રાયફ્રુટ્સ ઉપરાંત, ડાર્ક ચોકલેટ, હોમમેઈડ કૂકીઝ અથવા એનર્જી બારનો સમાવેશ કરી શકો છો. આ ગિફ્ટ ફક્ત સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન મિત્ર માટે પણ એક પરફેક્ટ પસંદગી છે. તેને એક સુંદર બોક્સમાં પેક કરીને ઉપર એક પર્સનલાઈઝ્ડ મેસેજ કાર્ડ જોડો.
ડેકોરેશનની વસ્તુઓ
દિવાળી એ ઘરની સજાવટનો તહેવાર પણ છે. તેથી, તમે તમારા મિત્રને ડેકોરેશનની વસ્તુ ગિફ્ટમાં આપી શકો છો જે તેમના ઘરને સુંદર બનાવશે. તમે એક સુંદર એન્ટિક સ્ટાઇલનો દીવો,હેન્ડ પેઈન્ટેડ વોલ હેંગિંગ, સેંટેડ કેન્ડલ અથવા ફેન્સી ટી લાઈટ હોલ્ડર પસંદ કરી શકો છો. જો તમારો મિત્ર છોડ પ્રેમી છે, તો ડેકોરેટિકવ પ્લાંટ અથવા લાકડાનું પ્લાંટ સ્ટેન્ડ પણ એક અદ્ભુત ગિફ્ટ હોઈ શકે છે. આ ગિફ્ટ તેને લાંબા સમય સુધી તમારી યાદ અપાવશે.
હાથથી બનાવેલ અથવા પર્સનલાઈઝ્ડ ગિફ્ટ
તમે જે ગિફ્ટ આપો છો તે તમારી મહેનત અને પ્રેમને પ્રતિબિંબિત કરશે. હાથથી બનાવેલ ગિફ્ટ આ માટે યોગ્ય છે. તમે તમારા મિત્રની પસંદગી મુજબ હાથથી ગૂંથેલું મફલર, પેઈન્ટેડ કેનવાસ અથવા ફોટો ફ્રેમ બનાવી શકો છો. જો તમે જાતે કંઈ નથી બનાવી શકતા, તો પર્સનલાઈઝ્ડ ગિફ્ટ આપો. તેમના નામ સાથે કસ્ટમાઇઝ્ડ કોફી મગ, પર્સનલાઈઝ્ડ ટી-શર્ટ અથવા યાદગાર ફોટો સાથે કુશન કવર તેને જરૂર પસંદ આવશે. આવી ગિફ્ટ દર્શાવે છે કે તમે ખરેખર તેના માટે કંઈક ખાસ વિચાર્યું છે.
પ્રીમિયમ સ્કિનકેર અથવા ગ્રૂમિંગ કીટ
જો તમે તમારા મિત્ર પર થોડો વધુ ખર્ચ કરવા માંગતા હોવ અને તેને વૈભવી અનુભવ કરાવવા માંગતા હોવ, તો પ્રીમિયમ સ્કિનકેર અથવા ગ્રૂમિંગ કીટ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. બજારમાં ઘણી બ્રાન્ડેડ મેન્સ અને વિમેન્સ ગ્રૂમિંગ કીટ ઉપલબ્ધ છે, જેમાં ફેસ વોશ, મોઇશ્ચરાઇઝર, પરફ્યુમ, શેવિંગ કીટ અને ઘણું બધું શામેલ છે. આ ગિફ્ટ ફક્ત ઉપયોગી જ નથી પણ તમારા મિત્રને તેનીસેલ્ફ કેર રૂટિનમાં પણ મદદ કરશે અને તેને ખાસ અનુભવ કરાવશે.
ગિફ્ટ વાઉચર અથવા એક્સપિરિયન્સ ગિફ્ટ
કેટલીકવાર, મટિરિયલ ગિફ્ટ કરતાં યાદગાર અનુભવ વધુ અસરકારક હોય છે. તમારા મિત્રને ફિઝિકલ વસ્તુ આપવાને બદલે, તમે તેમને એક્સપિરિયન્સ ગિફ્ટ કરી શકો છો. આમાં તેની મનપસંદ રેસ્ટોરન્ટનું વાઉચર, મૂવી ટિકિટ, સ્પા વાઉચર અથવા પેઈન્ટબોલ અથવા ટ્રેકિંગ ટ્રિપ જેવી એડવેન્ચર એક્ટિવિટીની ટિકિટ શામેલ હોઈ શકે છે. સારો વિકલ્પ એ છે કે તેમની સાથે રહેવાનું વચન આપો. આ તમને બંનેને સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની તક પણ આપશે.

