Recipe: ચાઈનીઝ ભોજનના શોખીન માટે ખાસ વાનગી, મિનિટોમાં ઘરે જ બનાવો આ સ્પાઈસી ડીશ

સોર્સ : GSTV
આજકાલના બાળકો જ્યારે પણ બહાર ખાવા જાય છે, ત્યારે તેમની પ્રથમ માંગ ચાઈનીઝ ફૂડ હોય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રેસ્ટોરન્ટમાં મળતા ચાઈનીઝ ફૂડ એ ઘરે પણ એટલી જ સરળતાથી બનાવી શકાય છે? તો આજે એવી જ એક ચાઈનીઝ વાનગી આપણે ઘરે બનાવીશું. અરે હા, ખરેખર! ઘરે બનાવેલા આ સ્પ્રિંગ રોલનો સ્વાદ કંઈક અલગ જ હોય છે.
તો ચાલો આજે શીખીએ કે કેવી રીતે તમે તમારા બાળકોના ફેવરિટ ક્રિસ્પી સ્પ્રિંગ રોલ મિનિટોમાં ઘરે જ તૈયાર કરી શકો છો. આ માત્ર રેસીપી નથી, પણ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો એક શાનદાર ઉપાય છે.
જાણો ક્રિસ્પી Spring Roll બનાવવાની જરૂરી સામગ્રી:
- કોબી: 1 કપ (બારીક સમારેલી)
- ગાજર: 1/2 કપ (બારીક સમારેલુ)
- શિમલા મરચું: 1/2 કપ (બારીક સમારેલી)
- ડુંગળી: 1/4 કપ (બારીક સમારેલી)
- આદુ-લસણ: 1 ચમચી (પેસ્ટ)
- સોયા સોસ: 1 મોટી ચમચી
- કાળા મરી પાઉડર: 1/2 નાની ચમચી
- મીઠું: સ્વાદ પ્રમાણે
- તેલ: 2 મોટી ચમચી
બનાવવાની રીત:
- સૌથી પહેલા કડાઈમાં તેલ ગરમ કરો. ત્યારપછી તેમાં આદુ-લસણ પેસ્ટ નાખી 1 મિનિટ માટે સાતળો.
- હવે તેમાં ડુંગળી ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી સાતળ્યા કરો.
- ત્યારબાદ તેમાં કોબી, ગાજર અને શિમલા મીર્ચ નાખી ફૂલ ગેસની આંચ પર 2-3 મિનિટ માટે સાતળી લો જેથી શાકભાજી થોડા ક્રિસ્પી રહે. ખાસ ધ્યાન રાખો કે તેને વધારે પણ ન સાતળવા.
- હવે તેમાં સોયા સોસ, કાળા મરી પાઉડર અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો. હવે મિશ્રણ ઠંડુ થવા દો.
- સ્પ્રિંગ રોલ શીટ લો અને વચ્ચે થોડી ફિલિંગ મૂકો.
- શીટની ધારો પર પાણી અથવા મેંદાનો લોટ તૈયાર કરીને લગાવો.
- હવે શીટને ધીરે ધીરે વાળી ને ટાઈટ રોલ બનાવો. શીટની ધારોને સારી રીતે સીલ કરો જેથી મસાલો બહાર ન આવે.
- હવે કડાઈમાં મિડિયમ ગરમ તેલ કરો. તૈયાર રોલને ગરમ તેલમાં ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. બંને બાજુથી સરખી રીતે તળતા રહેવું.
- તળેલા સ્પ્રિંગ રોલને કિચન ટૉવલ પર રાખો જેથી વધારે તેલ શોષાઈ જાય.
- હવે ગરમાગરમ સ્પ્રિંગ રોલને શેઝવાન ચટણી અથવા ટોમોટો સોસ સાથે સર્વ કરો.

