Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Is your child lazy?So follow these tips

Parenting Tips: શું તમારૂ બાળક આળસુ છે? તો આ અપનાવો ટિપ્સ, રહેશે હંમેશા એક્ટિવ 

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Parenting Tips: શું તમારૂ બાળક આળસુ છે? તો આ અપનાવો ટિપ્સ, રહેશે હંમેશા એક્ટિવ 
સોર્સ : GSTV

આળસી બાળકોને સક્રિય કરવા માટે મદદ થશે આ ટિપ્સ 

App Store

આજનાં સામયમાં મોટાભાગનાં માતા-પિતાઓને તેના બાળકો આળસુ છે તેવી ફરિયાદ કરતા હોય છે. પોતાનું દરેક કામ ટોકવા પછી કરવાવાળા દરેક બાળકોને ટીવી અથવા મોબાઈલ સાથે ચોંટી રહેવું ગમે છે. જો તમારી પણ તમારા બાળકોથી આ જ ફરિયાદ છે કે તેઓ ખૂબ જ આળસુ છે અને દરેક કાર્ય કરવામાં વિલંબ કરે છે, તો આ 7 ટિપ્સ તમને તમારી સમસ્યા હલ કરવામાં અને બાળકને સક્રિય રાખવામાં મદદ કરી શકે છે.

રમતને મનોરંજક બનાવો

બાળકોને આળસથી દૂર કરવા માટે તેને એવા કર્યોમાં શામિલ કરો જે તેના માટે રમત હોય, જેમ કે ડાન્સ, દોરડું કૂદવું, સાયકલ ચલાવવી અથવા સંતાકૂકડી જેવી રમતો. તેને ગમતા કામો બાળકોનું ધ્યાન આકર્ષિત કરે છે અને તેને શારીરિક રીતે સક્રિય બનાવે છે. શરૂઆતમાં આ પ્રવૃતિનો સમય ઓછો રાખો અને ધીરે-ધીરે વધારો. 

ઉદાહરણ બનો

માતા-પિતા તથા પરિવારના સદસ્યો સક્રિય રહે. બાળકો સાથે પાર્કમાં રમો, ફરવા જાઓ, અથવા યોગ કરો. 
ફાયદા: બાળકો તેના માતાપિતાનું નકલ કરે છે. જ્યારે તે તમને સક્રિય જોશે, ત્યારે તેઓ પણ પ્રેરિત થશ

સ્ક્રીન ટાઈમ સીમિત સખો 

બાળકો માટે ટીવી, મોબાઈલ અથવા વિડિયો ગેમનો સમય મર્યાદિત કરો. બાળકોને ફ્રી સમયગાળા દરમિયાન શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપો. સ્ક્રીન ટાઈમને બદલે તેમણે રચનાત્મક કામકાજ જેમ કે પેંટિંગ અથવા બગીચાનું કામ સોંપો. 

નાના ધ્યેયો નક્કી કરો

બાળકોને નાના, સરળ ધ્યેયો આપો, જેમ કે "10 મિનિટ ડાન્સ કરો" અથવા "5 વાર દોરડા કૂદકો." જ્યારે તે આ લક્ષ્યો પ્રાપ્ત કરે છે ત્યારે તેની પ્રશંસા કરો. નાણા લક્ષ્યો બાળકોને સહેલા લાગે છે. બાળકો માટે એક રિવર્ડ સિસ્ટમ બનાવો, જેમ કે તેને પ્રોત્સાહિત કરવા માટે સ્ટીકર અથવા નાનું ઇનામ.

મિત્રો સાથે રમો

બાળકોને તેના મિત્રો સાથે રમવા માટે પ્રોત્સાહિત કરો. ક્રિકેટ, ખો-ખો અથવા રિલે રેસ જેવી ગ્રુપ ગેમ્સનું આયોજન કરો. સામાજિક વાતાવરણ બાળકોને સક્રિય રહેવા માટે પ્રોત્સાહિત કરે છે.

નાના-નાના ઘરેલુ કામ કામ કરવો 

બાળકોને નાના-મોટા ઘરેલુ કામ કરવા આપો, જેમ કે બગીચામાં પાણી છાંટવું, રૂમની સફાઇ અથવા સામાન ઉઠાવવો. આ કાર્યોથી શારીરિક ગતિ વધે છે. અને જવાબદારીઓનો અનુભવ કરાવે છે. કામને રમતની જેમ પ્રસ્તુત કરો, જેમ કે ''જોઈએ, કોણ ઝડપથી સામાન રાખે છે''  

પ્રકૃતિ સાથે સમય પસાર કરો

બાળકોને પાર્ક જંગલ અથવા દરિયા કિનારે લઈ જાઓ. ત્યાં દોડવું, ઝાડ પર ચડવું અથવા નાની-મોટી શોધખોળ કરવાથી તે સક્રિય રહેશે. પ્રકૃતિમાં સમય વિતાવવો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે સારો છે. સપ્તાહના અંતે કૌટુંબિક પિકનિક અથવા ટ્રેકિંગ ટ્રિપનું આયોજન કરો.