Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : In a relationship not only love, but also 5 things are essential

Relationship Tips : રિલેશનશિપમાં પ્રેમ જ નહીં 5 બાબતોનું હોવું પણ જરૂરી, સંબંધ બનશે મજબૂત

Timeછેલ્લું અપડેટ : 21 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Relationship Tips : રિલેશનશિપમાં પ્રેમ જ નહીં 5 બાબતોનું હોવું પણ જરૂરી, સંબંધ બનશે મજબૂત
સોર્સ : gstv

લાંબા સમયથી સાથે રહેતા રહેતા અનેકવાર એવું લાગે છે કે સંબંધોમાં પ્રેમ ખતમ થઈ રહ્યો છે. તમે તમારા સંબંધથી સંતુષ્ટ નથી તો તેને સારા બનાવવાના ઉપાયો શોધતા રહો છો અને સાથે વધતા અંતરને ઘટાડવાનો પ્રયાસ પણ કરો છો. સંબંધને નિભાવવા માટે પ્રેમ જ પૂરતો હોતો નથી. આ સિવાય અન્ય અનેક ચીજો છે જે 2 વ્યક્તિને એકમેકના બનાવીને રાખે છ. આ એવી ચીજો છે જે 2 વ્યક્તિની વચ્ચેનો ભરોસો બને છે. અહીં એવી વ્યક્તિઓની વાત થઈ રહી છે જેમનું દુનિયામાં કોઈ નથી. તો જાણો સંબંધોમાં પ્રેમ સિવાય કઈ વાતો જરૂરી છે.

App Store
આ બાબતોની ન આવવા દો ખામી

ઈજ્જત કરો

અનેક સંબંધોમાં જોવા મળ્યું છે કે લાંબા સમય સુધી સાથે રહેવાના કારણે કપલ એકમેકને ઓછા ગણવા લાગે છે. એકમેકની સાથે ખરાબ રીતે વર્તન કરે છે. આવું કરવાથી તમારા સંબંધો પણ ખરાબ થાય છે અને એકમેકની વચ્ચે અંતર વધવા લાગે છે. તો તમારે આ આદત બદલી લેવી જરૂરી છે.

વાતચીત વધારો

સંબંધો ત્યારે ખરાબ થવા લાગે છે અથવા તો નીરસ બનવા લાગે છે જ્યારે તમે એકમેકની સાથે વાત કરવાનું બંધ કરો છો. અનેક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કપલ્સ રાતભર મોબાઈલમાં ફેવરિટ શો જોઈને સમય પસાર કરે છે અને તેમને એકમેકની સાથે વાત કરવાનો પણ સમય હોતો નથી. આ સંબંધોને બર્બાદ કરી શકે છે.

કરો ઈમોશનલ વાતો

સંબંધોમાં લાગણીઓને કાયમ રાખવા માટે એકમેકને સ્પેશ્યલ ફીલ કરાવો અને પ્રેમ દર્શાવો. આવું ન કરવાથી પાર્ટનરના મનમાં શંકા અને ડર જન્મે છે. જે સંબંધોના માટે ઝેરનું કામ કરે છે.

કમ્ફર્ટ ફીલ કરાવો

જો પાર્ટનર એકમેકને બ્લેકમેઈલ કરીને કામ કરે છે અથવા આ પ્રકારની વાતો કરે છે તો તે રિલેશનશીપ તૂટવાનું કારણ બની શકે છે. આ માટે સારા સંબંધોમાં તમે એકમેકનું સન્માન કરો અને આરોપ કરવાથી બચો. આ સિવાય તમામ ચીજનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો તે જરૂરી છે.

મુશ્કેલીમાં સાથ આપવો

રિલેશનશીપમાં શરૂઆતમાં કપલ્સ એકમેકનો ખાસ ખ્યાલ રાખે છે. સમયની સાથે તેની જરૂરિયાતો અલગ થવા લાગે છે અને એકમેકની મુશ્કેલીઓમાં રસ લેતા નથી. આ સમયે મનમાં અનેક વાતો ખૂંચે છે અને તેની અસર સંબંધો પર પડે છે. આ માટે એકમેકના ખરાબ સમયમાં સાથ આપો તે જરૂરી છે.