Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make Paneer kheer at home with this recipe

Recipe / કંઈક મીઠું ખાવાનું મન થાય તો બનાવી લો પનીરની ખીર, સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનું રાખશે ધ્યાન

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Recipe / કંઈક મીઠું ખાવાનું મન થાય તો બનાવી લો પનીરની ખીર, સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનું રાખશે ધ્યાન
સોર્સ : Google

શું તમે મીઠાઈના શોખીન છો, પણ તમારા સ્વાસ્થ્ય વિશે પણ ચિંતિત છો? જો હા, તો પનીરની ખીર તમારા માટે એક સારો વિકલ્પ છે. આ એક અદ્ભુત વાનગી છે જે સ્વાદ અને સ્વાસ્થ્યનું સારું કોમ્બિનેશન છે. તે બનાવવામાં પણ ખૂબ જ સરળ અને ઝડપી છે. ચાલો તમને તેની રેસીપી જણાવી દઈએ.

App Store

સામગ્રી

  • દૂધ: 1 લિટર (ફુલ ક્રીમ)
  • પનીર: 200 ગ્રામ (છીણેલું)
  • ખાંડ: 1/2 કપ (અથવા સ્વાદ મુજબ)
  • એલચી પાવડર: 1/2 ચમચી
  • બદામ અને પિસ્તા: ગાર્નીશિંગ માટે બારીક સમારેલા
  • કેસર: 8-10 તાંતણા (વૈકલ્પિક)

બનાવવાની રીત

  • સૌથી પહેલા એક તપેલીમાં દૂધ લો અને મધ્યમ તેને તાપ પર ઉકાળો.
  • દૂધમાં ઉભરો આવી જાય પછી તાપ ઓછો કરો.
  • હવે ધીમે ધીમે દૂધમાં છીણેલું પનીર ઉમેરો. તેને સતત હલાવતા રહો જેથી ગઠ્ઠા ન બને.
  • હવે તેને ધીમા તાપે 10-15 મિનિટ સુધી રાંધો. દૂધ ઘટ્ટ થશે અને પનીર તેમાં સારી રીતે ભળી જશે.
  • હવે તેમાં ખાંડ અને એલચી પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી રાંધો.
  • જો તમે કેસર વાપરી રહ્યા છો, તો આ સમયે તેને ઉમેરો.
  • હવે ગેસની આંચ બંધ કરો અને ખીરને થોડી ઠંડી થવા દો.
  • ખીરને એક બાઉલમાં નાખો અને તેને સમારેલા બદામ અને પિસ્તાથી ગાર્નીશ કરો.
  • તમે આ ખીર ગરમ કે ઠંડી ખાઈ શકો છો. જોકે ખીરને ઠંડી સર્વ કરવામાં આવે ત્યારે તેનો સ્વાદ વધુ સારો લાગે છે.