Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : How Friendship Marriage is differs from traditional weddings

સામાન્ય લગ્નોથી કેવી રીતે અલગ છે 'ફ્રેન્ડશિપ મેરેજ', શા માટે વધી રહ્યો છે તેનો ક્રેઝ?

Timeછેલ્લું અપડેટ : 02 Dec 2024
લાઇવ ટીવીGoogle News
સામાન્ય લગ્નોથી કેવી રીતે અલગ છે 'ફ્રેન્ડશિપ મેરેજ', શા માટે વધી રહ્યો છે તેનો ક્રેઝ?

લગ્ન એટલે બે વ્યક્તિઓ એકબીજા સાથે એક બંધન બંધાઈ જાય અને સુખ-દુઃખમાં એકબીજાને સાથ આપે. લગ્નમાં પતિ-પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હોવો જરૂરી છે, તો જ લગ્ન ટકી શકે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જાપાનમાં એક અનોખા પ્રકારના લગ્નનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આને ‘ફ્રેન્ડશિપ મેરેજ’ કહે છે. આ પરંપરાગત લગ્ન કરતાં તદ્દન અલગ છે. ચાલો જાણીએ શું છે ‘ફ્રેન્ડશિપ મેરેજ’.

App Store

આ પણ વાંચો: દરેક પત્ની પોતાના પતિથી છુપાવે છે આ 5 વાતો, કારણ જાણીને થશે આશ્ચર્ય

ફ્રેન્ડશિપ મેરેજ શું છે?

ફ્રેન્ડશિપ મેરેજમાં, બે લોકો કાયદેસર રીતે લગ્ન કરે છે, પરંતુ તેઓ પરંપરાગત લગ્ન જેવા પ્રેમ સંબંધ ધરાવતા નથી. તેઓ એકબીજા સાથે મિત્રોની જેમ રહે છે અને જીવનના વિવિધ પાસાઓ પર સાથે મળીને નિર્ણયો લે છે. આ પ્રકારના લગ્નમાં કપલ્સ પોતાનું અંગત જીવન જાળવી રાખે છે અને એકબીજાની વ્યક્તિગત સ્વતંત્રતાનું સન્માન કરે છે.

શા માટે ફ્રેન્ડશિપ મેરેજ ટ્રેન્ડમાં આવી રહ્યા છે?

સામાજિક દબાણ- જાપાનમાં લગ્નને સામાજિક અપેક્ષા તરીકે જોવામાં આવે છે. ઘણા યુવાનો પર લગ્ન કરવાનું દબાણ હોય છે, પરંતુ તેઓ પરંપરાગત લગ્નના વિચાર સાથે સહમત નથી. ફ્રેન્ડશિપ મેરેજ તેમને આ દબાણમાંથી મુક્ત કરે છે અને તેમની પોતાની શરતો પર સંબંધો બાંધવા દે છે.

એકલતા- મોર્ડન લાઈફસ્ટાઈલમાં ઘણા લોકો એકલતા અનુભવે છે. ફ્રેન્ડશિપ મેરેજથી તેમને પાર્ટનર મળે છે જેની સાથે તેઓ જીવનના વિવિધ પાસાઓ શેર કરી શકે છે.

નાણાકીય સુરક્ષા- જાપાનમાં રહેવું ઘણું મોંઘું છે, જેના કારણે ઘણા યુવાનો માટે એકલા રહેવું મુશ્કેલ છે. ફ્રેન્ડશિપ મેરેજ તેમના માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થાય છે, કારણ કે તેઓ ઘરનું ભાડું અને અન્ય ખર્ચ વહેંચી શકે છે.

ફ્રેન્ડશિપ મેરેજના ફાયદા અને નુકસાન શું છે?

સ્વતંત્રતા- ફ્રેન્ડશિપ મેરેજમાં કપલ્સ તેમની ઈચ્છા મુજબ અંગત જીવન જીવી શકે છે અને એકબીજાની સ્વતંત્રતાનું સન્માન કરી શકે છે.

સુરક્ષા- ફ્રેન્ડશિપ મેરેજના કપલ્સને આર્થિક અને ભાવનાત્મક સુરક્ષા મળે છે.

મિત્રતા - ફ્રેન્ડશિપ મેરેજમાં વ્યક્તિને પાર્ટનર મળે છે જે તેમની ઇચ્છા મુજબ જીવન જીવવા માટે તેમના પર દબાણ લાવ્યા વિના તેમને સપોર્ટ કરે છે.

ભાવનાત્મક સમસ્યાઓ- ફ્રેન્ડશિપ મેરેજ ભાવનાત્મક રીતે મુશ્કેલ હોઈ શકે છે, ખાસ કરીને જો કપલમાં એક વ્યક્તિને બીજા માટે રોમેન્ટિક ફિલિંગ હોય.