બાળકના પીળા પડેલા દાંત મિનિટોમાં ચમકશે! બ્રશ પર લગાવો આ 2 દેશી વસ્તુઓ

દાંત પરની પીળાશ તમારી પર્સનાલિટી ખરાબ કરવાનું કામ કરે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજકાલ બાળકોનાં દાંત વધારે પીળા થઇ ગયા હોય છે. પીળા દાંતને કારણે બાળકો અનેક વાર શરમમાં મુકાતા હોય છે. દાંત પરની પીળાશને કારણે મોંમાથી વાસ પણ આવતી હોય છે. આ દાંતને નબળા બનાવવાનું કામ કરે છે. આમ, તમે જ્યારે પણ બાળકોને બ્રશ કરાવો ત્યારે આ વસ્તુ લગાવો છો તો મોતી જેવા ચમકી જશે. આમ, દાંત પરની પીળાશ દૂર કરવી ખૂબ જરૂરી છે. તો જાણો આ ઉપાય વિશે.
મીઠું અને સરસિયાનું તેલ: તમારા બાળકનાં દાંત પીળા થઇ ગયા છે તો તમે મીઠું અને સરસિયાનાં તેલની પેસ્ટ બનાવો. પછી આ પેસ્ટ બ્રશ પર લગાવો. હવે બ્રશ કરો. ત્યારબાદ એક મિનિટ માટે રહેવા દો. તમે દરરોજ આ રીતે બાળકોને બ્રશ કરાવશો તો દાંત પરની પીળાશ દૂર થઇ જશે. આ સાથે મોંમાથી આવતી વાસ પણ દૂર થઇ જશે. આ રીતે તમે બાળકોને દિવસમાં બે વાર બ્રશ કરાવો.
બેકિંગ સોડા: પીળા દાંતને સાફ કરવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે બેકિંગ સોડા લો અને એમાં લીંબુનો રસ નાખીને પેસ્ટ બનાવો. પછી બ્રશ કરો. આમ કરવાથી દાંત પરની પીળાશ દૂર થઇ જશે અને મોતી જેવાં ચમકી જશે. બેકિંગ સોડા દાંત પરની પીળાશ કાઢવા માટે બેસ્ટ છે. તમે બાળકોને આ રીતે બ્રશ કરાવો છો તો બેકિંગ સોડાનું પ્રમાણ થોડુ ઓછુ લેવું.
કેળાની છાલ: અનેક ફ્રૂટ્સ એવાં હોય છે જેમની છાલ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી સાબિત થાય છે. એમાંથી એક કેળાની છાલ છે. કેળાની છાલથી તમે દાંત પરની પીળાશ દૂર કરી શકો છો. આ માટે કેળાની છાલ લો અને દરરોજ પીળા દાંત પર ઘસો. આમ કરવાથી પીળાશ નીકળી જશે અને મોંમાથી વાસ પણ નહીં આવે.
બેકિંગ સોડા અને મીઠું: બેકિંગ સોડા અને મીઠું મિક્સ કરીને દાંત પર ઘસવાથી પીળાશ નીકળી જાય છે. આ નુસખો દિવસમાં એકવાર તમે કરી શકો છો.
નોંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

