Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Improve these habits in the new year

Relationship Tips: નવા વર્ષમાં સુધારી આ આદતો, જીવનસાથી સાથેના સંબંધો બનશે મધુર 

Timeછેલ્લું અપડેટ : 06 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Relationship Tips: નવા વર્ષમાં સુધારી આ આદતો, જીવનસાથી સાથેના સંબંધો બનશે મધુર 
સોર્સ : GSTV

ઘણી વખત તમારી કેટલીક ખરાબ આદતો તમારા પાર્ટનરનો મૂડ પણ બગાડે છે. ત્યારે નવા વર્ષે તમારી આદતોમાં સુધારો કરવો એ સારો વિચાર હોઈ શકે છે. ક્યારેક આપણને એવું લાગતું હોય છે કે તમે કંઈક એવું બોલ્યા છો જે તમારે ન કહેવું જોઈતું હતું. તમે જે શબ્દો કહ્યા છે તેના વિશે જો તમે વિચારવાનું શરૂ કરો છો, તો તમને ખ્યાલ આવશે કે તમારે આ વસ્તુઓ અને આ આદતો કોઈની સામે જાહેર કરવી જોઈતી ન હતી.

App Store

પાર્ટનર સાથે પ્રામાણિક રહો

તમારા પાર્ટનર સાથે ખુલીને અને પ્રામાણિકતાથી વાત કરવાની ટેવ પાડો. જ્યારે તમે દરેક બાબતમાં ખોટું બોલવાનું શરૂ કરો છો અને દરેક વસ્તુથી બચવા માટે જૂઠનો સહારો લેશો તો તમારા પાર્ટનરને પણ આ આદત પસંદ નથી આવતી.

પાર્ટનર સાથે સંવાદ કરો

તમારે જવાબદારીથી બચવા માટે ખોટું બોલવાનું અને બેદરકારી દર્શાવવાનું ટાળવું જોઈએ. એકબીજાના દિલમાં સ્થાન બનાવવામાં કોમ્યુનિકેશન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તેથી તમારા સંવાદને મધુર રાખવાનો પ્રયાસ કરો. જ્યારે વાતચીત મધુર રહે છે ત્યારે તમારા સંબંધો પણ મધુર રહે છે.

ટાઈમ મેનેજમેન્ટ

તમારા સમયને અસરકારક રીતે મેનેજ કરવાની ટેવ પાડો જેથી કરીને તમે તમારા જીવનસાથી સાથે વધુ સમય પસાર કરી શકો. ઘણી વખત તમે તમારી ઓફિસ અને બિઝનેસમાં એટલા વ્યસ્ત થઈ જાવ છો કે તમે ટાઈમ મેનેજમેન્ટ ભૂલી જાઓ છો માટે પરિવારને પણ સમય આપવો ખૂબ જરુરી છે. ટાઈમ મેનેજમેન્ટથી તમે તમારા અંગત જીવનને વધુ ખુશ કરી શકો છો.

જીવનસાથીને મદદ કરાવો

જ્યારે તમે ઘરે હોવ ત્યારે તમારા પાર્ટનરને મદદ કરવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તમારા પ્રત્યે તેમનું સન્માન વધશે અને તેની સાથે તમારા ઘરમાં કામકાજ સંબંધિત ફરિયાદોનો તણાવ પણ ઓછો થશે. જ્યારે તમે તમારા પાર્ટનરને મદદ કરશો, ત્યારે તે તમારી વાત વધુ અસરકારક રીતે સાંભળશે.

એકબીજાના પરિવારના સભ્યોનું સન્માન કરો

ઘણીવાર એવું જોવા મળે છે કે બંને લોકો એકબીજાના પરિવારના સભ્યોનું સન્માન નથી કરતા. તેનાથી ઘરમાં તણાવ પણ વધે છે. પ્રયાસ એ હોવો જોઈએ કે તમે એકબીજાના પરિવારના સભ્યોને એટલો જ આદર આપો જેટલો તમે એકબીજાને માન આપો. આમ કરવાથી તમારા દિલમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ વધુ વધે છે.