Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Do you argue with your partner over small things? These 3 tips will make your relationship stronger

Relationship: નાની-નાની વાતો પર પાર્ટનર સાથે તકરાર થાય છે? આ 3 ટિપ્સ બનાવશે તમારું રિલેશનશિપ મજબૂત

Timeછેલ્લું અપડેટ : 05 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Relationship: નાની-નાની વાતો પર પાર્ટનર સાથે તકરાર થાય છે? આ 3 ટિપ્સ બનાવશે તમારું રિલેશનશિપ મજબૂત
સોર્સ : GSTV

એક સંબંધમાં બંને પાર્ટનર ત્યાં સુધી જ ખુશ રહે છે જ્યાં સુધી કોઈ લડાઈ ન થાય. કારણ કે જ્યારે ગેરસમજ, ગુસ્સો અને નાની-નાની વાતો પર તકરાર થવા લાગે છે, ત્યારે પ્રેમ ઓછો અને મનદુઃખ વધી જાય છે. દરેક સંબંધમાં થોડી ઘણી ખટપટ સારી લાગે છે, પરંતુ જો આ લડાઈ રોજની થઈ જાય કે લાંબી ચાલે, તો રિલેશનશિપ મજબૂત થવાને બદલે નબળું પડતું જાય છે. 

App Store

તમારા સંબંધને સાચવવા માટે હવે કોઈ મોંઘી રેસ્ટોરન્ટ કે ગિફ્ટ્સની જરૂર નહીં પડે, બસ થોડો સમય અને થોડો પ્રેમ તમારા સંબંધને મજબૂત બનાવવા માટે પૂરતો છે. જો તમે પણ તમારા સંબંધોને સાચવવા માંગો છો અને ઝઘડાઓ ઘટાડવા માંગો છો, તો નીચે આપેલી ટિપ્સની મદદ લઈ શકો છો.

વાત મનમાં ન રાખો: 

ઘણીવાર વાતો શેર ન કરવાથી મુશ્કેલીઓ વધી જાય છે અને આગળ જતાં તે ઝઘડાનું કારણ બને છે. તેથી, જે પણ વાત તમને પરેશાન કરી રહી હોય, તેને મનમાં રાખવાને બદલે તમારા પાર્ટનર સાથે શેર કરો. સૌથી જરૂરી વાત એ છે કે, વાત કરતી વખતે તમારા વોઈસ ટોન એટલે કે અવાજના લહેકા પર ખાસ ધ્યાન આપો, કારણ કે ક્યારેક તમારો ટોન સમસ્યા ઉકેલવાને બદલે વધારી શકે છે.

સમય આપો: 

તમારા સંબંધમાં અન્ડરસ્ટેન્ડિંગ જાળવી રાખવા માટે થોડો સમય કાઢો. સવારે નાસ્તો સાથે કરવો, દિવસ દરમિયાન થોડો સમય કાઢીને એકબીજાને કોલ કરવો વગેરે. રાત્રે ડિનર સમયે આખા દિવસ વિશે એકબીજાને જણાવવું એ પણ એક સારું પગલું સાબિત થઈ શકે છે. આ તમારા સંબંધને મજબૂત બનાવી શકે છે.

ટ્રાવેલિંગ: 

લાંબા સમય સુધી ઓફિસમાં રહેવું અને પોતાના માટે સમય ન કાઢી શકવાને કારણે માણસ ફ્રસ્ટ્રેટ થઈ શકે છે, જેની અસર સંબંધો પર પડી શકે છે. આવી સ્થિતિમાં તમારા બોન્ડને વધુ મજબૂત બનાવવા માટે તમે સાથે ટ્રાવેલ કરી શકો છો. નવી નવી જગ્યાઓ પર સાથે જવા અને સાથે એડવેન્ચર કરવાથી તમારા સંબંધમાં એક નવો ઉત્સાહ અને રોમાંચ આવી શકે છે.