Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : It is considered a crime if a man has an affair with a woman even though he is married.

Relationship : પુરુષ પરિણીત હોવા છતાં પણ કોઈ મહિલા સાથે અફેર હોય તો તે ગુનો ગણાય ?

Timeછેલ્લું અપડેટ : 31 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Relationship : પુરુષ પરિણીત હોવા છતાં પણ કોઈ મહિલા સાથે અફેર હોય તો તે ગુનો ગણાય ?
સોર્સ : GSTV

ભારતીય સમાજમાં લગ્ન એક પવિત્ર બંધન માનવામાં આવે છે. પરંતુ જો કોઈ પુરુષ પરિણીત હોય અને અન્ય કોઈ સ્ત્રી સાથે શારીરિક કે પ્રેમ સંબંધ બાંધે તો શું તે કાયદેસર ગુનો ગણાય? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં ઊભો થાય છે. અહીં જાણો ભારતીય દંડ સંહિતા (IPC) પ્રમાણે

App Store

ભારતીય કાયદામાં Adultery શું છે?: IPCની કલમ 497 મુજબ અગાઉ જો કોઈ પરિણીત પુરુષ કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખે અથવા તો કોઈ અપરિણીત મહિલા સાથે સંબંધ રાખે તો તે અપરાધ ગણાતો હતો. આ માટે 5 વર્ષ સુધીની જેલ કે દંડની જોગવાઈ હતી.

સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચુકાદો: સપ્ટેમ્બર 2018માં સુપ્રિમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે Adultery હવે કોઈ ફોજદારી ગુનો નથી. એટલે કે, જો કોઈ પુરુષ પરિણીત સ્ત્રી સાથે સંબંધ બાંધે તો હવે તેને IPC હેઠળ જેલ કે દંડ નહીં મળે. પરંતુ પત્ની ડિવોર્સ માટે અરજી કરી શકે છે.

પરિણામ શું થઈ શકે?: ભલે તે ગુનો ન ગણાય, પરંતુ તેનું ગંભીર સામાજિક અને કાનૂની પરિણામ થઈ શકે છે. પતિ અથવા પત્ની Adulteryના આધારે ડિવોર્સ માટે અદાલતમાં અરજી કરી શકે છે. આવા સંબંધોના કારણે કુટુંબ અને સમાજમાં માનહાનિ થઈ શકે છે. લગ્નજીવનમાં વિશ્વાસ તૂટે તો માનસિક સમસ્યાઓ ઊભી થાય છે.

શા માટે કાયદામાં ફેરફાર?: સુપ્રિમ કોર્ટે કહ્યું કે, જૂનો કાયદો સ્ત્રીને પતિની "મિલકત" તરીકે માનતો હતો, જે સમાનતાના હક્ક વિરુદ્ધ છે. હવે સંબંધ વ્યક્તિગત પસંદગીનું મામલો છે, ગુનો નહીં.

અંતમાં કાયદાકીય રીતે પરિણીત સ્ત્રી સાથે સંબંધ બાંધવો ગુનો નથી, પરંતુ તે લગ્નજીવન તોડવાનું કારણ બની શકે છે. કાયદો હવે તેને ફોજદારી ગુનો નહીં માને, પરંતુ કુટુંબ જીવન માટે એ હજી પણ ગંભીર વિષય છે.

નોંધ : અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)