Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Know what science says about this lifelong bond between siblings

જાણો ભાઈ-બહેનના આ આજીવન સંબંધ વિશે વિજ્ઞાન શું કહે છે 

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2025
લાઇવ ટીવીGoogle News
જાણો ભાઈ-બહેનના આ આજીવન સંબંધ વિશે વિજ્ઞાન શું કહે છે 
સોર્સ : Google

ભારત એ કૌટુંબિક સંસ્કૃતિ ધરાવતો દેશ છે. જેમાં ભાઈ-બહેનના સંબંધને સૌથી પવિત્ર માનવામાં આવે છે. જેને લઈ ઈતિહાસની પણ ઘણી બધી ધાર્મિક કથાઓ પ્રખ્યાત છે. સાથે સાથે આ સંબંધને વધુ દૃઢ બનાવવા માટે ભારતમાં રક્ષાબંધન પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે. પરંતુ હવે આ વાત તો વિજ્ઞાન પણ માને છે કે ભાઈ બહેન એ એકબીજા માટે ખૂબ મજબૂત અને સુંદર પાયો બની શકે છે.

App Store

જાણો શું કહે છે વિજ્ઞાન

ભારત, જર્મની અને જાપાનમાં થયેલા અભ્યાસ દર્શાવે છે કે, ભાઈ-બહેનના સંબંધો ભાવનાત્મક સ્વાસ્થ્યને વધુ સારા બનાવે છે. આ સાથે જ નજીકના ભાઈ-બહેનના સંબંધો ધરાવતા લોકો જીવનમાં વધુ સંતોષ દર્શાવે છે. સગા ભાઈ-બહેન તો એકબીજા માટે સારા મિત્રો હોય જ છે પરંતુ, સંયુક્ત પરિવારોમાં જ્યાં પિતરાઈ ભાઈ-બહેનો પણ એકબીજાના સારા મિત્રો સાબિત થઈ શકે છે.

શું માનસિક સ્વાસ્થ્ય પર પમ અસર પડી શકે?

અમેરિકાની Brigham Young Universityના 395 પરિવારો પર નજર રાખતા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, મજબૂત ભાઈ-બહેનના સંબંધો ધરાવતા બાળકોમાં Depression, ચિંતા અથવા એકલતાના લક્ષણો વિકસાવવાની શક્યતા 60% સુધી ઓછી હોય છે. આવા બાળકોને માતા-પિતાની મદદ ના મળે તો પણ તેઓ અકબીજાને સંભાળી શકે છે. 

જો માનસિક બાબતે વાત કરીએ તો, આપણે ઘણીવાર અવલોકન કરીએ છીએ કે સાથી ભાઈ-બહેનના સંબંધો ધરાવતી વ્યક્તિઓ આઘાતમાંથી ઝડપી રીતે બહાર આવી જાય છે, અને માનસિક સ્વાસ્થ્યથી સંઘર્ષોનો વધુ સારી રીતે સામનો કરી શકે છે સાથે જ સામાજિક પરિપક્વતા પણ ધરાવે છે. જો ભાઈ-બહેનનો સંબંધ સારો હો., તો તેઓની સામાજિક બાબતમાં પણ સમજણ શક્તિ ખૂબ સારી બને છે, અને તેઓ વ્યવહારમાં સારો એવો સુધારો કરી શકે છે.

મીઠો મીઠો ઝઘડો પણ હોય છે સારી બાબત

જે કોઈ ટીવી રિમોટ પર ઝઘડો કરીને, ચોરેલી ચોકલેટ છુપાવીને, અથવા તૂટેલી ફૂલદાની છુપાવવા માટે ચૂપચાપ ભેગા થઈને મોટા થયા હોય, તેમના માટે ભાઈ-બહેનો હોવાની શક્યતા છે. ભાઈ-બહેન એ માત્ર લોહિના સંબંધથી જ નથી જોડાયોલા હોતા. કોઈ પણ 2 વ્યક્તી જે નાની નાની બાબત પણ એકબીજા સાથે શેર કરતા હોય કે પછી હંમેશા એકબીજાની સાથે રહેવાનું પસંદ કરતા હોય, કે નાનપણથી જ સાથે રહ્યા હોય તેવા લોકો પણ ભાઈ-બહેનનો સંબંધ પુરવાર કરે છે. ભાઈ-બહેનનો સાથે ઉછરવાનો અર્થ ઘણીવાર અરાજકતા અને સ્પર્ધા હોય છે જેને કારણે તેમની Skillsમાં પણ વધારો થતો જાય છે અને સાથે સાથે તેઓ શારિરિક રીતે પણ મજબૂત બનતા જાય છે. સંશોધન દર્શાવે છે કે, તેનો અર્થ જીવનભર ભાવનાત્મક લાભો પણ હોઈ શકે છે.

જાપાનમાં પણ ભાઈ-બહેનનો પ્રેમ ગણાય છે પવિત્ર

જાપાન, કે જ્યાં કૌટુંબિક સન્માન અને વડીલોની સંભાળ સાંસ્કૃતિક રીતે જોડાયેલા છે, ત્યાં ભાઈ-બહેનોની સંભાળ રાખવાની ભૂમિકાઓ ઘણીવાર શેર કરવામાં આવે છે. તેમ જ જાપાનમાં ઘણી એવી પ્રવૃત્તિએ પણ કરવામાં આવે છે જેમાં Single Childને એકલતા અનુભવાતી નથી અને તેઓ મિત્રો સાથે જોડાય શકે છે અથવા તો નવા નવા મિત્રો બનાવી શકે છે. ચાઇલ્ડ ડેવલપમેન્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, USમાં, કુટુંબ સાથે બ રહેતા માતાપિતાના પરિવારોના બાળકોમાં ભાઈ-બહેનનો ટેકો આઘાત અને તણાવ ઘટાડવા માટે ખૂબ મદદરુપ બનતો જોવા મળ્યો છે.