Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Avoid these 6 mistakes for long lasting relationship

સંબંધને લાંબા સમય સુધી ટકાવી રાખવા ઈચ્છતા હોવ, તો ડેટ કરતી વખતે આ 6 ભૂલો ન કરો

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2024
લાઇવ ટીવીGoogle News
સંબંધને લાંબા સમય સુધી ટકાવી રાખવા ઈચ્છતા હોવ, તો ડેટ કરતી વખતે આ 6 ભૂલો ન કરો

નવા સંબંધમાં તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડશે. કોઈ ગેરસમજ ન થવી જોઈએ, કોઈ બાબતમાં સામેની વ્યક્તિને ખરાબ ન લાગવું જોઈએ, અથવા તમારી વાતને ખોટી રીતે ન સમજવામાં આવે વગેરે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો છો કે તમારા પ્રેમ સંબંધો લાંબા સમય સુધી ટકી રહે, તો ડેટ કરતી વખતે કેટલીક ભૂલો કરવાનું સંપૂર્ણપણે ટાળો.

App Store

ટીકા ટાળો

ઘણા લોકો પોતાના પાર્ટનરની સામે સારી છાપ પાડવા માટે લોકોની ટીકા કરે છે. પરંતુ આ તમારા સંબંધો વચ્ચેના ભાવનાત્મક બંધનને બનાવવાને બદલે ઘટાડી શકે છે. તેથી, બને ત્યાં સુધી આ કરવાનું ટાળો.

પ્લાન બદલવો

ઘણી વખત કંઈક કામ આવી જાય છે અને તેના કારણે પ્લાન બદલવો પડે છે, તો આ સામાન્ય વાત છે. પરંતુ જ્યારે સંબંધ જાળવવાની વાત આવે છે, ત્યારે આ બાબત ઘણી મહત્ત્વની હોય છે. જો તમે છેલ્લા સમયે કોઈપણ પ્લાનને રદ કરો છો અથવા બદલો છો, તો તે કરતા પહેલા 10 વાર વિચાર કરો, કારણ કે તમારા પાર્ટનરને એવું અનુભવી શકે છે કે તે તમારી પ્રાયોરીટી નથી.

લાગણી શેર ન કરવી

જો તમે એવા લોકોમાંથી છો કે જેમને પોતાની લાગણીઓ શેર કરવી મુશ્કેલ લાગે છે, તો તમારા બંને માટે આ મુશ્કેલ બની શકે છે. તેથી, તમારા પાર્ટનરને તમારો અભિપ્રાય વ્યક્ત કરવો, તમારી લાગણીઓ અને ચિંતાઓને એકસાથે શેર કરવી વધુ સારું રહેશે.

સોશિયલ મીડિયા પોસ્ટ

લોકો સોશિયલ મીડિયા પર દરેક પ્રકારની વસ્તુઓ શેર કરે છે. પરંતુ જો તમે તમારા સંબંધ સાથે જોડાયેલી દરેક વાત ચર્ચા કર્યા વગર શેર કરો છો, તો તે તમારા સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે. આના કારણે પાર્ટનર અસુરક્ષિત મહેસૂસ કરી શકે છે અને દરેક વાત શેર કરવાથી દૂર રહે છે.

ભૂતકાળમાં જીવવું

આપણા બધાની ઘણી પાસ્ટ સ્ટોરી હોઈ શકે છે. પરંતુ જો તમે તમારા પાર્ટનરની સામે વારંવાર તમારા ભૂતકાળ કે એક્સ વિશે વાત કરો છો તો આ ભૂલ ન કરો. આ તમારા નવા સંબંધ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

માફી ન માંગવી

જો તમે તમારી ભૂલો સ્વીકારતા નથી અથવા કોઈ વાત પર અડગ રહેશો તો તેનાથી તમારા પાર્ટનરને ખરાબ લાગી શકે છે. તેથી, જો તમારા શબ્દોથી કોઈને દુઃખ થાય, તો તરત જ માફી માંગતા શીખો.